Home /News /eye-catcher /લફરાબાજ પતિ માટે પત્નીએ મુકી આવી પાંચ શરતો, પતિએ શરતો માની પછી સાસરી ગઈ પત્ની
લફરાબાજ પતિ માટે પત્નીએ મુકી આવી પાંચ શરતો, પતિએ શરતો માની પછી સાસરી ગઈ પત્ની
પતિ પત્નીની પ્રતિકાત્મક તસવીર
Madhya pradesh news: આઠ મહિના સાથે રહ્યા બાદ પત્ની, પતિને છોડીને પીયર (husband wife fight) જતી રહી હતી. બંને વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. મહિલાએ જબલપુરના (Jabalpur police station) અગરતલા પોલીસ સ્ટેશન સામે પતિ વિરુદ્ધ અરજી કરી હતી.
ઓનલાઈન મધ્યસ્થાનો (Online) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને નવાઈ લાગશે. આ કિસ્સામાં પીયર જતી રહેલી પત્નીને (wife) પાછી સાસરી લાવવા માટે પતિએ પાંચ શરતો (wife five conditions for husband) માની લીધી હતી. પત્નીએ પોતના પતિ સામે પાંચ શરતો મૂકી હતી. જે પતિને મંજૂર હોય તો જ પત્ની સાસરી પાછી ફરશે નહીં તો નહીં. જોકે, પતિએ પત્નીની તમામ શરતો માની લીધી હતી. અને ત્યારબાદ પત્ની પીયરથી ઘરે આવવા માટે રાજી હતી.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના જબલુરમાં બની હતી. અહીં 29 ઓગસ્ટ 2020માં એક લગ્ન થયું હતું. આઠ મહિના ચાલેલા લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે વિવાદ થવાનો શરુ થયો હતો. પતિનું લગ્ન પહેલા બીજી મહિલા સાથે સંબંધ હતા.
આઠ મહિના સાથે રહ્યા બાદ પત્ની, પતિને છોડીને પીયર જતી રહી હતી. બંને વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. મહિલાએ જબલપુરના અગરતલા પોલીસ સ્ટેશન સામે પતિ વિરુદ્ધ અરજી કરી હતી.
મહિલાએ ફરિયાદ કરી હતી કે પતિ બીજી મહિલા સાથે રહે છે. મધ્યસ્થા માટે મામલાને ગ્વાલિયર મોકલવામાં આવ્યો હતો. ગ્વાલિયરના હરીશ દિવાને મધ્યસ્થા કરી હતી. દિવાને પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું કારણ જાણ્યા અને ઝઘડાના જે કારણ હતા તેને ખતમ કરાવ્યા હતા. પત્નીએ જે શરત રાખી તેને પતિ માનવા માટે તૈયાર થયો અને બંને વચ્ચે ઝઘડો પણ પુરો થયો હતો.
- પોતાની પ્રેમિકા સાથે સંબંધ ખતમ કરશે. તેની સાથે ભવિષ્યમાં પણ કોઈ સંબંધ નહીં રાખે, વાત પણ નહીં કરે -દરરોજ નાની-નાની બાબતોને લઈને પતિ ઝઘડો કરતો હતો તે બંધ કરવો પડશે. - પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિને જેટલો પણ પગાર મળે છે તેને આખો પત્નીના હાથમાં આપવો પડશે. - જ્યારે પણ પત્ની ફોન કરશે ત્યારે તેને ફોન ઉઠાવવો ડશે. પત્ની લોકેશન માંગે તો લોકેશન આપવું પડશે. - સમયસર ઘરે આવવું પડશે અને સમય પર ઘરેથી નીકળવું પડશે.
રાજ્ય વિધિક સેવા પ્રાધિકરણ, પોલીસ વિભાગ અને સમાએ મધ્યસ્થાનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. ગ્વાલિયર, ભોપાલ, જબલપુરમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સંચાલિત કરવામાં આવી રહ્યો છે. વર્ચ્યુઅલ વ્યવસ્થા આવ્યા બાદ પોલીસ સ્ટેશન આવનારી અરજી ઉપર દંપતીને કાઉન્સિલિંગ કરવા માટે પોલીસ જવું પડતું નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર