Home /News /eye-catcher /OMG! 30 વર્ષ, 1000 પ્રયત્નો છતાં પણ કાર ચલાવતા ન શીખી શકી મહિલા, ડ્રાઈવિંગ સીટ પર બેસતાં જ વહેવા લાગે છે આંસુ
OMG! 30 વર્ષ, 1000 પ્રયત્નો છતાં પણ કાર ચલાવતા ન શીખી શકી મહિલા, ડ્રાઈવિંગ સીટ પર બેસતાં જ વહેવા લાગે છે આંસુ
મહિલા કાર ડ્રાઈવર પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock
woman Blackout problem: ઈસાબેલ 30 વર્ષથી કાર ચલાવતા શીખવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ દર વખતે તેની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. કાર શીખતી વખતે હંમેશા તેને બ્લેક આઉટની સમસ્યા (કશું ન દેખાવું) થઈ જાય છે.
woman OMG story: કાર ચલાવતા શીખવું (Learning to drive a car) એ કાંઈ રોકેટ સાયન્સ નથી પણ શું તમે જાણો છો કે, એક મહિલા એવી છે જે આ માટે 1,000 વખત પ્રયત્ન કરી ચુકી છે અને છતાં ડ્રાઈવિંગ ટેસ્ટ (how to learn car drive) પાસ નથી કરી શકી. 47 વર્ષીય આ મહિલાનું નામ ઈસાબેલ સ્ટેડમૈન છે જે છેલ્લા 30 વર્ષથી ડ્રાઈવિંગ ટેસ્ટ (driving test) પાસ કરવા પ્રયત્ન કરી રહી છે પરંતુ તેને દર વખતે નિરાશા જ મળે છે.
ઈસાબેલ 30 વર્ષથી કાર ચલાવતા શીખવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ દર વખતે તેની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. કાર શીખતી વખતે હંમેશા તેને બ્લેક આઉટની સમસ્યા (કશું ન દેખાવું) થઈ જાય છે જેથી તેને કાર શીખવી રહેલા પ્રશિક્ષકોએ તેને બચાવવા સ્ટીયરિંગ પોતાના હાથમાં લઈ લેવું પડે છે.
કાર શીખતી વખતે આ પ્રકારની સમસ્યા બાદ તે રડવા લાગે છે અને તેનું શરીર કાંપવા લાગે છે. એટલું જ નહીં તે પોતાનો હોંશ પણ ગુમાવી દે છે. 2 બાળકોની માતા ઈસાબેલે 17 વર્ષની ઉંમરથી અત્યાર સુધીમાં કાર શીખવા પાછળ હજારો પાઉન્ડનો ખર્ચો કર્યો છે.
તે ક્યારેય કાર દુર્ઘટનાનો ભોગ નથી બની અને તેમ છતાં તેને આ પ્રકારનો ફોબિયા છે. હતાશ થઈ ગયેલી ઈસાબેલે અત્યાર સુધીમાં અનેક પ્રશિક્ષકોનો સહારો લેવા પ્રયત્ન કર્યો છે પરંતુ નિષ્ફળતા જ મળી છે.
તેના કહેવા પ્રમાણે તે કાર શીખવા ખૂબ જ આતુર છે જેથી પોતાની દીકરીને યુનિવર્સિટી લઈ જઈ શકે અને દૂર રહેતા પરિવારજનોને મળી શકે. હવે તો તેને એમ લાગી રહ્યું છે કે, ક્યાંક તેના બાળકો તેની નજર સામે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી દેશે. તે મદદ નથી કરી શકતી અને તેને પોતે કશું ચુકી ગઈ તેમ લાગે છે.
ડૉક્ટર્સ પણ તેના આ ફોબિયાની વ્યાખ્યા કરવા અસમર્થ બની ગયા છે. હવે તો એવું અનુમાન લગાવવાનું પણ છોડી દીધું છે કે, ગયા જનમમાં ઈસાબેલનું મૃત્યુ કાર અકસ્માતમાં થયું હતું.
ઈસાબેલે જણાવ્યું કે, તે જ્યારે પણ ડ્રાઈવિંગ સીટ પર બેસે છે ત્યારે પોતાની જાતને કહે છે કે, 'હું આ કરી શકું છું' પરંતુ થોડી સેકન્ડમાં જ તેની આંખમાં આંસુ આવી જાય છે અને નજર સામે અંધારુ છવાઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર