Home /News /eye-catcher /દારૂ પીતી વખતે ચિયર્સ શા માટે બોલાય છે? સેલિબ્રેશનમાં કેમ ઉડાડવામાં આવે છે શેમ્પેઈન? જાણો રોચક તથ્યો

દારૂ પીતી વખતે ચિયર્સ શા માટે બોલાય છે? સેલિબ્રેશનમાં કેમ ઉડાડવામાં આવે છે શેમ્પેઈન? જાણો રોચક તથ્યો

એવી માન્યતા છે કે, ચીયર્સ કરીને દારૂના થોડા ટીપાં બહાર પડવાથી અસંતુષ્ટ આત્માઓને પણ દારૂની તૃપ્તી થાય છે. (ફાઇલ ફોટો)

તમે કેટલાક લોકોને વાઇન પીતા પહેલા ગ્લાસમાંથી થોડા ટીપાં અહીં-ત્યાં છાંટતા જોયા હશે. જર્મનીમાં એવી માન્યતા છે કે અવાજ કરવાની સાથે કાચ અથડાવાથી દુષ્ટ આત્માઓ ઉજવણીના વાતાવરણમાંથી દૂર થઈ જાય છે અને તમે સંપૂર્ણ આનંદ માણી શકો છો.

  Reason Behind Clinking Glasses and Saying Cheer While Drinking : પાર્ટીમાં કે કોઈ સેલિબ્રેશન ટાઈમે 'ચીયર્સ' બોલ્યા વગર જ હોઠ પર વાઇન લગાવવું એ ફોન પર વાતચીત શરૂ કરતાં પહેલાં 'હેલો' ન કહેવા જેટલું જ અધૂરું છે. દારૂના જામની આ પ્રથા સદીઓથી ચાલી આવી છે, જેના માટે ધાર્મિકથી લઈને વૈજ્ઞાનિક કારણો સુધીના દાવા કરવામાં આવે છે.

  એવી માન્યતા છે કે, ચીયર્સ કરીને દારૂના થોડા ટીપાં બહાર પડવાથી અસંતુષ્ટ આત્માઓને પણ દારૂની તૃપ્તી થાય છે. તમે કેટલાક લોકોને વાઇન પીતા પહેલા ગ્લાસમાંથી થોડા ટીપાં અહીં-ત્યાં છાંટતા જોયા હશે. જર્મનીમાં એવી માન્યતા છે કે અવાજ કરવાની સાથે કાચ અથડાવાથી દુષ્ટ આત્માઓ ઉજવણીના વાતાવરણમાંથી દૂર થઈ જાય છે અને તમે સંપૂર્ણ આનંદ માણી શકો છો. ગ્રીસની પ્રાચીન માન્યતાઓ અનુસાર ખુશીના વાતાવરણમાં જામને ઉપરની તરફ ઉઠાવવું એ ભગવાનને અર્પણ કરવાનો પ્રયાસ હતો.

  લોકો શા માટે કહે છે 'ચીયર્સ' ?

  કોકટેલ ઈન્ડિયા યુટ્યુબ ચેનલના સ્થાપક સંજય ઘોષ ઉર્ફે દાદા બારટેન્ડર દારૂ પીતા પહેલા 'ચીયર્સ' કરવાની પ્રથા વિશે ખૂબ જ રસપ્રદ વાત જણાવતા કહ્યું કે મારા મતે મનુષ્યમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે - આંખ, નાક, કાન, જીભ અને ચામડી. જ્યારે લોકો દારૂ પીવા માટે તેમના હાથમાં ગ્લાસ ઊંચો કરે છે ત્યારે તેઓ તેને પ્રથમ સ્પર્શ કરે છે. આ દરમિયાન તે પીણાને આંખોથી જોવે છે. પીતી વખતે જીભથી તે તેનો સ્વાદ અનુભવે છે. આ દરમિયાન નાક દ્વારા તે પીણાની સુગંધ અનુભવાય છે.

  આ પણ વાંચો- MD ડ્રગ્સ મામલે મોટો ખુલાસો: ગુજરાતમાં અલગ-અલગ જગ્યા એ 6 સ્ટેજમાં બનાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ

  ઘોષના મતે દારૂ પીવાની આ આખી પ્રક્રિયામાં માત્ર કાનનો ઉપયોગ થતો નથી. આ ઉણપને પુરી કરવા માટે 'ચીયર્સ' કરીએ છીએ અને આપણે અમારા કાનના આનંદ માટે ગ્લાસ અથડાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ રીતે દારૂ પીવામાં પાંચ ઇન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ થાય છે અને દારૂ પીવાની અનુભૂતિ વધુ સુખદ બને છે.

  સેલિબ્રેશન સાથે શેમ્પેઈનનું છે ખાસ કનેક્શન ?

