Home /News /eye-catcher /Gymમાં 'ઠરકી' પુરુષોને દૂર રાખવા મહિલાએ બનાવ્યો અદભુત Idea, હવે દૂરથી જ કરી દે છે સલામ

Gymમાં 'ઠરકી' પુરુષોને દૂર રાખવા મહિલાએ બનાવ્યો અદભુત Idea, હવે દૂરથી જ કરી દે છે સલામ

પ્રતિકાત્મક તસવીર

gym tiktok video: ઘણા પુરુષો ફ્લર્ટ કરવાના હેતુથી (Men Flirt with Women in Gym) આસપાસ ફરતા હોવાનો ઘણી સ્ત્રીઓનો દાવો કરે છે. પુરુષો ફ્લર્ટ કરતા હોવાથી તેઓ જીમમાં શાંતિથી વ્યાયામ કરી શકતી નથી.

  OMG: લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે. પુરુષો અને મહિલાઓ સુડોળ તથા સ્નાયુબદ્ધ બોડી બનાવવા માટે જીમ (men and women in gym) જાય છે. જોકે, જીમમાં જવાનો અનુભવ સ્ત્રી અને પુરૂષો માટે એક સમાન હોતો નથી. ઘણા પુરુષો ફ્લર્ટ કરવાના હેતુથી (Men Flirt with Women in Gym) આસપાસ ફરતા હોવાનો ઘણી સ્ત્રીઓનો દાવો કરે છે. પુરુષો ફ્લર્ટ કરતા હોવાથી તેઓ જીમમાં શાંતિથી વ્યાયામ કરી શકતી નથી.

  પુરુષો કસરતમાં મદદ કરવાના બહાને સ્ત્રીની નજીક જવાનો પ્રયાસ કરતા હોય છે. આવી સ્થિતિમાં શું કરવું તેનો આઈડિયા ઘણી સ્ત્રીઓને હોતો નથી. જોકે, એક મહિલાએ પુરુષોને પોતાનાથી દૂર રાખવા માટે અદ્ભુત આઈડિયા વિચાર્યો (Woman Shares Idea to Keep Away Men at Gym) છે અને તે આઈડિયાથી તેને સફળતા પણ મળી છે.

  પુરુષોને દૂર રાખવાનો આઈડિયા

  Tiktok પર blackmarketbagelsociety નામની મહિલાનું એકાઉન્ટ છે. મહિલાઓ જીમમાં આરામથી કસરત કરી શકે તે માટે તેણે જોરદાર આઈડિયા આપ્યો છે. જેથી કરીને (Woman Idea for Gym going females) પુરુષોથી બચી શકાય છે.

  ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, મહિલાએ આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેની એક્સરસાઇઝ દરમિયાન ઘણીવાર પુરૂષો તેને ઠીક કરવા આવતા હતા. મહિલાને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે તે તેની વધુ નજીક (Woman’s Idea to Keep Away Flirty Men at Gym) આવવા માંગતા હતા. પણ તે મહિલાએ મગજ દોડાવી તેને દૂર કરી દીધા હતા.

  આ પણ વાંચોઃ-Narmada: લગ્નમાં જાન આવી પણ વરરાજા નહીં, રાઠોડ પરિવારે દીકરીને ખાંડુ પ્રથાથી સાસરી વળાવી

  પુરુષોને દૂર રાખવા આ હતો મહિલાનો આઈડિયા

  મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે, તે ગરદન પર બ્રાઉન આઈ-શેડોનો ઉપયોગ કરી ઘાટું નિશાન (Woman make love bite on neck with eyeshadow) બનાવી લે છે. જેને દૂરથી જોતા તે લવ-બાઈટ (Woman make fake love bite on neck) જેવું લાગે છે. નોંધનીય છે કે, રોમાંસ દરમિયાન શરીર પર તેના પાર્ટનરના કારણે થતા ઘા ને લવ બાઈટ કહેવાય છે.

  આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ડીસા-રાધનપુર હાઈવે પર છકડો અને કાર વચ્ચે Accident, સાસુ-વહુનું ઘટના સ્થળે મોત, 13 ઈજાગ્રસ્ત

  મહિલાએ વધુમાં કહ્યું કે પુરુષો આઈ-શેડોના નિશાનને લવ-બાઈટ માની લે છે અને તેઓ મહિલાને પહેલાથી જ બોયફ્રેન્ડ હોવાનું સમજે છે. તેથી તેઓ તેની નજીક પણ આવતા નથી. મહિલાએ કહ્યું કે તે આવું એટલા માટે કરે છે કારણ કે તે ફ્લર્ટ કરવા અથવા સંબંધ બાંધવા નહીં માત્ર ફિટ થવા માટે જીમમાં જાય છે. જેથી પુરુષો તેની પાસે આવે અને તેની સાથે ફ્લર્ટ કરે તે તેને પસંદ નથી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ બજારમાં જ બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા, video viral

  લોકોએ કર્યા ખૂબ જ વખાણ

  લોકોએ મહિલાના મગજ અને ચતુરાઈના ખૂબ વખાણ કર્યા છે. ઘણા લોકોએ કહ્યું કે, હાલના સમયમાં મહિલાઓને સહન કરવું પડે છે. પોતાનો અનુભવ જણાવતી વખતે એક મહિલાએ કહ્યું કે, એકવાર તે રિયલના લવ-બાઈટ સાથે જિમ ગઈ હતી અને થોડી વાર પછી કોઈ પુરુષે તેના પર નજર ન કરી.
  Published by:ankit patel
  First published:

  Tags: Gym, TikTok video

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन