Home /News /eye-catcher /જાણો કોણ છે જાપાની અરબપતિ યુસાકૂ મેજાવા અને તે કેમ છે ચર્ચામાં

જાણો કોણ છે જાપાની અરબપતિ યુસાકૂ મેજાવા અને તે કેમ છે ચર્ચામાં

જાણો કોણ છે જાપાની અરબપતિ યુસાકૂ મેજાવા

Yusaku Maezawa: 46 વર્ષના યુસાકૂ મેજાવા જાપાનના અરબપતિ (Japanese Billionaire) છે, જેમને વિશ્વમાં ફેશન મુગલના નામે ઓળખવામાં આવે છે. તે એક કલા સંગ્રહકર્તા તરીકે પણ ઓળખાય છે. તેમની કંપની સ્ટાર્ટ ટૂડેએ પોતાની શરૂઆત મ્યૂઝિક આલ્બમ અને સીડીના વેચાણથી કરી હતી

વધુ જુઓ ...
જો તમે એવું વિચારો છો કે અંતરિક્ષ પ્રવાસ (Space Tourism)માં અમેરિકી અથવા પશ્ચિમી કંપનીઓની જ બોલબાલા છે, તો તમે ખોટા પણ હોઈ શકો છો. કેમ કે આવું નથી. આ જ વર્ષે ઓક્ટોબરમાં રશિયન એક્ટ્રેસ અને ડાયરેક્ટરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં 12 દિવસ સુધીનું શૂટિંગ કાર્યક્રમ પૂરો કર્યો અને હવે જાપાની અરબપતિ યુસાકૂ મેજાવા (Yusaku Maezawa) રશિયાના સુયોદ કેપ્સૂલમાં બુધવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યાં છે. આનાથી પહેલા તેમણે 2023માં ચંદ્ર પર જવા માટે 2018માં ટિકિટ ખરીદી હતી અને ચર્ચામાં આવ્યા હતા. મેજાવા વિશે કહેવામાં આવે છે કે તેમણે ઈ-કોમર્સથી પોતાની અરબોની સંપતિ ઉભી કરે છે.

કોણ છે યુસાકૂ મેજાવા

46 વર્ષના યુસાકૂ મેજાવા જાપાનના અરબપતિ છે, જેમને વિશ્વમાં ફેશન મુગલના નામે ઓળખવામાં આવે છે. તે એક કલા સંગ્રહકર્તા તરીકે પણ ઓળખાય છે. તેમની કંપની સ્ટાર્ટ ટૂડેએ પોતાની શરૂઆત મ્યૂઝિક આલ્બમ અને સીડીના વેચાણથી કરી હતી. જે પછીથી ઈ-કોમર્સના માધ્યમથી ફેશન અને ખાસ કરીને કપડાના વ્યવસાયમાં આવ્યા છે. તેમની ઝોઝો (Zozo) નામની કપડાની બ્રાન્ડ ખૂબ ફેમસ છે. આ વર્ષે તેમની નેટવર્થ 1.9 અરબ ડોલરથી વધુ આંકવામાં આવી છે.

આ પણ વાંચો-ફાયર પાન બાદ ગુજરાતની ‘Fire Panipuri'નો વીડિયો સોશિયલ મીડિયામાં Viral, તમે પહેલા જ જોઇલો

ડોક્યુમેન્ટ્રી બનશે-  આ યાત્રા દરમ્યાન મેજાવાની સાથે તેમની પ્રોડક્શન ટીમ અને વિડીયોગ્રાફર યોજો હીરાનો પણ સાથે હશે. જણાવી દઈએ કે આ લોકો મેજાવાની આ યાત્રાની ડેક્યુમેન્ટ્રી બનાવશે. મેજાવા વર્ષ 2018માં એ વખતે ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે વર્ષ 2023 સુધી સ્પેસ એક્સ કંપનીની સ્ટારશીપ સાથે ચંદ્ર પર જવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પોતાની સાથે 8 અન્ય લોકોને પણ ફ્રીમાં લઈ જવાની વાત કરી હતી. આ યોજના પર હાલ પણ કાર્ય ચાલી રહ્યું છે. હાલ તેઓ ISSની 12 દિવસની યાત્રા પર છે.