  આપણે ફિલ્મ સ્ટાર્સથી લઈને સ્પોર્ટ્સ પર્સનાલિટી સુધી તમામની ઉજવણીના પ્રસંગોએ બોટલમાંથી શેમ્પેઈન ઉડાડતા જોયા છે. વૈભવી જીવન માણતા લોકોમાં જન્મદિવસ, વર્ષગાંઠો અને અન્ય ખુશીના પ્રસંગોએ શેમ્પેઈન સાથે સેલિબ્રેશન સામાન્ય બન્યું છે. જોકે સવાલ એ થાય કે આ ક્યારથી કરવામાં આવે છે ? શેમ્પેઈનને બદલે બિયર કે અન્ય કોઈ દારૂનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો? આ સવાલો સંદર્ભે ઘોષ કહે છે કે ફ્રેંચ ક્રાંતિ પછી પ્રથમ વખત ઉજવણીના અવસર પર જાહેરમાં શેમ્પેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે શેમ્પેઈન સ્ટેટસ સિમ્બોલ હતું અને તેને ખરીદવું સામાન્ય લોકોના ગજામાં નહોતું. જોકે હવે તે ખૂબ સસ્તું થઈ ગયું છે અને મધ્યમ વર્ગના લોકો પણ તેને સરળતાથી ખરીદી શકે છે. રસપ્રદ વાત એ છે કે જેમના માટે શેમ્પેઈન મોંઘી છે તેઓ ઉજવણીમાં સસ્તા વિકલ્પ તરીકે 'સ્પાર્કલિંગ વાઈન'નો પણ ઉપયોગ કરે છે.

  જાણો શું છે શેમ્પેઈન ?

  શેમ્પેઈન પણ એક પ્રકારની વાઈન છે. સામાન્ય વાઇનમાં કોઈ બબલ અથવા ફીણ હોતા નથી. જ્યારે તેમાં સ્પાર્ક અને પરપોટા હોય ત્યારે આ વાઇન શેમ્પેઈનની શ્રેણીમાં આવી જાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય પાણીમાં ભળી જાય છે, તે સોડા અથવા સ્પાર્કલિંગ વોટર બની જાય છે. તમામ શેમ્પેઈન સ્પાર્કલિંગ વાઈનનો એક પ્રકાર છે, પરંતુ તમામ સ્પાર્કલિંગ વાઈનને શેમ્પેઈન ન કહી શકાય.

  આ પણ વાંચો- જળતાંડવ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા

  ઘોષના જણાવ્યા અનુસાર, ફ્રાંસમાં એક જગ્યાએ માત્ર સ્પાર્કલિંગ વાઇન બનાવવામાં આવે છે, જેને શેમ્પેઈન કહેવામાં આવે છે. એટલે કે ફ્રાન્સના 'શેમ્પેઈન રિજન'માં બનતી સ્પાર્કલિંગ વાઇનની બોટલ પર જ શેમ્પેઈન લખી શકાય છે. આ તફાવતને સમજાવવા માટે, ઘોષ એક ખૂબ જ સરળ ઉદાહરણ આપે છે.

  તેમનું કહેવું છે કે, દેશના વિવિધ ભાગોમાં ગમે તેટલી સારી ચા મળે, તેને દાર્જિલિંગ ચા ન કહી શકાય. જેમ દાર્જિલિંગ ચા બંગાળના ચોક્કસ પ્રદેશ સાથે સંબંધિત છે, તેવી જ રીતે શેમ્પેઈન ફ્રાન્સના ચોક્કસ પ્રદેશ 'શેમ્પેઈન પ્રદેશ' સાથે સંબંધ ધરાવે છે. કદાચ તેથી જ ઇટાલીમાં બનેલા સ્પાર્કલિંગ વાઇનને શેમ્પેઈન નહીં પણ પ્રોસેકો કહેવામાં આવે છે. એ જ રીતે, સ્પેનમાં બનેલા સ્પાર્કલિંગ વાઇનને પણ કાવા કહેવામાં આવે છે, શેમ્પેઈન નહીં.

  કઇ રીતે બને છે શેમ્પેઈન ?

  શેમ્પેઈનને બનાવવા માટે ખાસ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવાનુ રહે છે. ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ સ્પાર્કલિંગ વાઇનથી શેમ્પેઈન તૈયાર થાય છે. ઘોષના પ્રમાણે,શૈપેનને બનાવવા માટે મુખ્ય ત્રણ રીતે Pino Noir,pinot Meunier અને Chatdonnay ની જરુર પડે છે. પછી બે પડાવમાં ફર્મેન્ટેશન કરીને બોટલમાં ભરીને 5 થી 10 મહિના માટે છોડી દે છે. આ પ્રક્રિયા દરમિયાન શેમ્પેઈનમાં બબલ્સ ઉત્પન્ન થાય છે. આ પછી, કેટલીક વધુ પ્રક્રિયાઓ અને વર્ષોની મેચ્ચોરિંગ પ્રોસેસમાંથી પસાર થયા પછી શેમ્પેઈન તૈયાર કરવામાં આવે છે. ફર્મેટેશનની પ્રક્રિયા દરમિયાન બોટલની અંદર હાઇ પ્રેશર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે લોકો શેમ્પેઈનની બોટલમાંથી કૉર્કને હટાવે છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી બહાર આવે છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: OMG News, OMG story, અજબ ગજબ સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन