Home /News /eye-catcher /

OMG: લોકોને બેલી ફેટ દેખાડીને આ મહિલા કરે છે લાખોની કમાણી, અનેક બ્રાન્ડ્સ કરાવે છે પ્રમોશન

OMG: લોકોને બેલી ફેટ દેખાડીને આ મહિલા કરે છે લાખોની કમાણી, અનેક બ્રાન્ડ્સ કરાવે છે પ્રમોશન

મોટુ પેટ દેખાડીને આ મહિલા કરે છે લાખોની કમાણી

ઘરે બેઠેલી એક મહિલા દર મહિને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. ક્યારેક તો આ કમાણી તેનાથી પણ વધુ થઈ જાય છે. આ મહિલાનું નામ એન્ટોનિયા ગ્રાહમ (Antonia Graham) છે. જેણે કમાણીની એક અનોખી રીત શોધી (Unique Way To Earn Money) કાઢી છે.

વધુ જુઓ ...
    લોકો પૈસા કમાવવા માટે મહેનત કરે છે. કામના તણાવમાં લોકો પોતાના સ્વાસ્થ્ય (Health)નું ધ્યાન પણ નથી રાખતા. પરંતુ આ દુનિયામાં કેટલાક લોકો એવી રીતે પૈસા કમાઇ (Earn Money) રહ્યા છે કે કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. આવો જ એક કિસ્સો યુકેમાં સામે આવ્યો છે, જ્યાં ઘરે બેઠેલી એક મહિલા દર મહિને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. ક્યારેક તો આ કમાણી તેનાથી પણ વધુ થઈ જાય છે. આ મહિલાનું નામ એન્ટોનિયા ગ્રાહમ (Antonia Graham) છે. જેણે કમાણીની એક અનોખી રીત શોધી (Unique Way To Earn Money) કાઢી છે.

    આ પણ વાંચો- Viral Video : તાળા વગર જ દરવાજો થશે લોક, લોકોએ ડિઝાઇનના કર્યા ભરપૂર વખાણ

    પોતાની નબળાઇને બનાવી તાકાત

    'ધ સન'માં પ્રકાશિત અહેવાલ અનુસાર કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા કમાણી કરવાની ઘણી રીતો ગૂગલ પર સર્ચ કરી હતી. આપત્તિમાં તકો શોધતી વખતે ઘણા લોકો આ બાબતમાં સફળ પણ થયા હતા. પરંતુ યુકેની એન્ટોનિયાની સામે આવી કોઈ મજબૂરી નહોતી. આ સુંદર મહિલાના વધેલા વજન અને પેટની ચરબીની લોકોએ મજાક ઉડાવી હતી. પરંતુ નિરાશ થવાને બદલે તેણે શરીરના એ જ ભાગને કમાણીનું સાધન બનાવી દીધું. આજે તે ઘરે આરામથી બેસીને ખાઇ પીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.




    10 મિનિટમાં કરે છે હજારોની કમાણી

    થોડા દિવસ પહેલા એક મહિલા પોતાના ફાર્ટને વેચીને લાખો રૂપિયા કમાઇ રહી હોવાના અહેવાલ આવ્યા હતા. આવી જ અનોખી રીત શોધી ચૂકેલી એન્ટોનિયાએ ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે. એન્ટોનિયાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફેન ફોલોઇંગના આધારે તે 5થી 10 મિનિટના ઓનલાઇન સેશનમાં પોતાની ફાંદ બતાવીને હજારો રૂપિયા ફી લે છે. 25 વર્ષીય એન્ટોનિયા ગ્રેહામે પોતાના ફેન્સ સાથે પૈસા કમાવવાની અજીબ રીત શેર કરી છે.

    આ પણ વાંચો- તોફાની ગંગામાં મહાવતને પીઠ પર બેસાડી વહેવા લગ્યો હાથી, ડૂબતા-બચતા જોઈને લોકોના અટક્યા શ્વાસ

    આ રીતે કરે છે લાખોની કમાણી

    એન્ટોનિયાએ ઓનલીફેન પર એક એકાઉન્ટ બનાવ્યું છે. આ સાઇટ પર તે લોકોને તેના ખાવાના વીડિયો અને ફોટો બતાવે છે. જેને ફેડેરીસમ કિંક કહેવામાં આવે છે. મહિલાને ખાતી જોવાનું તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. આ સાથે જ તેના પેટની ચરબી જોઇને તેઓ ખુશ થઇ જાય છે. એન્ટોનિયાએ જણાવ્યું કે પહેલા તો તે પોતાના વજનને લઇને ખૂબ જ ચિંતિત હતી. પરંતુ હવે તેણે આ વજનને પોતાની કમાણીનું સાધન બનાવી લીધું છે. પોતાના વીડિયોમાં તે મેક ડી, કેએફસી અને ડોમિનોઝ જેવી કંપનીઓને પ્રમોટ કરે છે અને તેમની પાસેથી સારી એવી ફી લે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Body shaming, Lifestyle, OMG News, Trending, Trolled

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन