પતિએ whats app ઉપર ચેટિંગ કરતા પત્નીને રોકી, રણચંડી બનેલી પત્નીએ તોડી નાંખ્યા પતિના ત્રણ દાંત, દંડા વડે ફટકાર્યો

મોબાઈલનો ઉપયોગ કરતી મહિલા

himachal pradesh news: પત્ની જ્યારે વોટ્સએપ ઉપર ચેટિંગ (wife chatting on whats app) કરી રહી હતી ત્યારે પતિએ તેને રોકી (husband stop wife) હતી. જોકે, પતિને ચેટિંગ કરવાથી રોકવી પતિ (wife beats husband) માટે ભારે પડી હતી

 • Share this:
  શિમલાઃ હિમાચલ પ્રદેશની (Himachal pradesh) રાજધાની શિમલામાં (shimla) પત્ની દ્વારા પતિને માર મારવાનો (husband wife fight) અજીબોગરબી કિસ્સો સામે આવ્યો હતો. પતિ સોશિયલ સાઈટ વોટ્સએપ ઉપર પત્નીને ચેટિંગ (wife chatting on whats app) કરવા માટે રોકી હતી. ત્યાર બાદ પત્ની ગુસ્સે ભરાઈ હતી અને પતિના દાંત તોડી નાંખ્યા હતા. પત્નીનું આટલામાં મન ન ભરાયું તો પતિને દંડા વડે માર માર્યો હતો. પતિ પત્ની વચ્ચેની મારા મારીની (wife beats husband) આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

  મળતી માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ઠિયોગ પોલીસ સ્ટેશનમાં આવેલા છૈલામાં પતિ પત્ની વચ્ચેની મારામારીની ઘટના બની હતી. પત્ની જ્યારે વોટ્સએપ ઉપર ચેટિંગ કરી રહી હતી ત્યારે પતિએ તેને રોકી હતી. જોકે, પતિને ચેટિંગ કરવાથી રોકવી પતી માટે ભારે પડી હતી.

  પત્નીનો મડૂ એટલો ખરાબ થઈ ગયો કે પત્નીએ પતિને ખરાબ રીતે માર માર્યો હતો. પત્નીએ પતિ ઉપર લાકડીના દંડા વડે હુમલો કર્યો હતો. પત્નીએ પતિના ત્રણ દાંત તોડી નાંખ્યા હતા. આ ઘટના ગુરુવાર સાંજે શિમલા નજીકના ઠિયોગમાં ગઈ હતી.

  આ પણ વાંચોઃ-SHOCKING: આંખોનું રુટીન ચેકઅપ કરાવવા ગઈ મહિલા, રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ

  ઘાયલ પતિની ફરિયાદ ઉપર પોલીસે મેડિકલ રિપોર્ટના આધાર ઉપર આરોપી પત્ની સામે મારપીટની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની ફોન ઉપર કોઈની સાથે ચેટિંગ કરતી હતી. ત્યારે પતિએ આ અંગે તેને પૂછતાં પત્ની જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પતિએ પત્નીનો રસ્તો રોક્યો તો પત્નીએ તેને લાકડી વડે ધોઈ નાંખ્યો હતો.

  આ પણ વાંચોઃ-ઘોર કળિયુગ! અમદાવાદઃ પિતાએ પોતાનું મકાન માંગી લેતા પુત્ર અને પુત્રવધુએ દૂધમાં ઝેર આપી હત્યા કરી દેવાની ધમકી આપી

  શિમલાના એસપી મોનિકાના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ 341, 323 અને 506 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ હાથધરી છે.

  આ પણ વાંચોઃ-મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને પોલીસકર્મી અઠવાડિયાથી છે ગુમ, ફોન બંધ આવે છે

  સામાન્ય રીતે સોશિયલ મીડિયા સાઈટ્સના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારે સોશિયલ મીડિયાના કારણે પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થવાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે. જોકે સોશિયલ મીડિયાના કારણે એક પત્નીએ પતિને ખુબ જ ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના શિમલામાં સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. પોલીસે આરોપી પત્ની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: