...અને તમારા મોબાઈલ પર આવશે મંગળ કે અન્ય ગ્રહ પરથી ફોન

તમામ વૈજ્ઞાનિક માને છે કે, અગામી 50થી 100 વર્ષમાં ધરતીનું તાપમાન એટલું વધી જશે કે, અહીં રહેવું મુશ્કેલ થઈ જશે.

News18 Gujarati
Updated: November 15, 2018, 7:57 AM IST
...અને તમારા મોબાઈલ પર આવશે મંગળ કે અન્ય ગ્રહ પરથી ફોન
તમામ વૈજ્ઞાનિક માને છે કે, અગામી 50થી 100 વર્ષમાં ધરતીનું તાપમાન એટલું વધી જશે કે, અહીં રહેવું મુશ્કેલ થઈ જશે.
News18 Gujarati
Updated: November 15, 2018, 7:57 AM IST
કેટલાક સમય પહેલા સ્ટીફન હોકિંગ એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તે એ જાણવાની કોશિસ કરી રહ્યા હતા કે, શું પૃથ્વી પરથી બીજા ગ્રહ પર રહેવા જવું સંભવ છે. તેમનું માનવું છે કે, 50થી 100 વર્ષ વચ્ચે પૃથ્વી પર માનવીય જીવન મુશ્કેલ થવા લાગશે, અને ત્યારે આપણે બીજા ગ્રહ પર જીવનની સંભાવના તપાસવી જ પડશે. માનવામાં આવી રહ્યું છે કે, અગામી બે દશકમાં આપણે આ સ્થિતિમાં આવી ચુક્યા હોઈશું, જ્યારે બીજા ગ્રહ પર રહેતા પૃથ્વીવાસીઓ સાથે આપણે સીધી વાતચીત કરી શકીશું.

શું તમે એ દિવસની કલ્પના કરી છે, જ્યારે કોઈ મંગળ ગ્રહ પરથી તમને ફોન કરશે અને કહેશે કે તે થોડા દિવસ ચેન્જ માટે પૃથ્વી પર આવી રહ્યો છે. અથવા તમે તમારા પાડોશીને કહેશો કે વિચારી રહ્યો છું કે હું ગેલેક્સીના આ ગ્રહ પર જઈ વસી જાઉ. આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ ચાર દસકા બાદ આ બધી વાતો હકીકતમાં બદલાઈ જશે.

અગામી 50 થી 100 વર્ષમાં પૃથ્વીનું તાપમાન વધી જશે

તમામ વૈજ્ઞાનિક માને છે કે, અગામી 50થી 100 વર્ષમાં ધરતીનું તાપમાન એટલું વધી જશે કે, અહીં રહેવું મુશ્કેલ થઈ જશે. જ્યારે આ સદી ખતમ થશે, ત્યાં સુધીમાં કૃષીને બચાવી રાખવી મુશ્કેલ થઈ જશે. ધરતી પરથી પાણી ગાયબ થવા લાગશે. એવી સ્થિતિમાં આપણે વૈકલ્પિક સાધનો તરફ દેખવું જ પડશે. સ્ટીફન હોકિંગનું કહેવું છે કે, ભવિષ્યમાં હવામાનમાં થતા ફેરફારની સાથે નાભિકીય યુદ્ધ અથવા ઉલ્કા પિંડોની વરસાદ પણ પૃથ્વીના જીવન પર પ્રતિકૂળ અસર નાખી શકે છે.

મંગળ પર જવાનું બની શકે ચે સંભવ
અંતરીક્ષમાં માણસે પગલા મુકે આમ તો 60થી વધારે વર્ષ થઈ ગયા, પરંતુ હવે ધીરે-ધીરે અંતરીક્ષમાં તેમની ગતિવીધીઓ વધવા લાગી છે. મંગળ ગ્રહ પર જવાની વાત સચ્ચાઈમાં બદલાવવાની છે. આ સાથે શનિ અને ગુરૂ ગ્રહો સુધી પૃથ્વીવાસીઓએ શોધ શરૂ કરી દીધી છે. ખગોળ વૈજ્ઞાનિકોની નજર પોતાના સૌરમંડળ સિવાય અપાર વિસ્તૃત અેન રહસ્યમયી સૌરગંગા પર જઈને ટકી ગઈ છે.
Loading...

શું ગેલેક્સીમાં છે પૃથ્વી લાયક ગ્રહ
છેલ્લા કેટલાક વર્ષથી અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ આપણા સોલર સિસ્ટમની બહાર કેટલાએ ગ્રહોની શોધ કરી છે. કેપલર ટેલીસ્કોપે એકલાએ 1000થી વધારે ગ્રહ શોધી કાઢ્યા છે. આવા બહારના ગ્રહો પર જીવન શક્ય છે. જો તેનો આકાર પૃથ્વી સમાન હોય અને તે પોતાના તારાના ગોલ્ડીલોક્સ જોનમાં હોય, એટલે કે, પૃથ્વીની જેમ જ હોય, જ્યાં તાપમાન ના વધારે હોય ના બહુ ઓછું હોય, તો તેના પર જીવનની સંભાવના થઈ શકે છે.
First published: November 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...