Home /News /eye-catcher /

9થી 5ની નોકરીથી કંટાળેલી મહિલા બનાવી એડલ્ટ વેબસાઈટ, કરે છે મહિને લાખોની કમાણી

9થી 5ની નોકરીથી કંટાળેલી મહિલા બનાવી એડલ્ટ વેબસાઈટ, કરે છે મહિને લાખોની કમાણી

બે બહેનોએ મળી બનાવી એડલ્ટ વેબસાઇટ, કરે છે લાખોમાં કમાણી

કી પોતાની નોકરી અને તેના કામથી ખુબ જ કંટાળી ચુક્યા હતા અને નોકરી છોડવાનો વિચાર કરી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની પિતરાઈ બહેન સાથે એક એડલ્ટ કંટેન્ટ (Adult Content) સાઈટ શરૂ કરી જે હાલમાં ખુબ પ્રખ્યાત બની છે.

  ઈંગ્લેન્ડના હર્ટરપુલની રહેવાસી 42 વર્ષીય બેકી શાર્પ એક કંપનીમાં પેરોલ મેનેજર તરીકે કાર્યરત હતા. બેકી પોતાની નોકરી અને તેના કામથી ખુબ જ કંટાળી ચુક્યા હતા અને નોકરી છોડવાનો વિચાર કરી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની પિતરાઈ બહેન સાથે એક એડલ્ટ કંટેન્ટ (Adult Content) સાઈટ શરૂ કરી જે હાલમાં ખુબ પ્રખ્યાત બની છે.

  આ પણ વાંચો-Nora Fatehi: હિરોઇને ડિપ નેક બ્લાઉઝમાં શેર કરી તસવીરો, ટ્રોલર્સે કહ્યું- 'કોઇ જાતની શરમ નથી'

  ખાનગી કંપનામાં કામ કરતા મોટાભાગના લોકો પોતાની નોકરીથી નાખુશ અને કંટાળેલા જોવા મળતા હોય છે. એવા ઘણા લોકો છે જે કામનું પ્રેશર, બોસના ઠપકા અને વર્કલોડને સહન કરવામાં સક્ષમ નથી હોતા. આવા લોકો પોતાની નોકરી છોડવા અંગે વિચાર તો ઘણા કરે છે પણ તેમની પાસે કોઈ અન્ય વિકલ્પ ના હોવાથી તેમને તે જ નોકરીમાં ટકી રહેવાની ફરજ પડતી હોય છે. આવુ જ કંઈક ઈંગ્લેન્ડની એક મહિલા સાથે પણ બન્યું. જે પોતાની 9થી 5ની નોકરીથી કંટાળી ચુકી હતી અને નોકરી છોડવા માંગતી હતી. ત્યારે આ મહિલાએ પોતાની પિતરાઈ બહેન સાથે મળીને એક વેબસાઈટ(Website) શરુ કરી જે આજે દર મહિને લાખો રુપિયાની કમાણી કરે છે.  ઈંગ્લેન્ડના હર્ટરપુલની રહેવાસી મહિલા બેકી શાર્પ એક કંપનીમાં પેરોલ મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. બેકી પોતાની આ નોકરીથી નાખુશ અને કંટાળેલી હતી. જેને લઈને તે નોકરી છોડવાનો વિચાર પણ કરી રહી હતી. આ દરમ્યાન જ તેને જાણ થઈ કે તેમની પિતરાઈ બહેન ચેલ્સી ફાર્ગસનની માતા કેંસર પીડીત છે અને તેમના સારવાર માટે પૈસાની જરૂર છે. બેકીએ ચેલ્સીની મદદ કરવાનું નક્કી કર્યું, ત્યારે તેની પિતરાઈ બહેન ચેલ્સીએ તેને કહ્યું કે તે પોતાની માતાની સારવાર માટે પૈસા ભેગા કરવા માંગે છે. જેની માટે તે સેક્સ વર્કર્સની એક વેબસાઈટ શરૂ કરવાની છે.

  આ પણ વાંચો-Weekendમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ક્યાં અને શું કરતી જોવા મળી, જુઓ PHOTOS

  ચેલ્સી પોતે એક સ્ટ્રીપર (Stripper) તરીકે કામ કરતી હતી. તેથી બેકી પણ એ જાણતી હતી કે આવા બિઝનેસ સુટ-બુટ વાળા પુરુષો દ્વારા ચલાવવામાં આવે છે. જે મહિલાઓને સહેજ પણ વિચાર કર્યા વગર માત્ર પોતાનો લાભ જ જુએ છે. તેથી બેકી અને ચેલ્સીએ એક એવી વેબસાઈટ બનાવાનું નક્કી કર્યું કે જે એડલ્ટ કંટેંટ ક્રીએટર્સ માટે સલામત હોય અને તેમને પણ આનાથી લાભ થાય.

  વર્ષ 2018માં બન્નેએ મળીને એડમાયરમી.વીઆઈપી (AdmireMe.VIP) નામની વેબસાઈટની શરુઆત કરી. હાલમાં બેકી આ વેવબાઈટની સીઈઓ છે. આ વેબસાઈટે ઘણા જ ઓછા સમયમાં એડલ્ટ સબસ્ક્રિપ્શન સાઈટ (Adult Subscription Site) ઓન્લીફેન્સ (Onlyfans)ને ટક્કર આપી અને ટુંક સમયમાં પોતાની નોકરી છોડી બેકી પણ આ કામમાં જોડાઈ. બન્ને બહેનોએ પોતાની આ વેબસાઈટથી જલ્દી જ લાખો કમાવાનું શરું કરી દીધું.

  હાલ આ કંપની 15 લોકોના સ્ટાફ સાથે કાર્યરત છે. એટલું જ નહીં બેકીની બંન્ને દીકરીઓ, બેકીની માતા અને બહેન મળીને આ વેબસાઈટ ચલાવી રહ્યા છે. આ કંપનીનું હેડક્વાર્ટર પણ હાર્ટરપુલમાં જ ખોલવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે આ કંપની સેક્સ વર્ક કરનાર મહિલાઓ વિશે વિચારે છે કેમ કે આવી જ મહિલાઓ કંપની ચલાવી રહી છે. આ કંપની એવી બીજી કંપનીઓ જેવી બિલકુલ નથી જેને માત્ર પુરુષો જ ચલાવે છે. બેકીનું કહેવું છે કે તેમની બહેન ચેલ્સી પોતે એક સ્ટ્રીપર રહી છે. જેને કારણે તે બન્નેના મનમાં સેક્સ વર્કર્સ માટે ઘણી સહાનુભૂતી છે. આ જ કારણે તે કંટેંટ ક્રીએટર્સને પણ સારા પૈસા આપે છે. સાથે જ વેબસાઈટના સુધારા પર પણ માટી રકમ ખર્ચે છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Adult content creators, Adult Website

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन