Home /News /eye-catcher /

Dish Antenna Tilted: આખરે ડિશ ટીવીની એન્ટેના ત્રાંસી કેમ લગાવવામાં આવે છે? શું તમે જાણો છો તેનું કારણ

Dish Antenna Tilted: આખરે ડિશ ટીવીની એન્ટેના ત્રાંસી કેમ લગાવવામાં આવે છે? શું તમે જાણો છો તેનું કારણ

દરરોજ ત્રાંસી એન્ટેના જોવા છતાં પણ આપણે તેની પાછળનું કારણ નહીં જાણતાં હોઈએ. (Image- Internet)

Why Dish Antenna Tilted: દરરોજ ત્રાંસી એન્ટેના જોઇને આપણને તેની આદત પડી જાય છે, આપણા માટે તે નોર્મલ છે અને એટલે જ આપણે એવું નથી વિચારતા કે આવું શા માટે છે? ડિશ એન્ટેના (Dish Antenna) ત્રાંસી લગાવવા પાછળ એક ખાસ કારણ છે.

    Why Dish Antenna Tilted: આપણે ઘણી વખત એવી વસ્તુઓ જોઈએ છીએ, જે આપણી નજર માટે તદ્દન નોર્મલ હોય છે અને એટલે જ આપણે કોઈ સવાલ નથી કરતા. જો કે, ક્યારેક તે આપણને વિચારતા કરી મૂકે છે. તમે ઘણી વખત ઘરની ઉપર ડિશ ટીવીની છત્રી (Dish Antenna Tilt Reason) જોઈ હશે, પરંતુ શું તમે નોટિસ કર્યું છે કે તેને હંમેશા ત્રાંસી જ લગાવવામાં આવે છે. આખરે તેની પાછળનું કારણ શું છે?

    દરરોજ આ ત્રાંસી એન્ટેના જોઇને આપણને તેની આદત પડી જાય છે, આપણા માટે તે નોર્મલ છે અને એટલે જ આપણે એવું નથી વિચારતા કે આવું શા માટે છે? ડિશ એન્ટેના (Dish Antenna) ત્રાંસી લગાવવા પાછળ એક ખાસ કારણ છે. જો તેને ત્રાંસી ન લગાવવામાં આવે, તો તે તેનું પર્પસ પૂરું ન કરી શકે. ડિશ એન્ટેનાનું કામ હોય છે આપણા ટીવીમાં સિગ્નલ્સને કેચ કરીને તેને પિક્ચરમાં કન્વર્ટ કરવાનું. એવામાં જો આ એન્ટેના સીધી લગાવવામાં આવે તો શું થાય? એ વિશે ક્યારેય તમે વિચાર્યું છે ખરું?

    આ પણ વાંચો: નોટની બાજુ પર શા માટે બનાવવામાં આવે છે આ ત્રાંસી રેખાઓ? ભાગ્યે જ જાણતા હશો કારણ

    tilted dish antenna
    ડિશની છત્રીને ત્રાંસી લગાવવા પાછળ એક ખાસ કારણ છે.


    શા માટે હોય છે આવી ડિઝાઈન?

    ડિશની છત્રીને ત્રાંસી લગાવવા પાછળ એક ખાસ કારણ છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેથી જ્યારે કોઈ કિરણ તેના કોનકેવ સરફેસથી અથડાય, તો તે રિફ્લેક્ટ કરીને પાછી ન ચાલી જાય. ત્રાંસી હોવાને લીધે તે ફોકસ પર કેન્દ્રિત થઈ જાય છે. આ ફોકસ સરફેસના મીડિયમથી થોડી દૂર હોય છે.

    આ પણ વાંચો: શું તમે ક્યારેય 4 હાથ અને 4 પગવાળુ માનવી જોયું છે? વાંચો અસામાન્ય બાળકીની વિચિત્ર સ્ટોરી

    ઓફસેટ હોય છે એન્ટેના

    જો આપણે ડિશ એન્ટેનાની વાત કરીએ તો તે ઓફસેટ હોય છે. ઓફસેટ એન્ટેના એટલે કે આ કોનકેવ સરફેસથી મળતું આવે છે પરંતુ થોડું જ અંદર વળેલું હોય છે. આ સરફેસ પર જ્યારે સિગ્નલ અથડાય છે તો તે એન્ટેનામાં લાગેલા ફીડ હોર્ન પર કેન્દ્રિત થઈ જાય છે. આ ફીડ હોર્ન આ સિગ્નલ્સને રિસીવ કરી લે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Know about, અજબગજબ

    આગામી સમાચાર