અનોખા મંદિરમાં જમીન પર એક રાત સુવાથી મહિલાઓ થઇ જાય છે પ્રેગ્નેન્ટ

News18 Gujarati
Updated: April 28, 2018, 4:50 PM IST
અનોખા મંદિરમાં જમીન પર એક રાત સુવાથી મહિલાઓ થઇ જાય છે પ્રેગ્નેન્ટ

  • Share this:
ભારતમાં દિવસેને દિવસે કોઈ ન કોઈ ચમત્કાર સાંભળવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે વાત કરી રહ્યા છીએ. જેને સાંભળી તમે હેરાન થઇ જશો. એક મંદિર જ્યાં ફ્લોર પર સુવાથી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ થઇ જાય. સાંભળીને થોડું વિચિત્ર લાગી રહ્યુ છે? પરંતુ તે સત્ય છે ભારતના એક મંદિરમાં એ માન્યતા છે કે અહીં ફ્લોર પર સુવાથી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે.

જી હા,ભારતના આ અનોખાં મંદિર વિશે, જ્યા ફક્ત ફ્લોર પર માત્ર એક રાત જ સુવાથી સ્ત્રીઓને સંતાન પ્રાપ્ત થાય છે. આમ તો તમે સાંભળ્યુ હોય કે સંતાન પ્રાપ્તિ સ્ત્રી અને પુરૂષના સંબંધથી થાય છે અને સંતાન પ્રાપ્તી ન હોવાનું કારણ  શુક્રાણુઓની કમી માનવામાં આવે છે. તો પણ સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે કેટલાય પ્રયત્નોમાંથી પસાર થાય છે, પરંતુ અહીં માત્ર ફ્લોર પર સુવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.

હિમાચલના મંડી જિલ્લા ભડ ભંડોલ તહસીલના સિમસ નામના સ્થાન પર એક દેવીનું મંદિર છે જ્યાં તે માન્યતા છે કે નિ:સંતાન મહિલાઓએ મંદિરના ફ્લોર પર સુવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. નવરાત્રીમાં હિમાચલના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી આવી હજારો મહિલાઓએ આ મંદિર તરફ આગળ વધી છે, જેને સંતાન નથી. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભડ-ભડોલ તહસીલના સિમસ નામના ખુબસુરત સ્થાન પર માતા સિમસા મંદિર દૂર-દૂર સુધી પ્રસિદ્ધ છે. માતા સિમસાયા દેવી સિમસના સંતાન-દાત્રીના નામથી પણ ઓળખાય છે.દરેક વર્ષે અહીં નિ:સંતાન દંપતી સંતાન મેળવવાની ઇચ્છા લઇને માતાના દરબારમાં આવે છે. નવરાત્રીમાં યોજાનાર આ વિશેષ ઉત્સવમાં સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે.સલિન્દરાનો અર્થ છે સ્વપ્ન આવવુ. નવરાત્રીમાં નિ:સંતાન મહિલાઓ મંદિર પરિસરમાં એકઠી થાય છે અને દિવસ રાત મંદિરના ફ્લોર પર સુવે છે. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ માતા સિમસા પ્રત્યે શ્રદ્ધાથી લઇને મંદિરમાં આવે છે. તેને માતા સિમસા સ્વપ્નમાં માનવ સ્વરૂપમાં અથવા પ્રતીકરૂપે દર્શન આપીને સંતાનના આશીર્વાદ આપે છે.

માન્યતા અનુસાર, જો કોઈ સ્ત્રી સ્વપ્નમાં કોઈ કંદ-મૂળ અથવા ફળ પ્રાપ્ત કરે છે તો તે સ્ત્રીને સંતાનના આશીર્વાદ મળે છે. અહીં સુધી કે દેવી સિમસા આવનાર સંતાનનું લિંગ-નિર્ધારણનો પણ સંકેત આપે છે.

જેમ કે, જો કોઈ સ્ત્રીને અમરૂતનું ફળ મળે છે તો સમજવું કે પુત્રજન્મ થશે. જો કોઇને સ્વપ્નમાં ભિડી પ્રાપ્ત થાય છે તો સમજવું કે સંતાનમાં પુત્રી પ્રાપ્ત થશે. જો કોઈને મેટલ, લાકડું અથવા પત્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સમજવુ કે તેને સંતાન નહીં થાય. કહેવાય છે કે નિસંતાન વગર સપનું પ્રાપ્ત હાંસલ કર્યા બાદ પણ જો કોઈ સ્ત્રી પોતે મંદિર પરિસરમાંથી હટતી નથી તો તેના શરીરમાં ખુજલી ભરેલા લાલ-લાલ રંગનો ઉદભવ થાય છે. તેને મજબૂરીથી ત્યાંથી જવુ પડે છે.
First published: April 28, 2018, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading