દરેકનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું આલિશાન (Buying Own House Scheme) ઘર હોય. દરેકનું પોતાનું પ્લાનિંગ હોય છે અને બચત યોજના (Best Saving Scheme) પણ. એક યુવતીએ પોતાના માટે કેટલાક સરળ નિયમો (Rules for Saving) બનાવ્યા. અને તેણે તેના લક્ષ્યના 3 વર્ષ પહેલા પોતાનું ઘર ખરીદ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે ફાલતુ ખરીદી બંધ કરી (Woman Bought House by saving Money)ઘણા પૈસા એકત્રિત કર્યા.
સ્ટેફ નાયલોર (Steph Naylor) નામની એક મહિલાએ 6 વર્ષમાં પોતાના માટે ઘર ખરીદવાનું લક્ષ્ય રાખ્યું હતું. તે તેના માટે સખત મહેનત પણ કરી રહી હતી. આ દરમિયાન તેમને પોતાના નકામા ખર્ચ પર લગામ લગાવીને પૈસા બચાવવાનો વિચાર આવ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને ફક્ત કપડાંની ખરીદી બંધ કરીને એટલો ફાયદો થયો હતો કે ઘર 6ને બદલે ૩ વર્ષમાં ખરીદવામાં આવ્યું હતું.
કપડાંની ખરીદી બંધ કરી તો થયો ફાયદો મિરરના રિપોર્ટ અનુસાર 32 વર્ષીય સ્ટેફે 3 વર્ષ પહેલા તેના જીવનસાથી સાથે બ્રેકઅપ કર્યું હતું. ત્યારબાદ તેણે 6 વર્ષમાં પોતાના માટે ઘર ખરીદવાનું લક્ષ્ય નક્કી કર્યું. તે મહામારીના સમયથી ઘરે કામ કરી રહી છે અને આ સમય દરમિયાન સારી રકમ બચાવી હતી. તેમના બિલ અને ઘરના ભાડાને કારણે તેમને બચત કરવામાં મુશ્કેલી પડી રહી હતી. મહિલાએ બહાર નીકળવાનો એક અલગ રસ્તો શોધી કાઢ્યો અને પોતાના માટે કપડાંની ખરીદી બંધ કરી દીધી. તેના આ નાના પગલાથી તેને ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા એકત્રિત કરવામાં મદદ મળી.
લક્ઝરી ઘટાડીને ખરીદ્યું ઘર મહિલાએ પોતાના માટે મોંઘા કપડાં ખરીદવાનું બંધ કરી દીધું હતું અને બહારથી કોફી લાવવાનું પણ ઘટાડી દીઘુ હતું. એટલું જ નહીં, તે બહારથી ખાવાનું લાવતી નહોતી, જેના કારણે તેને ઘણા પૈસા બચ્યા હતા. છેવટે તેમણે પોતાના ઘરની ડાઉન પેમેન્ટ માટે પોતાની નાની બચતમાંથી 1 કરોડ 60 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમણે લગભગ 1 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા, જેમાંથી 60 લાખની તેમની બચત આદતોએ ફાળે ગઈ હતી. જ્યારે તેણે તેનું 2 બેડરૂમનું ઘર જોયું ત્યારે તે એકદમ ભાવુક થઈ ગઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર