ભારતમાં લગ્ન (Marriage In India) દરમિયાન લોકો કન્યાના ઝવેરાત અને ઘરેણાં પર ખાસ નજર રાખે છે. તેને કેટલું સોનું આપવામાં આવ્યું છે, તે સંબંધીઓમાં ચર્ચાનો વિષય હોય છે.
ભારતમાં લગ્ન (Marriage In India) દરમિયાન લોકો કન્યાના ઝવેરાત અને ઘરેણાં પર ખાસ નજર રાખે છે. તેને કેટલું સોનું આપવામાં આવ્યું છે, તે સંબંધીઓમાં ચર્ચાનો વિષય હોય છે. ભારતમાં લગ્નો દરમિયાન, માત્ર કન્યા જ નહીં પરંતુ બધી સ્ત્રીઓ વધુને વધુ સોનું (Gold In Marriage) પહેરે છે. પરંતુ જો તમને લાગે કે માત્ર ભારતીય લગ્નોમાં જ આ મહત્વ જોવા મળે છે, તો તમે ખોટા છો. હાલના દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સમજાઈ જશે કે વિશ્વના લગભગ દરેક દેશમાં સોનાનું એટલું જ મહત્વ છે જેટલું ભારતમાં છે.
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા સોનાથી છલકાયેલી જોવા મળી રહી છે. આ સ્ત્રી તેના લગ્નમાં સોનાથી ઢંકાયેલી હતી. વીડિયોમાં મહિલા ખુશીથી ડાન્સ કરતી જોવા મળી હતી. તેના પતિ પણ તેની બાજુમાં ઉભા હતા. ઘણા લોકોએ વિડીયો જોયા પછી ટિપ્પણી કરી હતી કે, શેખ પતિ બનવાનો આ ફાયદો છે.
વીડિયો ક્યાંનો છે અને તેમાં દેખાઈ રહેલ કપલ કોણ છે, તે જાણી શકાયું નથી. વીડિયો gul__tasdan નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોતાની સાથે જ વાયરલ થઈ ગયો. અત્યાર સુધી હજારો લોકોએ તેના પર ટિપ્પણી કરી છે.
વીડિયો જોઈ રહેલા કેટલાક લોકોએ લખ્યું કે, સાઉદી અરેબિયામાં શેખોના ઘરનું લગ્ન આ રીતે હોય છે. તો, કેટલાક લોકોએ મહિલાની તુલના બપ્પી લહેરી સાથે કરી. તમને જણાવી દઈએ કે, ભારતના પ્રખ્યાત ગાયક બપ્પી લહેરી સોનાના ઘરેણાથી ભરેલા છે. આ મહિલાની સરખામણી તેમની સાથે કરવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર