Video: ગળામાં લપેટે છે ખતરનાક કોબરા, સપનામાં આવ્યાં દેવી અને પછી ...

News18 Gujarati
Updated: February 9, 2018, 3:59 PM IST
Video: ગળામાં લપેટે છે ખતરનાક કોબરા, સપનામાં આવ્યાં દેવી અને પછી ...
News18 Gujarati
Updated: February 9, 2018, 3:59 PM IST
પશ્ચિમ બંગાળના માલદામાં એક ઝેરી સાપ સાથે મહિલાની આસ્થાને કારણે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મહિલા આ કોબરાને પોતાની પાસે જ રાખે છે. તેની રોજ પૂજા પણ કરે છે. મહિલાને ઝેરી કોબરા પર એટલો વિશ્વાસ છે કે તે કોઈપણ ડર વગર તેને હાથમાં લઈ લે છે.

વન વિભાગના અધિકારી કોબરાને લેવા આવ્યાં તો મહિલાએ સાપ આપવાની સ્પષ્ટ ના કહી દીધી. મહિલા અને કોબરાની આ દોસ્તી રસપ્રદ છે પરંતુ તેનાથી પણ રસપ્રદ છે તેની પાછળની આખી વાર્તા.

આ વિસ્તારના લોકોએ કહ્યું કે સરસ્વતી પૂજાના દિવસે બાજુના ઘરમાંથી નીકળ્યો હતો. લોકોએ તેને પકડીને બાજુના જંગલમાં છોડી મુક્યો હતો. મહિલાનું કહેવું છે કે જે દિવસે પાડોશમાં કોબરા નીકળ્યો હતો તે રાતે જ સાંપોની માતા મારા સપનામાં આવ્યાં હતા અને આ કોબરા વિશે કહ્યું હતું. તે પછી મહિલાએ તે કોબરાને શોધ્યો અને પોતાના ઘરે લઈ આવી.

મહિલા કોબરાને પોતાના ઘરે રાખીને તેની પૂજા પણ કરતી હતી. સ્થાનિકોમાં તે ચર્ચાનું કેન્દ્ર બનવા લાગી અને એક દિવસ વન વિભાગ સુધી આ વાત પહોંચી ગઈ. કોબરાને જોવા લોકોની ભીડ તેના ઘરે પહોંચી અને ઘણો તમાશો પણ થયો. વન વિભાગની ટીમનું કહેવું છે કે આ કોબરા ઘણો ઝેરી છે અને તે જો ડંખે તો કોઈનો પણ જીવ લઈ શકે છે. મહિલાની આસ્થાને વન વિભાગના લોકો અંધવિશ્વાસ માને છે. તેમને ડર છે કે આ અંધવિશ્વાસના કારણે કોઈનો જીવ ન જતો રહે.
First published: February 9, 2018
વધુ વાંચો
अगली ख़बर