કાળા રંગના જ કેમ હોય છે કારના ટાયર? શું તમે જાણો છો કારણ
કાળા રંગના જ કેમ હોય છે કારના ટાયર? શું તમે જાણો છો કારણ
કારથી પ્લેન સુધીના ટાયર કાળા છે
તમે આજ સુધી જેટલા પણ ટાયર (Tyre) જોયા હશે તે બધા કાળા (Black) રંગના જ હશે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ વાહનોના ટાયર કેમ કાળા રંગ (Why tyres of black color)ના હોય છે?
દુનિયા (World)માં અનેક પ્રકારના વાહનો છે. કાર (Car)થી લઈને પ્લેન (Black) સુધીની દરેક વસ્તુમાં ટાયર હોય છે. વાહનની સાઈઝ ગમે તેટલી હોય, તેમાં ટાયર (Black Tyre) રાખવામાં આવે છે. વાહનનો રંગ ભલે ગમે તેવો હોય, પરંતુ એક વસ્તુ જે આ બધામાં સામાન્ય છે તે છે આ વાહનોના ટાયરનો રંગ. તમામ વાહનોના ટાયરનો રંગ કાળો છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ટાયરનો રંગ માત્ર કાળો જ કેમ હોય છે?
રમકડાની કારના ટાયર પણ કાળા રંગના જ જોવા મળે છે. નાની કાર હોય કે મોટું વિમાન દરેકના ટાયર કાળા રંગના હોય છે. જો કે, 1917 પહેલા બધા ટાયર ના રંગ સફેદ અથવા ઓફવહાઈટ હોતા હતા. બાદમાં તેને કાળા રંગમાં બદલવામાં આવ્યા હતા.
કાળા રંગના ટાયર
માહિતી અનુસાર, 1917 પહેલા ટાયરનો રંગ બેજ હતા. તેઓ કુદરતી રબરમાંથી બનાવવામાં આવ્યા હતા. જેના કારણે ટાયરનું વજન ઘણું ઓછું હતું. વાહનોમાં હળવા ટાયરનો ઉપયોગ થતો હતો. તેમને મજબૂત કરવા માટે તેમની અંદર ઝિંક ઑક્સાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, ઘટતા વજનને કારણે કાર કંપનીઓએ બીજા ટાયરનો વિકલ્પ શોધ્યો.
ટાયર બદલીને કંપનીએ કર્યા રિક્રિએટ
કાર કંપનીઓએ ટાયર બદલવા માટે ઘણી વિનંતીઓ કરી હતી. વાસ્તવમાં, કુદરતી રબરને સૂર્યપ્રકાશથી ઘણું નુકસાન થતું હતું. ટાયરોમાં તિરાડો પડી ગઈ હતી. ટાયર ફાટવાનું જોખમ પણ ખૂબ વધી જાય છે. જેથી અકસ્માતનો ભય પણ સેવાઈ છે. આ બઘા જ કારણોને ધ્યાનમાં રાખીને નવો રસ્તો કાઢવામાં આવ્યો હતો. આ કારણે તેમને મજબૂત કરવા માટે તેમાં કાર્બન ઉમેરવામાં આવ્યું હતું.
કાર્બન સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને અવરોધે છે. તેનાથી તેમની આયુષ્ય વધે છે. તે જ સમયે, રસ્તા પર દોડતી વખતે કાપવાનો અને ફાટી જવાનો ભય ઓછો થાય છે. એટલે ટાયરના કારણે થતા અકસ્માતનો ભય પણ ઓછો થઈ જાય છે. કાર્બન ઉમેરવાને કારણે ટાયરનો રંગ કાળો થઈ ગયો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર