રૂ. 17.50 લાખમાં ખરીદ્યો કાળો ઘોડો, થોડા દિવસમાં થઈ ગયો સફેદ!

આરોપીએ કાળા કલરના ઘોડાની રૂ. 24 લાખ બોલી લગાવી હતી. બાદમાં આ સોદો 17.50 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો.

News18 Gujarati
Updated: October 25, 2018, 1:36 PM IST
રૂ. 17.50 લાખમાં ખરીદ્યો કાળો ઘોડો, થોડા દિવસમાં થઈ ગયો સફેદ!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 25, 2018, 1:36 PM IST
ચંદીગઢઃ પંજાબના ફરીદકોટમાં મોંઘી નસ્લના ઘોડા રાખવાના એક શોખિન વ્યક્તિ સાથે ગજબની છેતરપિંડી થઈ ગઈ હતી. કરણવીર ઇન્દ્ર સિંહ સેખો નામના વ્યક્તિએ કાળા કલરના ઘોડાની ખરીદી કરી હતી, જે સફેદ નીકળ્યો હતો. હકીકતમાં તેમણે જે ઘોડાની ખરીદી કરી હતી તે સફેદ કલરનો હતો જેને ડાય કરીને કાળો બનાવી દેવામાં આવ્યો હતો. પીડિતે આ અંગેની ફરિયાદ ફરીદકોટ પોલીસમાં કરી છે.

કરણવીર સિંહે જણાવ્યું કે, આરોપીએ તેમને એક કાળા કલરનો ઘોડો બતાવ્યો હતો. જેની કિંમત રૂ. 24 લાખ લગાવવામાં આવી હતી. બાદમાં આ સોદો 17.50 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો. તેમણે ઘોડાની ખરીદી કરીને પૈસા પણ ચુકવી આપ્યા હતા. પરંતુ થોડા દિવસો પછી ધોડા પર લગાવવામાં આવેલી ડાયનો કલર ઉતરવા લાગ્યો હતો અને ઘોડાના શરીર પર સફેદ ધબ્બા દેખાવા લાગ્યા હતા. કરણવીરસિંહે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસમાં ફરિયાદ આપતી વખતે તેમણે જણાવ્યું કે તેઓ મોંઘી નસ્લના ઘોડા ખરીદતા રહે છે. તાજેતરમાં તે એક ઘોડાની ખરીદી કરવા માટે બરનાલા પહોંચ્યાં હતા. અહીં આરોપી મેવા સિંહ, તેના માતાપિતા સહિત આઠ લોકો કાળા કલરનો ઘોડો લઈને આવ્યા હતા. આ ઘોડો તેમણે રૂ. 17.50 લાખમાં ખરીદ્યો હતો. પીડિતની ફરિયાદ બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
First published: October 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...