ડાયેટિંગ નહીં, માત્ર Facebook-Instagram ડિલીટ કરીને મહિલાએ ઘટાડ્યું 31 કિલો વજન!
ડાયેટિંગ નહીં, માત્ર Facebook-Instagram ડિલીટ કરીને મહિલાએ ઘટાડ્યું 31 કિલો વજન!
સોશ્યલ મીડિયા પર સ્લિમ છોકરીઓને જોઈને બ્રેન્ડા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. (Image-Instagram)
નોર્થ લંડન (North London)માં રહેતી 33 વર્ષની બ્રેન્ડા ફિનએ (Brenda Finn) સોશ્યલ મીડિયા પર પોતાની વેઈટ લોસ જર્ની (Weight Loss Journey) શેર કરી. બ્રેન્ડાએ એક વર્ષમાં 31 કિલો વજન ઘટાડ્યું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વેઈટ લોસનું કારણ બ્રેન્ડા દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડિલીટ (Weight Loss Story) કરવાનું છે. માત્ર આ બે અકાઉન્ટ ડિલીટ કરીને તેણે વજન ઘટાડ્યું. જાણો કઈ રીતે?
દુનિયામાં આજના સમયે લોકો બહુ સોશ્યલ થઈ ગયા છે. અહીં સોશ્યલનો મતલબ એ નથી કે લોકો બહાર જઈને એકબીજાથી મળે છે. આજના સમયમાં સોશ્યલ એટલે કે પોતાના મોબાઈલમાં સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવું. લોકો પોતાનો મોટાભાગનો સમય આ પ્લેટફોર્મ પર પસાર કરે છે. સોશ્યલ મીડિયા બનાવવાનો હેતુ મનોરંજન અને ટાઈમ પાસ કરવાનો હતો પણ આજે આ પ્લેટફોર્મ્સ પર સમયનો બગાડ વધુ થાય છે. એવામાં નોર્થ લંડનની રહેવાસી બ્રેન્ડાએ પોતાનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કર્યું (Loose weight deleting social media account) અને ત્યાંથી બચેલો સમય પોતાના ફિટનેસ રૂટીનમાં લગાવ્યો. પરિણામ એ આવ્યું કે એક વર્ષમાં તેણે 31 કિલોથી પણ વધુ વજન ઘટાડ્યું.
બ્રેન્ડા પાછલા ઘણાં સમયથી વેઈટ લોસ કરવા માગતી હતી. આ પ્રકારની ડાયટ અને કેટલીય ટેકનિક અપનાવીને તે આવું કરી શકતી ન હતી. પણ હવે બ્રેન્ડાએ દાવો કર્યો છે કે ફક્ત મોબાઈલની બે એપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડિલીટ કરીને તેણે એક વર્ષમાં 31 કિલો વજન ઘટાડ્યું છે. બ્રેન્ડા મુજબ તે હંમેશાથી સ્થૂળકાય હતી પણ 2016થી 2019 વચ્ચે ખોરાકમાં બેદરકારી વધતાં તેણે પોતાનું વજન ઘણું વધારી નાખ્યું હતું. ગયા વર્ષે લોકડાઉનમાં તો તેનું વજન ઘણાં કિલો વધી ગયું. આ બધા માટે બ્રેન્ડાએ સોશ્યલ મીડિયાને જવાબદાર ગણાવ્યું. તેણે કહ્યું કે તેને ઓનલાઈન હેલ્ધી રહેવાની પોસ્ટ જોવા મળતી અને ઇરીટેટ થઈને તેણે અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા.
અચાનક ચમત્કાર થયો
બ્રેન્ડાએ કહ્યું કે જેવા તેણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યા તેના કપડા લૂઝ થવા લાગ્યા અને તેનું વજન ઘટવા લાગ્યું. તેને થયું કે જો તે સોશ્યલ મીડિયાથી દૂર ન થાત તો આ શક્ય ન બનત. તે હવે પોતાન સમય હેલ્ધી કૂકિંગ માટે આપે છે.
વજનથી પરેશાન થઈ ગઈ હતી
હવે બહુ સ્લિમ થઈ ચૂકેલી બ્રેન્ડાએ જણાવ્યું કે પોતાની ટીનએજથી જ તે મોટાપાથી પરેશાન હતી. તેણે ઘણાં પ્રયત્નો કર્યા પણ વજન ઓછું થવાનું નામ ન હતું લેતું. તેના ડાયેટમાં મોટેભાગે જંક ફૂડ હતું. જેમાં ઘણાં ચિપ્સ પેકેટ સામેલ હતા. તેને પોતાના ફોટોઝ જોવા પણ ગમતા ન હતા. તે એક્સરસાઈઝ કરતી પણ કોઈ ખાસ ફરક પડતો ન હતો. સોશ્યલ મીડિયા પર અન્ય પાતળી છોકરીઓને જોઈને તે વધુ દુઃખી થઈ જતી એટલે તેણે સોશ્યલ મીડિયા અકાઉન્ટ જ ડિલીટ કરી નાખ્યું. ધીરે-ધીરે તેણે શુગર કટ કરી અને જે સમય નેટ સર્ફિંગમાં નાખતી એને હેલ્ધી કૂકિંગમાં લગાવ્યો. પરિણામ એક વર્ષમાં 31 કિલોનો વેઈટ લોસ.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર