મહિલાએ ચપ્પલથી મગરને ભગાડ્યો, હિંમતનો live video સોશિયલ મીડિયા પર viral

તસવીર (twitter)

Viral Video On Social Media: સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થયેલા એક વીડિયોમાં મહિલા મગર (crocodile viral vedio) ને ચંપલથી ડરાવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે અનોખી રીતે પ્રતિક્રિયા આપી છે.

  • Share this:
નવી દિલ્હી. જરા વિચારો! જો તમે નદીના કાંઠે ઊભા છો અને મગર સામેથી આવતો દેખાય છે. તમે ભાગી જશો કે મગરને ડરાવશો? આમ તો આપણામાંના મોટાભાગના લોકો બચવાનો પ્રયત્ન કરશે, પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા છે જે ચંપલ બતાવીને મગરને ભગાવી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા તેના કૂતરા સાથે નદીકિનારે ચાલતી જોવા મળે છે. અચાનક નદીનો એક મગર મહિલા તરફ આવતો દેખાયો. પરંતુ તે પછી જે બન્યું તે ખરેખર આઘાતજનક હતું. મગરને તેની તરફ આવતા જોઈને મહિલા ભાગવાની જગ્યાએ તેના ચંપલ ઉતારીને તેને ડરાવવાનું શરૂ કરે છે અને મગર પાછો જતો રહે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને એક અનોખું ટાઇટલ આપવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે કે..." માતા જ્યારે તેના ચંપલ ઉતારે છે ત્યારે શું થાય છે તે બધા જાણે છે." તે પછી, ઘણા યુઝરે આઘાતજનક ઘટના પર અનોખી રીતે પ્રતિક્રિયાઓ આપી હતી.



એક યુઝરે લખ્યું કે આ વીડિયોનો સૌથી સારો ભાગ એ છે કે આ મહિલાએ પગ ઊંચો કરીને તેના ચંપલ ઉતારી લીધા, જાણે કે છેલ્લા 20 વર્ષથી તેનું દૈનિક કામ હોય. જ્યારે પણ પતિ મોડો ઘરે આવે છે અથવા બાળકોને વધુ મસ્તી કરે છે, ત્યારે આવું કરવું પડે છે.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

અન્ય એક યુઝરે લખ્યું કે, જ્યારે મારવાનો વારો આવે છે ત્યારે દરેકને ચંપલ કે સ્લીપરથી ડરવા લાગે છે. બીજી તરફ એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, જૂતા અને ચંપલથી માર મારવો દુનિયાભરમાં પ્રચલિત છે અને તે કોઈ દેશ કે સરહદ પૂરતો મર્યાદિત નથી.

આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

જોકે, આ વીડિયો 2016થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર આ વીડિયો ઓસ્ટ્રેલિયાના કાકાડુ નેશનલ પાર્કનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, તેમજ 2,500થી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે.
Published by:Riya Upadhay
First published: