યુવકે કર્યુ મેરેજ માટે પ્રપોઝ, યુવતી ઉત્સાહમાં કૂદી તો 650 ફૂટની ઊંચાઈએથી ખીણમાં ખાબકી

યુવકે કર્યુ મેરેજ માટે પ્રપોઝ, યુવતી ઉત્સાહમાં કૂદી તો 650 ફૂટની ઊંચાઈએથી ખીણમાં ખાબકી
પ્રતીકાત્મક તસવીર

 • Share this:
  તમે સોશિયલ મીડિયા પર ઘણા પ્રપોઝ કરતા વીડિયો અને તસવીરો જોઇ હશે, જેમાં યુગલો એકલામાં એક બીજાને પ્રપોઝ કરતા જોવા મળે છે. પરંતુ તે કેટલું જોખમી હોઈ શકે છે તેનું ઉદાહરણ ઓસ્ટ્રિયામાં જોવા મળ્યું છે. ઓસ્ટ્રેયાની ફાલકર્ટ પહાડીઓમાં 27 વર્ષીય વ્યક્તિ તેની 32 વર્ષીય પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. ગર્લફ્રેન્ડએ બોયફ્રેન્ડને "હા" કહીને જવાબ આપ્યો અને તે એટલી ખુશ થઇ ગઇ કે તે એકદમ ઉછળી પડી હતી. જેમાં તેનો પગ લપસી ગયો અને તે 650 ફૂટ ઊંચાઈ પરથી ખીણમાં નીચે ખાબકી ગઇ.

  નીચે પડતા પડતા પણ પ્રેમિકાએ આંખમાં આંસુ સાથે, લાગણીસભર અવાજમાં બોયફ્રેન્ડને કહ્યુંઃ હા, હું તારી સાથે જ લગ્ન કરીશ. પ્રેમિકા જેવી નીચે પડી તે પ્રેમીએ પણ તેની પાછળ કૂદકો માર્યો હતો. પરંતુ તે 50 ફૂટ નીચે જઇને એક બીજી ચટ્ટાન પર પડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, પહાડો પર બરફની ચાદર છવાયેલી હોવાના કારણે બંનેના જીવ બચી ગયા. આ દૂર્ઘટના 27 ડિસેમ્બર 2020ના થઇ હતી. આ કપલે એક દિવસ પહેલા જ આ પહાડી પર ટ્રેકિંગ કર્યું હતું.  અમદાવાદ : "જો ઉખાડના હે વો ઉખાડ લો, દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા," વાહનચાલકે પોલીસને આપી ધમકી

  બરફ પર પડવાથી યુવતીનો જીવ બચી ગયો પરંતુ એને હાથ-પગ-કમરમાં ઈજા થઈ હતી. તેની પાછળ પાછળ ખીણમાં પડેલો તેનો બોયફ્રેન્ડ પણ ઈજાગ્રસ્ત થયો હતો. દૂરથી બીજા પ્રવાસીઓએ આ દ્રશ્ય જોયું હશે. એમાંથી કોઈએ ઈમરજન્સી સર્વિસમાં મદદ માટે કોલ કર્યો. અંતે હેલિકોપ્ટરની મદદથી બંનેને ઊંડી ખીણમાંથી સલામત રીત ઉપર લાવવામાં આવ્યાં.

  કોસંબામાંથી ઝડપાયો વોન્ટેડ નક્સલી, ત્રણ વર્ષથી કરી રહ્યો હતો એક કંપનીમાં કામ  રેસ્ક્યુ ટીમના અધિકારીએ કહ્યું કે, યુવક-યુવતી ખરેખર ખૂબ જ નસીબદાર કહેવાય. આટલી ઉપરથી પડયા પછી પણ બચાવ થયો એ જ મોટો ચમત્કાર છે. બંનેને તરત સારવાર અપાઈ હોવાથી સ્થિતિ ખતરાથી બહાર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:January 03, 2021, 11:56 am