...જ્યારે પત્નીએ પતિને 'રંગેહાથ' ઝડપી લીધો, પત્નીનો જુગાડ જોઈને તમે પણ કહેશું શું ભેજું દોડાવ્યું છે!

પતિને ઝડપવા પત્નીનો અનોખો જુગાડ.

Couple video: પતિ અથવા પત્નીનું લફરું (Extramarital affairs) શોધી કાઢવા માટે અલગ અલગ રસ્તાનો ઉપયોગ થાય છે. કોઈ વર્તન પર નજર રાખે છે તો કોઈ મોબાઈલ (Mobile) કે અન્ય ગેજેટનું ચેકિંગ કરે છે.

  • Share this:
મુંબઈ: તમે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ (Couple love) અને દગાના ઘણા કિસ્સા સાંભળ્યા જ હશે. ઘણી વખત પતિ-પત્નીનું બીજા સાથે અફેર (Extramarital affairs) હોય તેવી ઘટનાઓ બનતા જોઈ હશે. પતિ અથવા પત્નીનું લફરું શોધી કાઢવા માટે અલગ અલગ રસ્તાનો ઉપયોગ થાય છે. કોઈ વર્તન પર નજર રાખે છે તો કોઈ મોબાઈલ કે અન્ય ગેજેટનું ચેકિંગ કરે છે. મોટાભાગના કિસ્સામાં મોબાઈલ કે અન્ય ડિજિટલ ગેજેટ્સના કારણે આવા લફરાં પકડાતા હોય છે. ત્યારે આ વિષય પર પતિ પત્નીએ બનાવેલો રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં ખૂબ જ વાયરલ થયો છે.

શું છે આ વીડિયોમાં?

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર મૂકવામાં આવ્યો છે. પતિ ચિટિંગ કરતો હોય તો કઈ રીત પકડવો તે માટેની ફની ટ્રીક આ વીડિયોમાં છે. વીડિયોમાં પતિ-પત્ની સામસામે પગ રાખી કાઉચ ઉપર આરામ કરતા હોય તેવું જોવા મળે છે. પતિ મોબાઈલમાં સર્ફિંગ કરી રહ્યો છે. જ્યારે પત્નીના પગ પતિના માથા તરફની દીવાલ પર છે.

અહીં સુધી બધું સામાન્ય લાગે છે. પત્નીનો વિશ્વાસ જીતવા પતિ પોતાના ફોનમાં સામાન્ય વસ્તુ સર્ફ કરી રહ્યો હોવાનું બતાવે છે. જોકે, તેને ખબર નથી કે, પત્નીએ પગમાં આઈપેડ ભરાવી રાખ્યું છે અને તેની હરકત પર નજર રાખી રહી છે. પહેલા તો પતિ સામાન્ય વસ્તુઓ જોતો હોય છે પણ થોડી વારમાં જ યુવતીઓના ફોટા જોવા લાગે છે. પતિની ચિટિંગ પકડવા માટે પત્નીએ કરેલો કીમિયો કારગર નીવડે છે. પતિને અન્ય યુવતીના ફોટા નિહાળતો જોઈ પત્ની ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પતિ સાથે મારકૂટ કરે છે.
View this post on Instagram


A post shared by hepgul5 (@hepgul5)
ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વીડિયો અનેક લોકોને ગમ્યો છે. લોકો વીડિયોમાં કૉમેન્ટ્સ કરી રહ્યા છે. આ ફની વીડિયોમાં પત્નીએ કરેલા કિમીયાની ઘણા યુઝર્સે પ્રશંસા કરી છે.

ચારિત્ર્ય અંગે શંકા રાખતા પતિને પત્નીએ જ ડંડો મારી પતાવી દીધો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા (Kapadvanj Taluka)માં હત્યાનો બનાવ બન્યો છે. અહીં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક તેની પત્ની (Wife) પર ચારિત્ર્યને લઈને શંકા રાખતો હતો. આ ઉપરાંત ઘર કામને લઈને પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં ડંડાનો ફટકો મારીને પતિને યમલોક પહોંચાડી દીધો હતો. મૃતકે બે વર્ષ પહેલા આરોપી પત્ની સાથે પ્રેમ લગ્ન (Love marriage) કર્યાં હતાં. બંનેને એક દોઢ વર્ષનું સંતાન પણ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published: