ફ્લાઇટમાં મુસાફરી (Travelling in Flight) કરવા માટે એક એરલાઇન કંપનીએ મુસાફરોને આશ્ચર્યજનક ઓફર કરી હતી. કંપનીએ અમુક યાત્રીઓને સીટ છોડવા માટે 8-8 લાખ રૂપિયા આપવાની (airline company offered 8 lakhs rupees compensation) જાહેરાત કરી હતી. આ કિસ્સો અમેરિકાનો છે. ડેલ્ટા એરલાઇન્સ (Delta Airlines)ની ફ્લાઇટ, ગ્રાન્ડ રેપિડ્સ (મિશીગન)થી મિનિયાપોલિસ, મિનેસોટા જઇ રહી હતી. આ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સના સ્ટાફે જાહેરાત કરી હતી કે ફ્લાઇટ ઓવરબુક (Overbook) થઇ ચૂકી છે.
સ્ટાફે જણાવ્યું કે, જે પણ પ્રવાસી હાલ જનારી ફ્લાઇટમાં યાત્રા નહીં કરે તેમને બદલામાં અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવશે. આ યાત્રિઓને 8 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. જેસન એટન નામના યાત્રીએ આ ઘટનાને લઇને ટ્વિટ કર્યુ હતું.
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના
વર્ષ 2017માં 3 સભ્યાવાળા બ્રિટીશ પરિવારને ડેલ્ટા એરલાઇન્સના સાડા આઠ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારે પણ ઓવરબુક થવાનો કિસ્સો સામે આવ્યો હતો. ફ્લાઇટ ન્યૂયોર્કથી ફ્લોરિડા જઇ રહી હતી. ઇન્ડિપેન્ડેટમાં છપાયેલા રિપોર્ટ અનુસાર એરલાઇન કંપનીએ અંતે મુસાફરોને કેટલા પૈસા આપ્યા હતા તે વાતની પુષ્ટિ થઈ શકી નહોતી. પરંતુ આ પહેલા પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
આ વર્ષે ડેલ્ટાએ જાહેરાત કરી હતી કે, ઓવરબુક ફ્લાઇટમાં પોતાની સીટ છોડવા માટે વળતર આપવામાં આવશે. ભૂતકાળમાં યુનાઇટેડ એરલાઇન્સે પોતાના કર્મચારીઓને બેસવા માટે બુકિંગવાળા યાત્રીઓને પ્લેનમાંથી પરાણે નીચે ઉતારી દીધા હતા તેથી ડેલ્ટા એરલાન્સે આ પગલું ઉઠાવ્યું હતું.
અનેક એરલાઇન્સ કંપનીઓની નક્કી સીટોથી વધુ ટિકિટ વહેંચવાની પોલિસી હોય છે. એવું માનવામાં આવે છે કે, 5 ટકા યાત્રીઓ બુકિંગ બાદ પણ મુસાફરી કરવા માટે આવતા નથી. પરંતુ જ્યારે બુકિંગવાળા તમામ યાત્રીઓ ફ્લાઇટમાં પહોંચી જાય છે તો સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં મુસાફરને વળતર મળે છે.
અમેરિકામાં વિમાન મુસાફરી માટે કડક નિયમો લાગૂ છે. અમેરિકામાં ઓવરબુક થવાના કારણે જો કોઇ મુસાફર પોતાની સીટ છોડે છે તો કાયદેસર રીતે તેને વળતર મળે છે. જો કોઇ વ્યક્તિ ફ્લાઇટ ડેસ્ટિનેશન સુધી 1 કલાક મોડી પહોંચે છે તો પણ મુસાફરોને વળતર મળે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર