શા માટે 'નારી શક્તિ' ઑક્સફર્ડનો હિંદી વર્ડ ઑફ ધી યર તરીકે પસંદ થયો?

જયપુરમાં યોજાઈ રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં ઑક્સફોર્ડ દ્વારા 'નારી શક્તિ' હિંદી વર્ડ ઑફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: January 29, 2019, 1:57 PM IST
શા માટે 'નારી શક્તિ' ઑક્સફર્ડનો હિંદી વર્ડ ઑફ ધી યર તરીકે પસંદ થયો?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 29, 2019, 1:57 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: 26મી જાન્યુઆરીએ દેશની રાજપથ પર દેશની મહિલા જવાનોએ કરેલી પરેડની તસવીરો ઇન્ટરનેટ પર દેશની 'નારી શક્તિ' તરીકે છવાઈ રહી હતી તો બીજી બાજુ જયપરુમાં યોજાયેલા લિચરેચર ફેસ્ટિવલમાં પ્રખ્યાત ડિક્ષનરી ઑક્સફર્ડ દ્વારા 'નારી શક્તિ' શબ્દને 'હિંદી વર્ડ ઑફ ધી યર-2018' તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઓક્સફર્ડ દ્વારા પ્રતિ વર્ષ ખૂબ જ ચર્ચામાં રહેલાં શબ્દની પસંદગી ડિક્ષનરીમાં કરવામાં આવે છે.

ઑક્સફર્ડ દ્વારા પસંદ કરાયેલા શબ્દની જાહેરાત જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કરવામાં આવી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ઑક્સફર્ડ દ્વારા સલાહકાર સમિતિની મદદથી આ શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભાષાના જાણકારોનો સમાવેશ કરાયો હતો. નમિતા ગોખલે, રણધીર ઠાકુર, કૃતિકા અગ્રવાલ અને સૌરભ દ્વીવેદીની સમિતિએ આ શબ્દની પસંદગી કરવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો:  હાર્દિક પટેલે લગ્નની તસવીરો શેર કરી લખ્યું, 'નારી શક્તિ ઝિંદાબાદ'

શા માટે આ શબ્દની પસંદગી થઈ?
દેશમાં વિતેલા એક વર્ષમાં મહિલાઓને લગતા બે મહત્ત્તવપૂર્ણ બનાવો નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યો હતો જ્યારે સદીઓથી કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ માટેના જે દ્વારા બંધ હતા તેને સુપ્રીમ ખોલ્યા હતા. આ બંને ઘટનાઓ કે ચુકાદાના કારણે દેશમાં મહિલાઓની શક્તિ અને તેમના હક્કોની ચર્ચા જોરશોરથી થઈ હતી.  આ બંને ચુકાદાઓના કારણે મહિલાઓ માટેની અનંત શક્યતાઓ ખુલ્લી થઈ હતી. દેશમાં અનેક ભાષાઓની વચ્ચે આ શબ્દ લોકપ્રિય બનતા તેનો સમાવેશ ઑક્સફોર્ડની ડિક્ષનરીમાં થયો હતો.
First published: January 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...