OMG! 1400 દિવસથી સૂઈ નથી શકી મહિલા, આ દુર્લભ બીમારીએ કરી નાખી છે ઊંઘ હરામ
OMG! 1400 દિવસથી સૂઈ નથી શકી મહિલા, આ દુર્લભ બીમારીએ કરી નાખી છે ઊંઘ હરામ
માલગોર્ઝાટા સ્લિવિન્સ્કા (Malgorzata Sliwinska)એ ઇલાજ માટે પોતાની બધી બચત ખર્ચી નાખી છે, પણ તેનો કોઈ ફાયદો નથી થયો. (Image credit- Malgorzata Sliwinska)
Polish woman not slept for 4 years: પોલેન્ડ (Poland)ની માલગોર્ઝાટા સ્લિવિન્સ્કા (Malgorzata Sliwinska) નામની મહિલા 1400 દિવસથી સૂતી નથી કારણકે હજાર પ્રયત્નો પછી પણ તેનું મગજ કામ કરવાનું બંધ કરતું નથી. તેનું કારણ એક દુર્લભ બીમારી (Rare sleep disorder) છે, જેનું નામ સોમનિફોબિયા (Somniphobia) છે.
Rare sleep disorder: દુનિયામાં એવા ઘણાં કિસ્સા બને છે જેમાં વ્યક્તિને અજીબોગરીબ બીમારીઓ (Weird Disease) હોય છે. એક 39 વર્ષીય પોલિશ મહિલાને (Polish woman not slept for years) પણ આવી જ દુર્લભ બીમારી છે, જેને લીધે તે 4 વર્ષ (1460 દિવસ)થી ઊંઘી નથી શકી. આ મહિલા ઘણાં વર્ષો સુધી આ ડિસઓર્ડર (Somniphobia) વિશે ન જાણી શકી અને તેણે ઈલાજ કરવા માટે પોતાની બધી બચત ખર્ચી નાખી.
The Sunની રિપોર્ટ મુજબ માલગોર્ઝાટા સ્લિવિન્સ્કા (Malgorzata Sliwinska)ની આંખો થાકી જાય છે અને તેને જોરદાર માથાનો દુખાવો થાય છે, કારણકે તેને કેટલીય રાત ઉજાગરા કરવા પડે છે. તેના શરીરમાં આ વિકાર અચાનક પેદા થયો અને ધીરે-ધીરે તેની જિંદગી દોજખ બની ગઈ. આની અસર ફક્ત તેના સ્વાસ્થ્ય પર નહીં, પરંતુ પારિવારિક જીવન પર પણ થઈ.
ઈલાજમાં બધી બચત ખર્ચી નાખી
માલગોર્ઝાટા સ્લિવિન્સ્કા કહે છે કે આ બીમારીને લીધે તેની આંખો બળવા લાગે છે અને સુકાઈ જાય છે. ઊંઘ ન થવાના કારણે તેને થાક પણ બહુ લાગે છે. તેની શોર્ટ ટર્મ મેમરી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને તે રડવા લાગે છે. બીમારીએ તેના સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચાડ્યું છે અને તેની નોકરી પણ છૂટી ગઈ છે. ઇલાજમાં તેની બધી બચત ખર્ચાઈ ગઈ છે, પણ તેનો કોઈ ફાયદો નથી થયો. તેના પતિ અને દીકરા સાથે પણ સંબંધો બગડી રહ્યા છે. માલગોર્ઝાટાની આ બીમારી 2017માં શરુ થઈ હતી, જ્યારે તેઓ સ્પેનથી રજાઓ માણીને પરત ફર્યા. આ ટ્રીપ બાદથી તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
માલગોર્ઝાટાએ ઘણાં નુસખા અપનાવ્યા, પણ તેને ઊંઘ જ ન હતી આવતી. જ્યારે તે ઊંઘની ગોળીઓ લેતી, ત્યારે તે અમુક કલાકો સૂઈ જતી, પણ ધીરે-ધીરે તેનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. ત્યારબાદ તેણે મનોચિકિત્સકનો સહારો લીધો અને ઊંઘની ગોળીઓ ખાધા બાદ તેને નશાની લત લાગી ગઈ. જેવી આ દવાઓ બંધ થઈ, માલગોર્ઝાટા ત્રણ સપ્તાહ સુધી સૂઈ ન શકી. આખરે તેને પોલેન્ડના એક ડોક્ટરે કહ્યું કે તેને સોમનિફોબિયા નામનો ડિસઓર્ડર છે. હવે તેમની દવાઓથી માલગોર્ઝાટા સપ્તાહમાં 2-3 રાત સૂઈ શકે છે. આ ઉપરાંત તે યોગ અને વ્યાયામ પણ કરી રહી છે અને તેણે પાર્ટ ટાઈમ જોબ પણ શરુ કરી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર