પ્રેમ કોઈ બંધન કે મર્યાદાને નથી જાણતું. જ્યારે પ્રેમ થાય છે, તો બસ થઈ જાય છે. અત્યાર સુધીમાં તમે કાસ્ટ અને જાતિ વગેરેના બંધનને પ્રેમમાં તૂટતા જોયા હશે. સમલૈંગિક લગ્નો પણ થોડા સમયથી થવા લાગ્યા છે. પરંતુ આપણે જે સ્ત્રીની વાત કરી રહ્યા છીએ તે મનુષ્ય (Woman Marries Ghost)ને બદલે આત્મા સાથે લગ્ન કરવાની છે. યુકેના ઓક્સફર્ડશાયરમાં (Oxfordshire)રહેતી બ્રોકર્ડેનું કહેવું છે કે તેને એક આત્મા ગમે છે અને તેના આત્મા પ્રેમીએ તેને હીરાની વીંટી સાથે પ્રપોઝ કર્યું છે. ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાના છે.
બ્રોકર્ડે જ્યારે ખુલાસો કર્યો કે તે આત્માને પ્રેમ કરે છે ત્યારે તે ચર્ચામાં આવી હતી. તેના મૃત પ્રેમીનો આત્મા તેને મળવા આવે છે. તેનો પ્રેમી બીજું કોઈ નહીં પરંતુ એડવર્ડો નામના વિક્ટોરિયન સૈનિક છે. આ વર્ષે જ તેની આ આત્મા સાથે મુલાકાત થઈ હતી. એડવર્ડો બ્રોકર્ડેના ઘરે આવ્યો અને તેના પ્રેમમાં પડ્યો હતો. હવે સ્થિતિ એવી છે કે બંને લગ્ન કરવાના છે.
આ લગ્ન માટેના પ્રપોઝલની વાર્તા પણ બ્રોકર્ડે શેર કરી હતી. તેમણે કહ્યું કે એડવર્ડોના આત્માએ તેના ઓશીકા પાસે હીરાની વીંટી મૂકી હતી. ત્યારબાદ બ્રોકર્ડે વીંટી પહેરી અને હા પાડી. એડવર્ડો વિશે વાત કરતાં બ્રોકર્ડે કહ્યું હતું કે તે લગભગ 35 વર્ષનો છે. અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. પરંતુ બ્રોકર્ડેને જોઈને તેનો આત્મા પ્રેમમાં પડ્યો અને બંને એક વર્ષથી સંબંધમાં છે.
બ્રોકર્ડે કહ્યું કે એડવર્ડો એકદમ શરમાળ અને રિઝર્વ રહેવાવાળો ભૂત છે. બ્રોકર્ડે જ્યારે મીડિયામાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો. તે ઇચ્છતો ન હતો કે તેની લવ સ્ટોરી બહાર આવે. લાંબા સમય સુધી મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ એડવર્ડોએ બ્રોકર્ડેને મળવાનો ઇનકાર કર્યો હતો. તે એડવર્ડોને ફોન કરતી હતી પરંતુ તેણે આવવાની ના પાડી દીધી હતી. જોકે, ઘણી માફી માંગ્યા બાદ તે ફરી આ સંબંધ જાળવવા સંમત થયો હતો. હવે લગ્ન કર્યા બાદ બંને સાથે રહેવાનું વિચારી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર