પુત્રીની પ્રાપ્તી માટે લીધો માતાએ આ ટેક્નોલોજીનો સહારો, રિપોર્ટ જોઇને મુકાયા આશ્ચર્યમાં

અમેરિકાની સારહ ઇમબિયરોવિક્ઝ

અમેરિકાની એક મહિલાને લગ્ન પછી ત્રણ વર્ષ બાદ બાળકો ન થતાં તેણે આઇવીએફ ટેક્નોલોજીનો સહારો લીધો હતો.

  • Share this:
    અમેરિકાની એક મહિલાને લગ્ન પછી ત્રણ વર્ષ બાદ બાળકો ન થતાં તેણે આઇવીએફ ટેક્નોલોજીનો સહારો લીધો હતો. ત્યારબાદ તેણે આ ટેકનોલોજીના સહારે પહેલા પુત્રનો જન્મ આપ્યો પછી ફરીથી ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો. આમ મહિલા ખુબ જ ખુશ હતી. જોકે, તેમના પતિ પુત્રીની ઇચ્છા ધરાવતા હતા. જ્યારે ત્રીજી વખત તેમણે આજ ટેક્નોલોજીનો સહારો લઇને પ્રેગ્નેન્ટ થઇ ત્યારે એલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોઇને આશ્ચર્યમાં મુકાયા હતા.

    લગ્નના ત્રણ વર્ષ પછી બની માતા

    માતા બનવાની ખુશી અને તેનો અહેસાસસ ખાસ હોય છે. દરેક મહિલા માતા બનવાનું સપનું જોતી હોય છે. અમેરિકાની સારહ ઇમબિયરોવિક્ઝની સાથે કંઇ આવું જ થયું હતું. લગ્નના ત્રણ વર્ષ પછી પણ તેને સંતાન પ્રાપ્તી થઇ ન હતી. તેમણે સંતાન પ્રાપ્તી માટે ખુબ જ મહેનત કરી હતી. જોકે, તેઓ નિષ્ફળ રહ્યા હતા.

    IVF ટેક્નોલોજીની મદદ લીધી

    સારહ પ્રમાણે તેના લગ્નના ત્રણ વર્ષ થયા હતા છતાં પ્રેગ્નેન્ટ થવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તે નિષ્ફળ રહી હતી. તેણે વિટ્રો ફર્ટિલાઇજેશન (IVF) ટેક્નોલોજીની મદદથી સરાહને પહેલી વખત પુત્રનો જન્મ આપ્યો હતો. અને પછી ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો. પરંતુ તેના પતિ બિલ પુત્રી ઇચ્છતા હતા.

    અલ્ટ્રાસાઉન્ડમાં જોવા મળી ત્રણ પુત્રીઓ

    ત્રીજી વખત તેમને પ્રેગ્નેન્ટ થવામાં મુશ્કેલીઓ આવી હતી. ડોક્ટરના ખુબ જ પ્રયત્ન બાદ સરાહ ત્રીજી વખત પ્રેગ્નેન્ટ થઇ હતી. જ્યારે તેનું અસ્ટ્રાસાઉન્ટ કરવામાં આવ્યું ત્યારે તેના ગર્ભમાં ત્રણ પુત્રીઓ હતી. આ જોઇને દંપતી ખુબ જ ખુશ હતું. હવે આ દંપતીને સાત બાળકો છે. ત્રણ પુત્રીઓ અને ચાર પુત્રોનો સમાવેશ થાય છે.
    Published by:ankit patel
    First published: