Viral Video: 26માં માળે કામ કરી રહ્યા હતા મજૂર, મહિલાએ ગુસ્સામાં આવીને દોરડું કાપી નાખ્યું, જાણો મજૂરોનું શું થયું

મહિલાનું આ પાગલપન દુનિયાભરમાં ચર્ચા (Viral News) જગાવી રહી છે

Viral News- મજૂરોને 26માં માળે લટકતા છોડી દીધા હતા, સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થઇ રહ્યા છે

  • Share this:
    માણસનો ગુસ્સો, પાગલપન ઘણી વખત એ સ્તરે પહોંચી જાય છે પોતાના વિચારવાની-સમજવાની ક્ષમતા ખોઈ બેસે છે. કાંઇક આવું જ એક મહિલાએ કર્યું છે. તેણે ગુસ્સામાં આવીને 100 ફૂટની ઉંચાઇ પર કામ કરી રહેલા મજૂરોનું દોરડું કાપી (woman cut rope holding painters)નાખી હત્યું. મહિલાનું આ પાગલપન દુનિયાભરમાં ચર્ચા (Viral News) જગાવી રહી છે.

    રિપોર્ટ પ્રમાણે મહિલાને ગુસ્સો એ વાતનો હતો કે તે દિવસે કલર કામ કરી રહેલા મજૂરોએ કહ્યું હતું કે તે કામ કરવાના નથી. આમ છતા જ્યારે તે બારી બહાર લટકતા જોવા મળ્યા તો ગુસ્સે થયેલી મહિલાએ તેમનું દોરડું કાપી નાખ્યું હતું અને તેમને 26માં માળે લટકતા છોડી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થઇ રહ્યા છે.

    આ પણ વાંચો - ભરપેટ ખાધા પછી પણ ભૂખી મરી ગઈ માછલી, મોઢાની અંદર છુપાયેલ હતો આવો ચોર!

    વાયરલ થઇ રહેલા સમાચાર પ્રમાણે મહિલાએ દોરડું કેમ કાપ્યું તો સ્પષ્ટ રીતે તો કોઇ માહિતી સામે આવી નથી. જોકે બતાવવામાં આવી રહ્યું છે કે કલર કામ કરતા મજૂરને બારીમાંથી જોયા પછી તે ખરાબ રીતે ક્રોધિત થઇ હતી. તેને પહેલાથી એ બતાવવામાં આવ્યું ન હતું કે કયા દિવસે કામ કરવાના છે. થાઇ મીડિયા રિપોર્ટ પ્રમાણે મજૂર ગીત ગાઇને પોતાના મિત્રો સાથે બિલ્ડિંગ પર કામ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી. 26માં માળે રહેતા લોકોએ બારી ખોલીને બંને મજૂરોના જીવ બચાવ્યા હતા.


    આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

    સાબિતી દેખાડ્યા પછી મહિલાએ માની ભૂલ

    જ્યારે પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો તો મહિલાએ પોતાને જવાબદાર માનવાથી ઇન્કાર કર્યો હતો. જ્યારે પોલીસ આરોપી મહિલા અને તેના વકીલ પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી તેમને તૂટેલા દોરડાના ફિંગરપ્રિન્ટ અને ડીએનએ તપાસની સાબિતી બતાવી હતી. આ પછી  મહિલાએ પોતાની ભૂલ માની હતી. જોકે તેણે સ્વીકાર કર્યો કે તે કોઇપણ વર્કરનો જીવ લેવા માંગતી ન હતી. હાલ કેસ નોંધવામાં આવ્યો છે અને ગુનો સાબિત થશે તો 20 વર્ષની જેલની સજા થઇ શકે છે.
    Published by:Ashish Goyal
    First published: