દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. કોના મગજમાં શું ચાલી રહ્યું છે તે કહી ન શકાય. કેનેડા (Canada)માં રહેનારી ત્યિશાંએ ક્યારેય વિચાર્યું નહોતું કે જે મકાન માલિક (Landlord)ને તે અંકલ કહીને બોલાવે છે તેના મનમાં તેને લઈને કોઈ ખરાબ વિચાર હશે. પરંતુ ત્યિશાંના રૂમમાં લાગેલા સીક્રેટ કેમેરા (Secret Camera)થી આ રહસ્ય પરથી પડદો હટી ગયો. ત્યિશાંએ કેમેરામાં જે જોયું તે સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરી પોતાના મકાન માલિકની પોલ ખોલી દીધી.
ત્યિશાં હેરાન રહી ગઈ જ્યારે તેણે પોતાના રૂમના સીક્રેટ કેમેરામાં કેદ થયેલા દૃશ્યો જોયા. તેને જાણવા મળ્યું કે જેવી તે પોતાના ઘરથી બહાર જતી હતી, તેનો મકાન માલિક રૂમમાં આવી જતો હતો. ત્યારબાદ તે બેડરૂમમાં તેના તકિયાને સૂંઘતો હતો. તે જોઈને ક્ષણભર તો ત્યિશાંને વિશ્વાનસ ન થયો. અચાનક જ આ રહસ્ય તેની સામે ખુલી ગયું હતું.
ટિકટોક પર વીડિયો પોસ્ટ કર્યો
ત્યિશાએ ક્લિપ ટિકટોક (TikTok Video) પર અપલોડ કરી. કાઈ કામના કારણે ત્યિશાંને થોડા દિવસ માટે બહાર જવાનું હતું. તેની ગેરહાજરીમાં તેની એક દોસ્ત પાળેલી બિલાડીને ખાવાનું આપવા આવતી હતી. પોતાની બિલાડી પર દેખરેખ રાખવા માટે ત્યિશાંએ રૂમમાં કેમેરા લગાવ્યો હતો. એ જ રૂમમાં મકાન માલિકની આ હરકત કેદ થઈ. જેને ત્યિશાંએ ટિકટોક પર અપલોડ કરી દીધી.
ત્યિશાંએ વીડિયોમાં જોયું કે તેનો મકાન માલિક રૂમમાં ઘૂસીને તેનો તકિયો સૂંઘી રહ્યો છે. ત્યારબાદ તે તેનું કબાટ પણ ખોલે છે. જોકે , તે દરમિયાન ત્યિશાંની દોસ્ત ત્યાં પહોંચી ગઈ અને મકાન માલિક પકડાઈ ગયો. તેને જોઈને પહેલા તો મકાન માલિક ગભરાઈ ગયો પરંતુ દોસ્ત સાથે જ સવાલ જવાબ કરવા લાગ્યો.
ત્યિશાંએ આ વીડિયોને પોતાના મકાનમાલિકને પણ બતાવ્યો. પરંતુ તેણે કહ્યું કે તે તેની બિલાડીની સંભાળ લઈ રહ્યો હતો. જોકે, તકિયો સૂંઘવાની હરકત પર તે કંઈ બોલી ન શક્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. અનેક લોકોએ તેની પર કોમેન્ટ કરી. કેટલાક લોકોએ પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કહી. જોકે, હજુ સુધી ત્યિશાંએ તેને માત્ર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તેને લઈને પોલીસ સુધી નથી પહોંચી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર