Home /News /eye-catcher /મહિલા પર 8 ફૂટ લાંબા મગરે કર્યો હુમલો, ખાઈ ગયો અડધું શરીર

મહિલા પર 8 ફૂટ લાંબા મગરે કર્યો હુમલો, ખાઈ ગયો અડધું શરીર

ધ ગાર્જિયન ન્યૂઝમાં છપાયેલી ખબર મુજબ 30 વર્ષની મૌરિના રંડે નદીના કિનારે માછલી પકડવા જતી વખતે પોતાના બાળકને નજીકમાં જ રમવા માટે મૂક્યું હતું. પણ થોડીવારમાં જ મૌરિનાએ પોતાના 3 વર્ષના બાળકની ચીસો સંભળાઇ, તેણે દોડીને જોયું તો એક મોટો મગર તેના બાળકને પકડીને પાણીની અંદર ખેંચી રહ્યો હતો.

45 વર્ષીય મહિલા સમુદ્ર કિનારે હિલ્ટન હીડ આઈલેન્ડ પર બનેલા એક રિસોર્ટમાં રજાઓની મજા માણવા ગઈ હતી.

અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક વિશાળકાય મગરમચ્છ એક મહિલાને ખાઈ ગયો. મગરમચ્છે મહિલાના શરીરનો અડધો ભાગ ખાઈ લીધો હતો. મગરમચ્છે મહિલા પર હુમલો ત્યારે કર્યો, જ્યારે તે ગોલ્ફ કોર્સ પાસે પોતાના પાળેલા કૂતરાને બચાવી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સોમવારની છે. 45 વર્ષીય મહિલા સમુદ્ર કિનારે હિલ્ટન હીડ આઈલેન્ડ પર બનેલા એક રિસોર્ટમાં રજાઓની મજા માણવા ગઈ હતી. સોમવારે સવારે તે ગોલ્ફ કોર્સમાં પોતાના પાળેલા કૂતરા સાથે ફરી રહી હતી. તે દરમ્યાન કૂતરૂ ગોલ્ફ કોર્સના બોર્ડર પર જતુ રહ્યું. ત્યાં ખતરો હોવાની આસંકાને જોઈ મહિલા કૂતરાને બચાવવા માટે તેની પાછલ દોડી. તે કૂતરાને પકડવાની કોશિસ કરી રહી હતી. પરંતુ, તે જ સમયે અચાનક મગરમચ્છે મહિલા પર હુમલો કરી દીધો. મગરમચ્છે પોતાના ઝબડામાં મહિલાને ઝકડી દીધી, અને જોત-જોતામા તો મગરમચ્છ મહિલાનું અડધુ શરીર ખાઈ ગયો.

ત્યાં હાજર રહેલા અન્ય એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, મહિલા પોતાના કૂતરા પાછળ ભાગી રહી હતી. એટલામાં લગભગ 8 ફૂટ લાંબા એક મગરમચ્છે તેની પર હુમલો કરી દીધો. મગરમચ્છ મહિલાનો પગ પકડી તેને પાણીમાં ખેંચી ગયો. જ્યાં સુધીમાં ગોલ્ફ કોર્સમાં હાજર રહેલા ગાર્ડ્સ તેને બચાવવાની કોશિસ કરવા દોડ્યા, ત્યાં સુધીમાં તો ખુબ મોડુ થઈ ગયું હતું. મગરમચ્છે મહિલાનું અડધુ શરીર ચાવી કાઢ્યું હતું.
First published:

Tags: After