'હું સ્વર્ગ જોઇને આવી છું', 5 વાર હ્યદય બંધ-ચાલુ થયા બાદ મહિલાનો દાવો

News18 Gujarati
Updated: July 11, 2018, 10:05 PM IST
'હું સ્વર્ગ જોઇને આવી છું', 5 વાર હ્યદય બંધ-ચાલુ થયા બાદ મહિલાનો દાવો
પતિ સાથે મહિલા
News18 Gujarati
Updated: July 11, 2018, 10:05 PM IST
અમેરિકાના ફીનિક્સની રહેનારી ટીના હાઇન્સ બે મહિલા પહેલાં મૃત્યુના મુખમાં જઇને પાછી ફરી છે. પતિની સાથે તે માઉન્ટેન હાઇકિંગ પર ગયેલી ટીનાના હાર્ટે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. ટીનાનું હાર્ટ થોડાં કલાકમાં પાંચવાર બંધ થયું અને પાંચવાર રિસ્ટાર્ટ થયું. ટીનાનો દાવો છે કે હાર્ટબીટ બંધ થયા તે દરમિયાન તેણે સ્વર્ગનો સફર કર્યો અને તેનો સામનો જીસસ સાથે પણ થયો. આ ઘટનાનો ઉલ્લેખ તેણે પોતાની ફેસબૂક પોસ્ટમાં પણ કર્યો છે.

ટીના અને બ્રાયન હાઇકિંગ પર ગયા હતાં કે અચાનક તે બેહોશ થઇને પડી ગઇ. તેના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેની આંખ ખુલી હતી અને તેના શરીરમાં કોઇ પ્રકારનું હલનચલન થતું ન હતું. બ્રાયને ટીનાના ધબકારા પાછા લાવવા માટે તેને સીપીઆર (મેનુઅલી શોક) આપ્યો. હ્રદયે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ફરી અટકી ગયું. થોડીવારમાં જ પેરામેડિક્સની ટીમ ત્યાં પહોંચી ચૂકી અને તેઓ ટીનાનું હાર્ટ રિસ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતાં. ટીનાના હ્રદયના ધબકારા જવા અને પાછા આવવાનો સિલસિલો આવી જ રીતે પાંચવાર ચાલ્યો.

પાંચવાર હાર્ટબીટ બંધ થવા અને પાછા આવવાની વચ્ચે ટીનાએ એક અલગ જ અહેસાસ થયા હોવાનો દાવો કર્યો. જોન સી લિંકન ડીર વૈલી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ટીનાએ એક નોટ પર લખ્યું, "મેં સ્વર્ગ જોયું. તે એકદમ સાચું હતું. અહીં ખૂબ જ ચમકતા રંગ હતાં અને તેમની વચ્ચે કાળા રંગના ગેટ સામે જીસસ ઊભા હતાં. જીસસની પાછળ પીળા રંગની ચમક જોવા મળી રહી હતી."

ટીના અને બ્રાયન આ પ્રકારે પાંચવાર હાર્ટબીટ અટક્યા બાદ પણ ટીનાને ફરી જીવન મળવું એક ચમત્કાર માનવામાં આવી રહ્યું છે. ત્યાં જ, ટીનાની મદદ માટે પહોંચેલાં ફીનિક્સના ફાયરફાઇટર્સે પણ આ ઘટનાને એક ચમત્કાર જણાવી. એક ફાયરફાયટર પ્રમાણે, ટીનાને ત્રણવાર ઘટના સ્થળે અને બેવાર રસ્તામાં સીપીઆર આપવામાં આવ્યું હતું. મેં આજ સુધી કોઇને પાંચવાર આવા શોક આપ્યાં નથી. ત્યાં જ, બીજા ફાયરફાઇટરે કહ્યું કે, આ ઘટના ક્યારેય ભુલાઇ શકાશે નહીં. જોકે, થોડાં સપ્તાહની રિકવરી બાદ ટીનાને હોસ્પિટલમાંથી રિલીઝ કરી દેવામાં આવી હતી. તે હવે ડેફિબ્રિલેટર અને પેસમેકર પર છે, જે તેને ભવિષ્યમાં આવનાર અટેકથી બચાવશે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...