આ પણ વાંચો-VIRAL VIDEO: કોયડો ઉકેલવા બાળકીએ કરી ખાસ ટ્રિક કે જોનારાએ વારંવાર જોયો વીડિયો

બીજું શું કરશે મેજાવા-  12 દિવસના અંતરિક્ષ પ્રવાસ માટે રવાના થયેલા મેજાવા પોતાના અનુભવ પોતાના યૂટ્યૂબ ચેનલ પર લોકો સાથે શેર કરશે. મેજાવા અંતરિક્ષમાં રહીને 100 ટાસ્ક પૂરા કરવાની યોજના બનાવીને ગયા છે. હાલમાં 7 લોકો છે, જેમાં એક જર્મન, એક જાપાની અને બે રશિયન અંતરિક્ષ યાત્રી છે. મેજાવાની સાથે રશિયન યાત્રી એલેક્ઝેન્ડર મિસુર્કિન પણ ગયા છે.

અંતરીક્ષમાં કરવાના 100 ટાસ્ક-  મેજાવા પાસે અંતરિક્ષમાં 100 વસ્તુઓની યાદી છે, જેની માટે તેમણે આ વર્ષે મે મહિનામાં સામાન્ય લોકો પાસેથી સલાહ માંગી હતી. આ યાદીમાં કાગળનું પ્લેન ઉડાડવું સાથે જ, ટિકટોક ડાંસ અને ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનથી હવા પાછી પૃથ્વી પર લાવવા જેવા ટાસ્ક શામેલ છે. આમાં એક બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ શામેલ છે.

વેબસાઈટ પર માંગ્યા હતા સૂચનો- સામાન્ય લોકોથી સૂચન લેતા સમયે મેજાવાએ પોતાની વેબસાઈટ પર લખ્યું હતું, હું આ અનુભવ તમામ લોકો માટે ઈચ્છુ છું અને આ માટે જ હું આ યોજના સાથે આવ્યો છું. મારે અંતરિક્ષમાં શું કરવું જોઈએ તેની પર મને તમારા વિચારોની જરૂર છે. આ વિચારો અને આઈડિયાઓ છોકરમતથી ગંભીર સુધીના કોઈપણ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે તે આ આઈડિયામાંથી 100ની પસંદગી કરશે.

કેવી રીતે માંગ્યા સૂચનો-  મેજાવાએ તે જ સમયે જણાવ્યું હતું કે આ સૂચનો જો સ્વીકારવામાં આવે તો તેમને સ્પેસ સ્ટેશનની અંદર જ ફિલ્માવવામાં આવશે. જે બાદ તેને યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવશે. લોકોને પોતાની તરફથી પણ તેમણે કેટલાક સુઝાવ આપ્યા જેમ કે શું થાય જો તમે પેટનું ગેસ બહાર કાઢો, શું તમે ઉપર જતા રહેશો અથવા શું થશે જો તમે અતંરિક્ષમાં પોકેમોન જીઓ રમો કે પછી અંતરીક્ષમાંથી કોઈને કોલ કરો.

આ સ્પષ્ટ નથી કે મેજાવાની આ યાત્રમાં કેટલો ખર્ચ થશે. જણાવવામાં આવ્યું છે કે આ પહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ પ્રકારની પ્રથમ ઉડાનનો ખર્ચ લગભગ 2થી 4 કરોડ ડોલર થયો હતો. તેમની યાત્રાની વ્યવસ્થા કરાવી આપનાર કંપની સ્પેસ એડવેન્ચરે આ બાબતે કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. જો કે જણાવવામાં આવી રહ્યું છે કે વર્તમાનમાં યાત્રાની કિંમત લગભગ 5થી 6 કરોડ ડોલરની છે, જેથી મેજાવાની યાત્રાની કિંમત ઓછી જ છે.
First published:

Tags: Japanese billionaire, OMG, Viral Photos, Yusaku maezawa, વાયરલ વીડિયો