લંડન: સામાન્ય રીતે એક કેળાના ભાવ 10 રૂપિયા, 20 રૂપિયા અથવા વધુમાં વધુ 30 રૂપિયા હોય છે. એક કેળા માટે આનાથી વધુ પૈસા કોઈ નહીં આપે. પરંતુ બ્રિટનમાં નોટિંધમમાં એક મહિલાને કેળા ખાવાની ચાહતથી તેના હોશ ઉડી ગયા. બ્રિટનમાં નોટિંધમમાં રહેનારી બોબી ગોર્ડન નામની મહિલાએ બ્રિટનમાં સ્થિત એક સુપરમાર્કેટથી કેળાની ઓનલાઇન ખરીદી કરી.
મહિલાએ જ્યારે તેને પોતાનો સામન ખરીદવા ઑર્ડર કર્યો હતો તેનો ભાવ 100 પાઉન્ડથી પણ ઓછો હતો, પરંતુ જ્યારે તેમનાં ઘર પર ડિલિવર થયુ ત્યારે તેમની કિંમત જોઇને તેમના હોશ ઉડી ગયા. જી ...તેમણે આ સુપરમાર્કેટમાં માત્ર એક જ કેળાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તે કેળા તેમની ઘર ડિલિવર થયા ત્યારે તેમનો ભાવ એટલો હતો કે કદાચ એટલા પૈસામાં તો એક કેળાની એક નાની દુકાન ખોલી શકીએ.
જી હા, બોબીએ જે કેળાનો ઓર્ડર આપ્યો હતો તેની ડિલિવરી સમયે તેનો ભાવ 930 પાઉન્ડ હતો, તેનો અર્થ એ છે કે આ કેળા બોબીને 87000 રૂપિયામાં પડ્યા. ત્યા તેની વાસ્તવિક કિંમત 11 પૅન્સ છે. બોબીએ આ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેને એક ટ્વીટ કરી કંપનીને આ બાબતની ફરિયાદ પણ કરી છે. મહિલા દ્વારા કરવામાં આવેલી ટ્વિટથી કંપનીએ મહિલાની માફી માંગી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર