પત્નીએ 5 લાખમાં પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી!

News18 Gujarati
Updated: June 18, 2018, 2:05 PM IST
પત્નીએ 5 લાખમાં પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી!
પતિશફતુલ્લાહ ખાન તેમની જ દીકરી પર નજર બગાડતો હતો. તેની જાણ આરોપી મહિલાને થઇ ગઇ હતી. તેથી મહિલા તેનાં પતિનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખવા માંગતી હતી

પતિશફતુલ્લાહ ખાન તેમની જ દીકરી પર નજર બગાડતો હતો. તેની જાણ આરોપી મહિલાને થઇ ગઇ હતી. તેથી મહિલા તેનાં પતિનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખવા માંગતી હતી

  • Share this:
જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરનો આ કિસ્સો સાંભળીને તમારા રુંવાડા પણ ઉભા થઇજશે. આ ચોંકવનારા કિસ્સામાં એક પત્નીએ તેનાં જ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને બાદમાં તેની હત્યા કરાવી દીધી. આ મહિલાનાં પતિનું નામ શફતુલ્લાહ ખાન હતું અને તે રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતો.  આ કેસની તપાસ કરી રહેલાં SP શશિકાંત શુકલાના જણાવ્યા અનુસાર, મૃતક ડોકટરની હત્યાનું ષડયંત્ર તેમની પત્ની આયશાએ ચાર લોકો સાથે મળી કર્યું હતું. ડોક્ટર પત્નીએ પોતાના બચાવમાં બીજી કેટલીક દલીલો કરી છે.

પત્નીએ આરોપ મૂકયો કે તેના પતિ રંગીનમિજાજના હતા અને કેટલીય સ્ત્રીઓ સાથે તેના સંબંધ હતાં. આ અંગે જાણ થઇ હતી. એટલું જ નહીં આરોપી પત્નીનું કહેવું હતું કે, તેનો પતિ તેમની જ દીકરી પર નજર બગાડતો હતો. વાતની જાણ તથાં મહિલા તેનાં પતિનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખવા માંગતી હતી. તેના માટે તેણે સોપારી આપી હતી. પરંતુ તેના માટે જે લોકોની તેની મદદ લીધી, જો કે સોપારી લેનારા શખ્સોએ મહિલાના પતિની હત્યા જ કરી નાંખી.

પાંચ લાખ રૂપિયા આપવાનું આપ્યું હતું વચન

પોલીસના મતે આયશાએ આ ગુનાને અંજામ આપવા માટે તેની ભત્રીજી નંદિની વિશ્વકર્માને વાત કરી હતી. તેમજ નંદિનીને પ્રોફેશનલ ક્રિમિનલની મદદ લેવા કહ્યું હતું. તેના માટે આયાશાએ નંદિનીને પાંચ લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. આ ઘટનામાં હાલમાં ડોક્ટરની પત્ની ઉપરાંત બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવે છે. ડોક્ટરની પત્ની આયશા, તેની ભત્રીજી નંદિની, અને રાજેન્દ્ર નામનાં એક વ્યક્તિની ધરપકડ થઇ છે. હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પવન અને ધીરજની શોધ ચાલુ છે.
First published: June 18, 2018
વધુ વાંચો
अगली ख़बर