પોતાની પ્રેગનન્સીથી લખપતિ બની આ મહિલા, લોકો એડવાન્સમાં બુક કરાવી રહ્યા છે તેનું દૂધ

પોતાની પ્રેગનન્સીથી લખપતિ બની આ મહિલા, લોકો એડવાન્સમાં બુક કરાવી રહ્યા છે તેનું દૂધ
Onlyfans વેબસાઇટના માધ્યમથી કાર્લાએ થોડાક જ મહિનામાં લાખોની કમાણી કરી, જાણો તેને કેવી મળી રહી છે ઓફર્સ

Onlyfans વેબસાઇટના માધ્યમથી કાર્લાએ થોડાક જ મહિનામાં લાખોની કમાણી કરી, જાણો તેને કેવી મળી રહી છે ઓફર્સ

  • Share this:
    નવી દિલ્હી. દુનિયામાં હાલના દિવસોમાં પૈસા કમાવવાના (How to Earn Money) અનેક માધ્યમો આવી ચૂક્યા છે. તેમાં ઓનલાઇન કમાણી (Online Income) કરવાનો વિકલ્પ પણ સામેલ છે. લોકો ઇન્ટરનેટ પર અલગ-અલગ રીતે પૈસા કમાઈ રહ્યા છે. ભારતમાં હાલમાં Onlyfansનું ચલણ જોવા નથી મળી રહ્યું. પરંતુ વિદેશમાં તેના માધ્યમથી મહિલાઓ લાખો કે કરોડો રૂપિયા કમાઈ રહી છે. આ એક એડલ્ટ સાઇટ છે, જેની પર લોકો ખાસ કરીને યુવતીઓ પોતાની હોટ ફોટોઝ મૂકે છે અને તેના માધ્યમથી નાણા કમાય છે.

    Onlyfansના માધ્યમથી યૂકેના હર્ટ્સમાં રહેનારી 39 વર્ષીય કાર્લા (Carla Bellucci) ખૂબ પૈસા કમાઈ રહી છે. કાર્લા આ સાઇટ પર લાંબા સમયથી એક્ટિવ છે. તે હાલમાં પ્રેગનન્ટ છે અને પોતાની પ્રેગન્સીનો ખૂબ જ ફાયદો ઉઠાવી રહી છે. મૂળે, કાર્લાએ આ સાઇટ પર પોતાની બેબી બમ્પની તસવીરો શૅર કરી રહી છે. તેને જોયા બાદ લોકો લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. લોકો કાર્લાને માન્યમાં ન આવે તેવી ઓફર્સ કરી રહ્યા છે.



    આ પણ વાંચો, વૈજ્ઞાનિકોએ શોધમાં કર્યો દાવો, તમારી આંખની કીકીની સાઇઝ જણાવી શકે છે કે તમારી બુદ્ધિમત્તા

    થોડાક મહિનામાં જ બની લખપતિ

    પોતાની આ જોબ પ્રોફાઇલ વિશે કાર્લાએ જણાવ્યું કે તે ઘણા સમયથી ઓનલી ફેન્સ પેજ પર એક્ટિવ છે. પરંતુ જ્યારથી તે પ્રેગનન્ટ થઈ છે ત્યારથી તેની કમાણી વધી ગઈ છે. ગત થોડા મહિનાઓમાં તેણે લગભગ 42 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ તમામ કમાણી તેની બેબી બમ્પની તસવીરોના કારણે થઈ છે. અત્યાર સુધી ઓન્લી ફેન્સના માધ્યમથી સૌથી વધુ પૈસા કમાવનારી લોકોની યાદીમાં કાર્લાનું નામ સામેલ છે.

    આ પણ વાંચો, ઝાડફૂંકના નામે અડધી રાત્રે ઘરે બોલાવીને તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

    લોકોએ આપી આશ્ચર્યજનક ઓફર્સ

    કાર્લાને આ સાઇટ પર પોતાના પ્રશંસકો તરફથી અનેક પ્રકારની રિકવેસ્ટ આવી છે. અનેક લોકો તેના બેબી બમ્પ દર્શાવતા પર્સનલ વીડિયોની ડિમાન્ડ કરે છે તો એક પ્રશંસકે તેને પોતાની ડિલીવરી લાઇવ સ્ટ્રીમ કરવા માટે 9 લાખ આપવાની ઓફર કરી છે. કાર્લાએ જણાવ્યું કે હજુ તેણે વિચાર્યું નથી કે તે ઓફરને સ્વીકારશે કે નહીં. પરંતુ શક્ય છે કે તે માની જાય. કાર્લાએ જણાવયું કે તેને લોકો બ્રેસ્ટમિલ્ક માટે પણ મેસેજ કરી રહ્યા છે. લોકો તેના બદલામાં મોટી રકમ આપવા તૈયાર છે.

    ત્રણ બાળકોની છે માતા

    લોકોને પોતાના હોટ ફોટોથી એન્ટરટેન કરનારી કાર્લા પહેલાથી ત્રણ બાળકોની માતા છે. ઓનલાઇન થયેલી આ કમાણીથી કાર્લા સમાજ સેવા પણ કરવા માંગે છે. સાથોસાથ તેણે જણાવ્યું કે તે પોતાના બાળકનું જેન્ડર રિવીલ એક આલીશાન પાર્ટી આપીને કરશે. તેના માટે તેણી ઘણી મોંઘી કેક ઓર્ડર કરી છે. સાથોસાથ પોતાના વિસ્તારના સૌથી મોંઘા શેફને હાયર કર્યો છે. કાર્લાએ જણાવ્યું કે પુરુષો તેનું વધેલું પેટ જોઈને ખૂબ ખુશ થાય છે અને તેના બદલામાં તેને સારું પેમેન્ટ આપે છે. તે પોતાના પ્રશંસકોને ઘણી તસવીરો શૅર કરીને ખુશ કરતી રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published:June 06, 2021, 10:27 am

    ટૉપ ન્યૂઝ