Home /News /eye-catcher /

ગર્ભપાત કરાવેલ 4 માસનું ગર્ભ નીકાળ્યું 15 વર્ષ પછી, ડોક્ટરો પણ થઈ ગયા shocked

ગર્ભપાત કરાવેલ 4 માસનું ગર્ભ નીકાળ્યું 15 વર્ષ પછી, ડોક્ટરો પણ થઈ ગયા shocked

લગભગ ચાર મહિનાનો ગર્ભ કેલ્સિફાઇડ થઇને પથ્થર થઇ ગયો હતો.

લગભગ ચાર મહિનાનો ગર્ભ કેલ્સિફાઇડ થઇને પથ્થર થઇ ગયો હતો.

નાગપુર: શહેર પાસેના ગામડામાં રહેતી 52 વર્ષની મહિલા પેટમાં છેલ્લા 15 વર્ષથી કેલ્શ્ફાઈડ થયેલો લગભગ ચાર મહિનાનો ગર્ભ દેખાતા ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. 15 વર્ષ પહેલા તેને પ્રેગ્નન્સી રહી હતી પરંતુ વધારે બાળકો ન જોઈતા હોવાના કારણે તેણે ગાયનેકોલોજીસ્ટ પાસે અબોર્શન કરાવી લીધું હતું અને તેમણે કન્ફર્મ પણ કર્યુ હતું કે અબોર્શન થઈ ગયું છે.

છેલ્લા ત્રણ વર્ષથી પેટમાં પીડા, એસિડિટી અને ગેસને કારણે બેચેનીથી પરેશાન રહેતી હતી. પાંચ વર્ષ પહેલાં તેમનું માસિક બંધ થઇ ગયું હતું અને માસિકને લગતી કોઇ સમસ્યા પણ નહોતી. તેમણે પેટની તકલીફો વધતા પેટના ડોકટર પાસે લઇ જવામાં આવી. નાગપુરના એક નર્સિંગ હોમમાં સઘન તપાસ માટે આખા બોડીનું સ્કેનિંગ કરવામાં આવ્યું તો ખબર પડી કે તેનાં આંતરડામાં બાહ્ય દબાણને કારણે બ્લોકેજ આવી રહ્યું છે. જયારે ડોકટરોએ એ બ્લોકેજ દૂર કરવા લેપ્રોસ્કોપિક સર્જરી કરી તો ખબર પડી કે અંદર તો પથ્થર થઇ ગયેલો ભ્રુણ છે.

આખરે ડોકટરોએ પેટ ખોલીને અંદર જોયું તો લગભગ ચાર મહિનાનો ગર્ભ કેલ્સિફાઇડ થઇને પથ્થર થઇ ગયો હતો. તેના પગ, હાથ વિકસી રહ્યા હતા. આ ગર્ભનો એકસ-રે કરતાં એમાં કરોડજજુ અને હાડકાંનું માળખું જોઇ શકાય એવું હતું. બે કલાકની સર્જરીમાં ડોકટરોએ મૃત ગર્ભને કાઢી લીધું. જોકે તેના ગર્ભાશય, ફેલોપિયન ટયુબ અને અન્ય અવયવોને કોઇ ડેમેજ થયું નથી.
First published:

Tags: Medical science, Woman

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन