Home /News /eye-catcher /દરેક મહિલાએ ફરજિયાત પાંચ દિવસ નગ્ન રહેવાનુ નહીં તો રાક્ષસ ઉઠાવી જશે! ગામની અનોખી પરંપરા

દરેક મહિલાએ ફરજિયાત પાંચ દિવસ નગ્ન રહેવાનુ નહીં તો રાક્ષસ ઉઠાવી જશે! ગામની અનોખી પરંપરા

manikaran nacked woman

Strange Traditions for Women: મણિકર્ણ ખીણના પીણી ગામમાં સદીઓ જૂની પરંપરાને અનુસરીને મહિલાઓ હજુ પણ કપડાં પહેરતી નથી. જાણો કેવી વિચિત્ર છે આ ગામની પરંપરા

  • News18 Gujarati
  • Last Updated :
  • Himachal Pradesh, India
દેશ અને દુનિયામાં આવી ઘણી પરંપરાઓ છે, જેના વિશે ચર્ચા, વિવાદ અને ટીકા થાય છે. ઘણી વખત લગ્ન પહેલા છોકરા કે છોકરીના લગ્નની વિધિની ચર્ચા ઝાડ સાથે, ક્યાંક ભાઈ સાથે તો ક્યાંક મામા સાથે થતી હોય છે. ક્યાંક ને ક્યાંક સામાન્ય જીવનમાં સ્ત્રી કે પુરૂષો માટે સર્જાયેલી અનેક પરંપરાઓ પણ દેશ અને દુનિયામાં પ્રચલિત છે. ભારતના એક ગામમાં પણ મહિલાઓ અને પુરુષો માટે એક વિચિત્ર પરંપરા છે. જે સાંભળીને તમને નવાઇ લાગશે.

અહીં સ્ત્રીઓ કપડાં નથી પહેરતી

હિમાચલ પ્રદેશની મણિકર્ણ ખીણના પીણી ગામમાં સદીઓ જૂની પરંપરાને અનુસરીને મહિલાઓ હજુ પણ કપડાં પહેરતી નથી. માત્ર સ્ત્રીઓ જ નહી પરંતુ પુરુષો માટે પણ એક વિચિત્ર પરંપરા છે જેનું પાલન કરવું તેમના માટે ફરજિયાત છે. આ પરંપરા અનુસાર, વર્ષમાં 5 દિવસ એવા હોય છે જ્યારે મહિલાઓ કોઈ કપડા પહેરતી નથી. તે જ સમયે, પુરુષો આ 5 દિવસોમાં દારૂ અને માંગનું સેવન કરી શકતા નથી.

આ પરંપરા આજે પણ શા માટે અનુસરવામાં આવે છે?

પીણી ગામમાં આ પરંપરાનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. જો કે, હવે આ ખાસ 5 દિવસોમાં મોટાભાગની મહિલાઓ ઘરની બહાર નીકળતી નથી. પરંતુ, કેટલીક મહિલાઓ આજે પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ પરંપરાનું પાલન કરે છે. દર વર્ષે પીણી ગામની મહિલાઓ સાવન મહિનામાં 5 દિવસ સુધી કપડાં પહેરતી નથી. એવું કહેવાય છે કે જે મહિલા આ પરંપરાનું પાલન નથી કરતી તેને થોડા દિવસોમાં જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. આ દરમિયાન આખા ગામમાં પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરતા નથી. આ દરમિયાન પતિ-પત્ની એકબીજાથી સંપૂર્ણપણે દૂર રહે છે.

પુરુષો જો પાલન ન કરે તો શું થાય?

પુરુષો માટે આ પરંપરાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી માનવામાં આવે છે. જોકે તેમના માટે નિયમો કંઈક અલગ જ બનાવવામાં આવ્યા છે. સાવનના આ પાંચ દિવસોમાં પુરુષોએ દારૂ અને માંસનું સેવન ન કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે જો કોઈ માણસ પરંપરાનું યોગ્ય રીતે પાલન ન કરે તો દેવતાઓ નારાજ થઈને તેને નુકસાન પહોંચાડે છે. આ બંને પરંપરાને અનુસરવા પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે, જે જાણવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: પોતાની દીકરીને બાપે જ બનાવી દીધી બ્લૂ ફિલ્મોની હિરોઈન, 18ની ઉંમરે અર્ધનગ્ન થઈ ગઈ

પરંપરા પાછળની કહાની શું છે?

કહેવાય છે કે પીણી ગામમાં ઘણા સમય પહેલા રાક્ષસોનો આતંક હતો. આ પછી 'લાહુઆ ખોંડ' નામના દેવતા પીણી ગામમાં આવ્યા. દેવતાએ રાક્ષસનો વધ કર્યો અને પીણી ગામને રાક્ષસોના આતંકથી બચાવ્યું. કહેવાય છે કે આ બધા રાક્ષસો સરસ તૈયાર થતી અને સુંદર વસ્ત્રો પહેરેલી ગામની પરિણીત સ્ત્રીઓને લઈ જતા હતા. દેવતાઓએ રાક્ષસોનો વધ કરીને સ્ત્રીઓને આ ભવંડરમાંથી બચાવી. ત્યારથી દેવો અને દાનવો વચ્ચે 5 દિવસ સુધી મહિલાઓના વસ્ત્રો ન પહેરવાની પરંપરા ચાલી રહી છે. માન્યતા છે કે જો મહિલાઓ કપડામાં સુંદર દેખાતી હોય તો આજે પણ રાક્ષસો તેમને ઉપાડીને લઈ જઈ શકે છે.



પતિ-પત્નીના હસવા પર પ્રતિબંધ :

સાવનના આ પાંચ દિવસોમાં પતિ-પત્ની એકબીજાને જોઈને હસી પણ શકતા નથી. પરંપરા અનુસાર તેનો પ્રતિબંધ બંને પર લાગુ રહે છે. આ દરમિયાન મહિલાઓને માત્ર એક જ કપડું પહેરવાની છૂટ છે. આ પરંપરાનું પાલન કરતી પીણી ગામની મહિલાઓ ઉનમાંથી બનેલા પટકાનો ઉપયોગ કરી શકે છે. પીણી ગામના લોકો આ સમયગાળા દરમિયાન કોઈ બહારના વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેતા નથી. તેમના આ વિશેષ ઉત્સવમાં બહારના લોકો પણ ભાગ લઈ શકતા નથી.
First published:

Tags: Ajab Gajab, Himachal, અજબ ગજબ સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો