Home /News /eye-catcher /અનોખી લવ સ્ટોરી! 60 વર્ષની શહેરી મહિલાને થઇ ગયો 30 વર્ષના આદિવાસી સાથે પ્રેમ, લગ્ન કરી જંગલમાં જ વસાવી લીધું ઘર

અનોખી લવ સ્ટોરી! 60 વર્ષની શહેરી મહિલાને થઇ ગયો 30 વર્ષના આદિવાસી સાથે પ્રેમ, લગ્ન કરી જંગલમાં જ વસાવી લીધું ઘર

60 વર્ષની મહિલાને થઇ ગયો 30 વર્ષના આદિવાસી સાથે પ્રેમ

Unique Love Story: કેલિફોર્નિયાની ડેબોરાહ 60 વર્ષની છે અને તેને 3 બાળકો છે. સ્ત્રીને 30 વર્ષના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો અને તેના આશ્ચર્યની વાત એ છે કે તે ઘરથી 14000 કિમી દૂર રહેતા આદિવાસી સાથે પ્રેમમાં પડી ગઈ.

    કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. એને ધર્મ, જાતિ, રૂપ અથવા કોઈ ઉમર નડતી નથી. તમે એવા ઘણા કપલ્સ જોયા હશે જેમની ઉમરમાં ઘણું અંતર હોય છે પરંતુ તેઓ એકબીજા સાથે ખુશ હોય છે. આ દિવસોમાં એક અમેરિકી મહિલા આવા જ એક કારણના કારણે ચર્ચામાં છે પરંતુ એનો પ્રેમ બીજા કરતા એકદમ અલગ છે. પહેલું કે મહિલા પોતાનાથી 30 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે અને બીજું એ કે જે વ્યક્તિ સાથે શહેરી મહિલાએ લગ્ન કર્યા છે એ એક આદિવાસી છે જે જંગલી વિસ્તારમાં રહે છે.

    ડેલી સ્ટાર વેબસાઈટની રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાની ડેબોરા 60 વર્ષની છે અને એના 3 બાળકો છે. એની મોટી દીકરી ટિફની 32 વર્ષની છે, નાની દીકરી રોયસ 30 વર્ષની છે અને દીકરો 27 વર્ષનો છે. મહિલાને પોતાની નાની દીકરીની ઉમરના એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને હેરાનીની વાત એ છે કે એને પ્રેમ થયો એ પણ પોતાનાથી 14 હજાર કિલોમીટર દૂર રહેવા વાળા આદિવાસી સાથે.



    આ પણ વાંચો:  78 વર્ષનાં કાકાને 18 વર્ષની યુવતી સાથે થઈ ગયો સાચો પ્રેમ!  

    30 વર્ષ નાના વ્યક્તિ સાથે પ્રેમ થયો


    રિપોર્ટ અનુસાર, ડેબોરા પોતાની નાની દીકરી સાથે ઓક્ટોબર 2017માં આફ્રિકાના તાન્ઝાનિયા ફરવા ગઈ હતી. તે એક દિવસ ઝાંઝીબાર બીચ પર ચાલી રહી હતી ત્યારે તેણે તાન્ઝાનિયાના માસાઈ જનજાતિના બે લોકોને જોયા. તેણે મસાઈ લોકોને ક્યારેય જોયા ન હતા તેથી તે તેમની સાથે ફોટો પડાવવા માંગતી હતી. તેમાંથી એકનું નામ સાયટોટી બાબુ હતું જે 30 વર્ષનો હતો. તેને ડેબોરા પહેલી નજરે જ ગમી ગઈ. સાયટોટી મસાઈ જનજાતિનો હતો પરંતુ તે જંગલમાં રહેતો ન હતો. તેનું જીવનધોરણ સારું હતું. તેણે ડેબોરાને તેનો નંબર આપ્યો અને તેને ફોટો મોકલવા કહ્યું. ડેબોરા જ્યાં સુધી આફ્રિકામાં રહી ત્યાં સુધી સાયટોટીએ તેની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું અને જ્યારે તે અમેરિકા પરત ફરી ત્યારે તે ખુબ જ નિરાશ થયો.



     આ પણ વાંચો: સાહેબ! મને પ્રેમી સાથે પરણાવી જ દો નહીં તો...પોલીસ સ્ટેશને પહોંચેલી પ્રેમિકાએ પકડી જીદ

    બંનેએ કરી લીધા લગ્ન


    તે દરરોજ ફોન કરતો અને ધીમે ધીમે તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને ડેબોરાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો. ડેબોરા પણ તેને પસંદ કરવા લાગી તેથી તેણે તેના બાળકોને તેના વિશે પૂછ્યું, જેમણે આ સંબંધ માટે મંજૂરી આપી. ત્યારબાદ તે ડિસેમ્બર 2017માં તાન્ઝાનિયા ગઈ અને ત્યાં મસાઈ રીતે લગ્ન કર્યા. તેઓએ જુલાઈ 2022 માં કાયદેસર રીતે લગ્ન પણ કર્યા અને હવે બંને તાન્ઝાનિયામાં સાથે રહે છે. ડેબોરા વીજળી અને પાણીની ગેરહાજરીમાં પણ ખુશીથી જીવે છે અને તે કહે છે કે સાયટોટી તેને ખૂબ પ્રેમ કરે છે. જો કે, લોકો ઘણીવાર બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે અને તેણીને દાદી કહે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તેણે સાયટોટીને દત્તક લીધો છે.
    Published by:Damini Damini
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन