Home /News /eye-catcher /Funny Marriage Advt: મહિલાને જોઈએ અમીર પતિ, પરંતુ ડકાર ખાવાની કે હવા છોડવાની મનાઈ!
Funny Marriage Advt: મહિલાને જોઈએ અમીર પતિ, પરંતુ ડકાર ખાવાની કે હવા છોડવાની મનાઈ!
વર્તમાનપત્રમાં છપાયેલી જાહેરખબર.
Funny Marriage Advt: ટ્વિટર (Twitter) પર મુંબઈમાં રહેતી અદિતિ મિત્તલે એક જાહેરખબરની તસવીર પોસ્ટ કરી છે. આ જાહેરાતને 12 વર્તમાનપત્રમાં છપાવવામાં આવી છે. આ જાહેરખબર આપનાર છોકરીની ઉંમર 30 વર્ષ છે. જોકે, તેણીને 25થી 28 વર્ષની વયનો દુલ્હો જોઈએ છે.
નવી દિલ્હી: ભારતમાં લગ્ન (Marriage) ભગવાનનો નિર્ણય માનીને કરી લેવામાં આવે છે. પહેલા લગ્ન માટે બે પરિવાર કોઈ વચેટિયા પરિવાર મારફતે મળતા હતા ત્યારે આજકાલ તો લગ્ન માટે અનેક પોર્ટલ શરૂ (Matrimonial Sites) થઈ ગયા છે. લગ્ન માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપવાની પણ વર્ષોથી પરંપરા રહી છે. જેમાંથી અમુક જાહેરાત ખૂબ હાસ્યાસ્પદ (Funny Marriage Advertisement) હોય છે. આવી જાહેરખબરોના કટિંગ પણ વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ આવી એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં યુવતીએ પોતાના ભાવિ પતિમાં કેવાં કેવાં ગુણ હોવા જોઈએ તે લખ્યું છે.
ટ્વિટર પર મુંબઈમાં રહેતી અદિતિ મિત્તલે એક જાહેરખબરની તસવીર પોસ્ટ કરી છે. આ જાહેરાતને 12 વર્તમાનપત્રમાં છપાવવામાં આવી છે. આ જાહેરખબર આપનાર છોકરીની ઉંમર 30 વર્ષ છે. જોકે, તેણીને 25થી 28 વર્ષની વયનો દુલ્હો જોઈએ છે. સાથે જ યુતીએ પોતાના દેખાવ અંગે પણ જાણકારી આપી છે. મહિલાએ જણાવ્યું કે તેણીના વાળ નાના છે. તેણી સોશિયલ સેક્ટરમાં નોકરી કરે છે. સાથે જ યુવતીએ પોતાને ફેમિનિસ્ટ ગણાવી છે.
મહિલાએ જાહેરખરબરમાં લખ્યું છે કે તેણીને એક અમીર છોકરી જોઈએ છે, જેની ઊંચાઈ સારી હોય. સાથે જ તે પોતાના માતાપિતાનો એકનો એક સંતાન હોવો જોઈએ. આ ઉપરાંત તેનો જામી ગયેલો બિઝનેસ હોવો જોઈએ. આ સાથે જ 20 એકર જમીનનું ફાર્મ હોવું જોઈએ. છોકરાને જમવાની બનાવતા પણ આવડવું જોઈએ. જોકે, તેમાં સૌથી મજેદાર લાયકાત નીચે લખવામાં આવી છે. જાહેરખબરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે યુવકને ડકાર લેવાની મનાઈ છે. સાથે જ હવા છોડવાની પણ મંજૂરી નથી. જો કોઈ વ્યક્તિ આ તમામ શરત પૂર્ણ કરે છે તો જાહેરખબરમાં નીચે આપેલા ઈ-મેલ પર સંપર્ક કરી શકે છે.
આ ટ્વીટ ખૂબ વાયરલ થયું છે. લોકો આ ટ્વીટને રીટ્વિટ કરી રહ્યા છે. ભારતમાં લગ્ન માટે સામાન્ય રીતે આપવામાં આવતી જાહેરખબરથી આ જાહેરાત ખૂબ અલગ છે. રંગ, જાતિ, નોકરીને પ્રાથમિકતા આપવમાં આવતી હોય છે ત્યારે આ જાહેરાતમાં મહિલાએ પોતાની જરૂરિયાતને હાઇલાઇટ કરી છે. આ જાહેરાત વાયરલ થયા બાદ બીબીસીએ મહિલાની માહિતી મેળવી છે. માલુમ પડ્યું છે કે મહિલાએ ફક્ત મજાક કરી હતી. તેના ભાઈએ 13 હજાર રૂપિયા ખર્ચીને આ જાહેરખબર આપી હતી. જોકે, જાહેરાત વાયરલ થયા બાદ લોકોએ તેમને ખૂબ સંભળાવ્યું હતું. અનેક લોકો આ જાહેરાતની પ્રશંસા પણ કરી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર