કર્ણાટકના ખેડૂતો પોતાના પાલતું કૂતરાઓને શા માટે 'વાઘ' બનાવી રહ્યા છે?

News18 Gujarati
Updated: December 3, 2019, 9:27 AM IST
કર્ણાટકના ખેડૂતો પોતાના પાલતું કૂતરાઓને શા માટે 'વાઘ' બનાવી રહ્યા છે?
કર્ણાટકના ખેડૂતો કૂતરાઓને વાઘ બનાવી રહ્યા છે.

શ્રીકાંત હવે પોતાના પાલતું કૂતરાને વાઘની જેમ પેઇન્ટ કરીને દરરોજ સવાર-સાંજ ખેતરમાં લઈ જાય છે. આવું કરીને તે પોતાના પાકને બચાવી રહ્યા છે.

  • Share this:
શિવમોગા : પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો કેવાં કેવાં નૂસખા કરતા હોય છે તેનો એક દાખલો કર્ણાટકમાં જોવા મળ્યો છે. ખાસ કરીને પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કાંટાળી વાડ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ખેતરોમાં ચાડિયા ઉભા કરવામાં આવતા હોય છે. જોકે, કર્ણાટકમાં ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે નવી જ કીમિયો અપનાવ્યો છે. અહીંના ખેડૂતો પોતાના પાલતું કૂતરાઓને 'વાઘ' બનાવી રહ્યા છે.

આ મામલો કર્ણાટકના શિવમોગા જિલ્લાના નલ્લૂર ગામનો છે. અહીંના ખેડૂતો વાંદરાઓના ત્રાસથી પરેશાન છે. જે બાદમાં તેઓ પોતાના પાલતું કૂતરાઓને 'વાઘ' બનાવીને ખેતરોમાં છોડી દે છે. કાળા અને પીળા રંગના કૂતરાઓના શરીર પર વાઘ જેવા પટ્ટા દોરી દેવામાં આવે છે. આવું કરીને કૂતરાઓનો દેખાવ વાઘ જેવો કરવામાં આવે છે.

કૉફીની ખેતી કરતા શ્રીકાંત ગૌડાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, "પહેલા વાંદરાઓ તમામ પાકોને નષ્ટ કરી દેતા હતા. વાંદરાઓને ભગાડવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તેઓ ભાગતા ન હતા. વાંદરાઓને ભગાવવા માટે પહેલા ગોવા અને બીજી જગ્યાએથી વાઘના આકારના રમકડાં પણ લઈ આવ્યો હતો. જોકે, ખેતરોમાં અનેક દિવસો સુધી તડકામાં પડ્યાં રહેવાના કારણે આ રમકડાંઓનો રંગ બદલાઈ જતો હતો. આથી વાંદરાઓ પાછા ખેતરોમાં આવવા લાગ્યા હતા."

શ્રીકાંત ગૌડા કહે છે કે, "આ માટે હવે અમે કૂતરાઓને જ હેર ડાઇથી વાઘના રંગમાં રંગી દીધા હતા. આ આઇડિયા કામ કરી ગયો હતો. વાંદરાઓ વાઘ બનેલા કૂતરાઓને જોઈને ખેતરોમાંથી ભાગવા લાગ્યા હતા."

શ્રીકાંત હવે કૂતરાને વાઘની જેમ પેઇન્ટ કરીને દરરોજ સવાર-સાંજ તેને ખેતરમાં લઈ જાય છે. કૂતરાને વાઘ સમજીને વાંદરાઓ ખેતરોમાંથી ભાગી જાય છે. આવું કરવાથી ખેડૂતોના પાકને થતું નુકસાન અટકી ગયું છે.
First published: December 3, 2019, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading