કોરોના (Corona) કાળમાં દુનિયાભરમાં કરોડો લોકોને નોકરી (Job) ગુમાવવાનો વારો આવ્યો છે જેના કારણે બેરોજગારી (unemployment) દર વધી રહ્યો છે. બીજી તરફ કેટલાક સ્થળો પર કૂતરા અને બિલાડીને નોકરી આપવામાં આવી રહી છે. કૂતરા અને બિલાડીને નોકરી મળવાની વાત સાંભળીને તમે હેરાન ન થાઓ, આ સાચી વાત છે. હાલમાં એક બિલાડીને હૉસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી આપવામાં આવી છે.
આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે. અહીંના Epworth Hospital જે Richmondમાં છે, ત્યાં એક રસ્તે રખડતી બિલાડીને નોકરી પર રાખવામાં આવી છે. બિલાડીનું ખાસ આઈકાર્ડ પણ બનાવવામાં આવ્યું છે જેમાં બિલાડીનું નામ Elwood લખેલું છે અને તેના પદનું નામ સિક્યુરિટી લખેલું છે. નોંધનીય છે કે, આ રસ્તે રખડતી બિલાડી એક વર્ષ આ હૉસ્પિટલના મુખ્ય દરવાજાની પાસે ફરી રહી હતી. તેને ધ્યાને લઈ હૉસ્પિટલ પ્રશાસને તેના ગળામાં એક કાર્ડ ભરાવી દીધું. જેની પર Elwoodની તસવીર છાપેલી છે અને તેમાં તેનું નામ લખેલું છે અને નીચે લખ્યું છે સિક્યુરિટી.
Chantel Trollip આ હૉસ્પિટલમાં Pathologist છે. તેઓએ Bored Pandaને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલાડી તેમની હૉસ્પિટલના મુખ્ય દરવાજા પર સિક્યુરિટી કરી રહી છે. એક દિવસ તેમણે જોયું કે તેના ગળામાં એક કાર્ડ લટકેલું છે. પછી તેમને જાણવા મળ્યું કે હૉસ્પિટલની સિક્યુરિટી ટીમે આ બિલાડીને હાયર કરી દીધી છે.
આ બિલાડી દેખાવમાં પણ સુંદર છે. ડૉક્ટરે જણાવ્યું કે, બિલાડી હૉસ્પિટલમાં આવનારા લોકોનું ઘણું ક્યૂટ વેલકમ કરે છે. દરવાજા પર તેને જોઈ લોકોના ચહેરા પર આપમેળે સ્મિત આવી જાય છે. સિક્યુરિટી પર જે લોકો આ બિલાડીને જુએ છે તેમનો ચહેરો ખીલી જાય છે. બિલાડી એટલી સ્ફુર્તિથી ભરેલી છે કે હૉસ્પિટલના ચારે તરફ દિવસમાં અનેક આંટા લગાવતી રહે છે.
આ પણ વાંચો, Covid 19 : કોરોના કાળમાં એર ટ્રાવેલ પહેલા રાખો આ બાબતોની ખાસ તકેદારી
આ બિલાડીને સિક્યુરિટી સ્ટાફ ટ્રેન્ડ પણ કરી રહ્યા છે કે જેથી તે હૉસ્પિટલની યોગ્ય રીતે સુરક્ષા કરી શકે. આ પોસ્ટને ગ્રેટીટ્યૂડ ડીએનએ નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવી છે. ત્યારબાદ લોકો આ પોસ્ટને જોઈ ખુશ થઈ રહ્યા છે. તેની સાથે જ સોશિયલ મીડિયામાં તેને શૅર કરવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર