Home /News /eye-catcher /

શું થાય છે જ્યારે મનુષ્ય ટેક્નોલોજી પર નિર્ભર બને છે? IAS ઓફિસરનો વીડિયો ખોલી નાખશે આંખો

શું થાય છે જ્યારે મનુષ્ય ટેક્નોલોજી પર નિર્ભર બને છે? IAS ઓફિસરનો વીડિયો ખોલી નાખશે આંખો

ટેક્નોલોજીના કારણે મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિની કહાની

IAS ઓફિસર અવનીશ શરણે (IAS Awanish Sharan) સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર એક ફની વીડિયો (Funny Video) શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટેક્નોલોજી (Technology)ના આધારે વ્યક્તિ કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

વધુ જુઓ ...
    આજના સમયમાં દુનિયાએ ઘણી પ્રગતિ કરી છે. જેમ જેમ વ્યક્તિ પાસે પૈસા આવે છે, તેમ તેમ તે પોતાની સગવડતા (Technology) માટે મશીનો ખરીદતો જાય છે. પહેલાના સમયમાં, તે કામો માટે મશીનો (Machines) બનાવવામાં આવતા હતા, જે કપરા હતા. જેમ કપડા ધોવા માટે વોશિંગ મશીન (Washing Machine) બનાવવામાં આવ્યા, ત્યારપછી નાની-નાની જરૂરિયાતો માટે અનેક પ્રકારની શોધો થવા લાગી.

    હવે સિરી અને એલેક્સાના આગમન સાથે, માણસોએ આ મશીનો દ્વારા નાનામાં નાના કામ પણ કરાવવાનું શરૂ કર્યું છે. IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી તમને પણ લાગશે કે માણસો અમુક હદ સુધી મશીનો પર નિર્ભર રહેવા લાગ્યા છે.

    આ નિર્ભરતાને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. અવનીશ શરણે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે જીવન ક્યારેય જટિલ ન હોવું જોઈએ.



    આ પણ વાંચો: બીચ નજીક મળી આવેલ 100 વર્ષની શાર્કે છોડ્યો શ્વાસ! માછલીની વિશ્વની દુર્લભ પ્રજાતિઓમાં હતી સામેલ

    આરામ થઈ ગયો હરામ
    વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે ઘટનાઓને જોડીને બતાવવામાં આવી છે. પ્રથમ સેગમેન્ટમાં, એક માણસ તેના હાઇટેક શિપમાં સિરી દ્વારા તમામ કામ કરાવતો હતો. તેના વોઈસ કમાન્ડ પર મશીન બરાબર કામ કરી રહ્યું હતું. પરંતુ અચાનક પક્ષીઓ તેના વહાણ પર હુમલો કરે છે. તેમના ઘોંઘાટને કારણે, સિરી માણસના આદેશને પકડી શકતી નથી અને તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

    આ પણ વાંચો: દરિયા કિનારે બહાર આવ્યું Alien જેવું પ્રાણી, જોઈને થશે આશ્ચર્ય

    સુવિધાને બદલે મુશ્કેલી વધી રહી છે
    તે જ સમયે, વીડિયોના બીજા સેગમેન્ટમાં, આ વ્યક્તિ તેના ઘરના દરવાજા ખોલવા માટે મશીન પર આધાર રાખતો દેખાય છે. પરંતુ જ્યારે દંત ચિકિત્સક પાસેથી દાંત કાઢીને તે પાછો આવ્યો, ત્યારે સિરી તેનો આદેશ શોધી શક્યો નહીં. પરિણામે તેને બહાર વરસાદમાં ભીનું થવું પડ્યું હતું. અવનીશ શરણ દ્વાર શેર કરેલો આ વિડીયો બતાવે છે કે આજના સમયમાં માણસ કેવી રીતે સુવિધાના નામે આળસુ બની ગયો છે અને તેના કારણે તે મુસીબતોમાં મુકાઈ જાય છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Inspirational, OMG VIDEO, Technology news, Viral videos

    આગામી સમાચાર