દુનિયાભરમાં ઉડનારા વિમાનોનો કલર સફેદ જ કેમ હોય છે?

News18 Gujarati
Updated: October 23, 2019, 4:08 PM IST
દુનિયાભરમાં ઉડનારા વિમાનોનો કલર સફેદ જ કેમ હોય છે?
વિમાનનો કલર સફેદ જ કેમ હોય છે, જાણો

વિમાનના સફેદ કલર હોવા પાછળના ઘણા કારણો છે. આનાથી માત્ર સુરક્ષા જ નહીં પણ ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

  • Share this:
આપણે ઘણીવાર વિમાનને આકાશમાં ઉડતા જોતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મોટાભાગના વિમાનો કેમ સફેદ રંગના છે. સફેદ કલરની કાર પણ આખા વિશ્વમાં મોટી સંખ્યામાં વેચાય છે, જે તેનું એક મોટું કારણ છે કે તેની રીસેલ વેલ્યુ પણ ઘણી વધારે છે. પરંતુ વિમાન સફેદ હોવાનું કારણ કંઈક બીજું છે.

ગરમીને ઘટાડે

વિમાનનો કલર સફેદ હોવા પાછળ સૂર્યપ્રકાશ એક મુખ્ય કારણ છે. ખરેખર, સફેદ કલર સૂર્યપ્રકાશને શોષી લેતો નથી, પરંતુ તે તેની સાથે ટકરાઇ છે અને પાછો આવે છે. જેના કારણે વિમાનની અંદરની કેબીન ખૂબ ગરમ થતી નથી. આને કારણે વિમાનને ઠંડુ રાખવા માટે વધુ બળતણનો ખર્ચ થતો નથી.ઓછી કિંમત

આનું બીજું સૌથી મોટું કારણ એ છે કે અન્ય પેઇન્ટની તુલનામાં સફેદ કલર સસ્તો છે. સરેરાશ સાઇઝના એરબસ એ320 ને અથવા બોઇંગ 737 પેઇન્ટ કરવા માટે 65 ગેલન અથવા 245 લીટર પેઇન્ટની જરુર હોય છે. આ ઉપરાંત વિમાનને ગ્લાસી કલર રાખવા માટે પણ જાળવણી રાખવી પડે છે. જેથી એરોડાયનેમિક્સ બન્યો રહે. આ જ કારણોસર સફેદ કલર સસ્તો થઈ જાય છે.ચકલી ઓછી ટકરાઈ

જો કે આ વિચિત્ર લાગે છે, તેમ છતાં અભ્યાસોએ બતાવ્યું છે કે સફેદ પેઇન્ટને કારણે પક્ષીઓ વિમાનમાં ઓછા ટકરાઇ છે. કોઈ પણ વિમાન માટે પક્ષીઓ ટકરાવવાનું મોટું જોખમ છે, જેના કારણે હજારો મુસાફરો જોખમમાં મુકાઈ શકે છે. અધ્યયનોએ બતાવ્યું છે કે પાંખવાળા પક્ષીઓ વાદળી અથવા લાલ કલરની તુલનાએ સફેદને વધુ ઝડપથી ઓળખે છે.અકસ્માત ઘટાડવામાં મદદ

મોટાભાગના હવાઈ દુર્ઘટના ફક્ત ટેક-ઑફ અને લેન્ડિંગ દરમિયાન થાય છે. પાઇલટ માટે એક સાથે એ શક્ય નથી કે પૂરા વિમાનને જોઇ શકે, આ કારણોસર, ટેક ઑફ અને લેન્ડિંગ દરમિયાન એર હોસ્ટેસ મુસાફરોને વિન્ડો ફ્લોપ ખોલવા કહે છે. તેની પાછળનું કારણ એ છે કે જો વિમાનમાં કોઈ ક્રેક અથવા સ્પાર્ક આવે છે, તો તે તરત જ સફેદ પડ પર દેખાશે.
First published: October 23, 2019, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading