મહિલાએ 20 વર્ષના યુવક સાથે પઢ્યા નિકાહ, પછી બહેનો સાથે મળીને કર્યું ‘આવું’

News18 Gujarati
Updated: July 19, 2018, 3:08 PM IST
મહિલાએ 20 વર્ષના યુવક સાથે પઢ્યા નિકાહ, પછી બહેનો સાથે મળીને કર્યું ‘આવું’
પ્રતિકાત્મક તસવીર

પશ્વિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક ખુબજ ડરાવી દેનારી ઘટના બની છે.

  • Share this:
પશ્વિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક ખુબજ ડરાવી દેનારી ઘટના બની છે. અહીં રહેનારી મુમતાજ નામની મહિલાએ પોતાનાથી 20 વર્ષ નાના યુવક સાથે નિકાહ પઢ્યા હતા. મોહમ્મદ તનવીર સાથે નિકાહ કર્યા બાદ મુમતાજે તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતુ. પોતાના પતિ ઉપર મન ભરીને અત્યાચાર કર્યા હતા. આ કામમાં તેની બહેનોએ પણ સાથ આપ્યો હતો. મુમતાજે હેવાનિયતની બધી જ સીમાઓ પાર કરી દીધી હતી. જેને જાણીને તમારા હોશ ઉડી જશે.

મળતી માહિતી પ્રમાણે મુમતાજે બંદૂકન અણીએ તેના પતિના બંને કાન કાપી દીધી હતા. આખી ઘટનામાં પોલીસે તનવીરની પત્ની મુમતા સામે ફરિયાદ નોંધી છે. ઘટનાન અંજામ આપ્યા પછી જ મુમતાજ પોતાની બહેનો સાથે ફરાર થઇ ગઇ છે. બીજી તરફ તનવીરને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ તનવીરે વર્ષ 2016માં મુમતાજ સાથે લગ્ન કર્યા હતા. મુમતાજ તનવીરની પડોશી હતી. લગ્ન પછી મુમતાજે તનવીર ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી પરેશાન થઇને તનવીરે અનેક વખત ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મુમતાજે તેને શોધીને પાછો ઘરે લઇને આવતી હતી. તનવીરની માતા પણ મુમતાજ સામે પોતાના પુત્ર માટે રહેમની ભીખ માગતી હતી.

માતાએ મકાન વેચીને બધા પૈસા આપી દીધા હતા. જેથી તે પોતાના પુત્રને છોડી દે. પરંતુ પૈસા લીવા છતાં પણ તનવીરને ન છોડ્યો. આમ એક દિવસ મુમતાજે પોતાની બહેનો સાથે મળીને તનવીરના કાન કાપી લીધા હતા. ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
First published: July 19, 2018, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading