તમે ઘણી વખત સ્વાનને ગાડીઓ પાછળ ભાગતા જોયા હશે. તમારી સાથે પણ આવુ ક્યારેય બન્યું હોય. આ ઘટના બાદ તમારા મનમાં પણ ઘણા બધા સવાલો ઉઠે છે. જો તમારી પાસે કાર હોય તો કોઈ વાત નહી પરંતુ ક્યારેક કોઈ વખત બાઇક હોય તો તે ક્યારેક તો પણ ડર લાગે છે. સમજણ નથી આવતી કે હવે શું કરવું.
જો તમારી ગાડી પાછળ પણ સ્વાન દોડે છે તો તમને જણાવી દઇએ કે તેને તમારી ગાડીથી અને તમારી સાથે કોઇ દુશ્મની નથી, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે એક વૈજ્ઞાનિક કારણ સામે આવ્યુ છે. જે તમને જણાવશે આખરે સ્વાન ગાડીઓ પાછળ શા માટે દોડે છે.
વિસ્તારના ખતરાનો ડર
જ્યારે કોઈ એવી ગાડી નિકળે છે જેમાં કોઈ અન્ય સ્વાનના ટોયલેટની ગંધ હોય છે, તો તે વિચારીને ભાગે છે કે તેના વિસ્તારમાં અન્ય સ્વાનનું રાજ ના આવે. એટલે આ જ ડરથી સ્વાન ગાડી પાછળ દોડે છે અને ભૉંકીને તેની પાછળ ભાગવાનો પ્રયાસ કરે છે.
ટોયલેટનો એરિયા નક્કી કરે છે
તમને જણાવી દઇએ કે સ્વાનની સૂંગઘની ક્ષમતા તો ખુબ તીવ્ર હોય છે અને તેથી સ્વાન તેમના વિસ્તારમાં ટોયલેટમાં કરે છે અને તેમની સુગંધથી ઓળખે છે કે તે વિસ્તાર તેમનો છે. તેમાં આવનાર સ્વાનને એટલે છંછેડે છે કારણ કે તે પોતાના એરિયામાં આવવા નથી દેતા.
સ્વાન ગાડી પર એટલે ભોંકે છે
વારંવાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ ગાડી કોઈ સ્વાનના વિસ્તારમાં ઉભી હોય છે તો તે ગાડીમાં પેશાબ જરૂર કરે છે. જ્યારે તે ગાડી ચાલે છે અને બીજા સ્વાનના વિસ્તારમાં નિકળે તે સુગંધ ઓળખી જાય છે. તેને લાગે છે કે અન્ય વિસ્તારનો સ્વાન તેમના વિસ્તારમાં આવ્યો છે. એટલે સ્વાન ગાડી પાછળ દોડે છે.
સ્વાનની સંપત્તિ ઓળખ
હવેથી તમે ઘરની બહાર નીકળો અને કોઈ સ્વાનને તમારી ગાડીની પાછળ ભાગતા જુઓ તો તમે સમજી જશો કે તે સ્વાનનો વિસ્તાર છે અને તમારી ગાડીમાં અન્ય વિસ્તારના સ્વાને પેશાબ કર્યો છે.
સ્વાન બનાવે છે તેમનો વિસ્તાર
તમે આ કહેવત તો જરૂર સાભળી હશે એક વિસ્તાર સ્વાનનો હોય છે, જી હા આ વાત બિલકુલ સાચી છે. સ્વાનની એક વિશિષ્ટતા છે કે તે જ્યાં રહે છે ત્યાં એક વિસ્તાર નક્કી કરી લે છે. અને માં આવનાર સ્વાન ઉપર તે ભૉકવાનું શરૂ કરે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર