પશ્ચિમ બંગાળ : દુર્લભ બીમારી સાથે બાળકનો જન્મ, આંખ કે કાન નથી, શરીર પર ચપ્પુ માર્યા હોય તેવા નિશાન

News18 Gujarati
Updated: July 18, 2020, 8:51 AM IST
પશ્ચિમ બંગાળ : દુર્લભ બીમારી સાથે બાળકનો જન્મ, આંખ કે કાન નથી, શરીર પર ચપ્પુ માર્યા હોય તેવા નિશાન
પ્રતિકાત્મક તસવીર

દુનિયામાં આવા કદાચ 200થી 250 બાળકો હશે આ પહેલા ભારતમાં દિલ્હી, પટના, મહારાષ્ટ્ર અને નાગપુરમાં આવે કેસ સામે આવી ચુક્યા છે.

  • Share this:
હાવડા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના હવાડામાં મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો છે, જેના વિશે સાંભળીને તમારી આંખ ભીની થઈ જશે. તાજા જન્મેલા બાળકને આંખ અને કાન નથી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બાળક ખૂબ જ દુર્લભ બીમારી (Rare Disease)થી પીડાઈ રહ્યું છે. વિજ્ઞાનની ભાષામાં તેને હાર્લેક્વિન ઇક્થિયોસિસ (Harlequin Ichthyosis) કહેવામાં આવે છે. આ બીમારીથી પીડિતા બાળકોના આખા શરીર પર જાડી ચામડીનું આવરણ હોય છે. આથી બાળકના શરીરમાં આંખ કે કાનનો વિકાસ નથી થયો. આ ઉપરાંત બાળકના શરીર પર એવા નિશાન જોવા મળ્યા છે, જાણે કે કોઈએ ત્વચા પર ધારદાર વસ્તુથી ચીરા મૂક્યા હોય.

બાળકને અનેક બીમારી

ફ્રી પ્રેસ જનરલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, ગાયનોલૉજિસ્ટ કમલની દેખરેખ હેઠળ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. તેમણે કહ્યુ કે નાસોગેસ્ટ્રિક ટ્યૂબથી બાળકને દૂધ પીવડાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. તેમણે કહ્યુ કે બાળકને અનેક જન્મજાત બીમારી છે. ડૉક્ટર કમલે કહ્યુ કે, "મહિલાની આ પાંચમી પ્રસૂતિ છે. આ પહેલા મહિલાને ત્રણ બાળકો છે. મહિલાને મિસકેરેજ પણ થયું છે. મહિલા પ્રેગ્નેન્સીના નવમાં મહિના દુઃખાવાની ફરિયાદ સાથે મારી પાસે આવી હતી. મેં જોયું તે તેના પેટ ઉપર ઘણો સોજો હતો. જોકે, સીટી સ્કેન દરમિયાન કંઈ જોવા મળ્યું ન હતું."

નીચે વીડિયો જુઓ : ખિસ્સામાં રહેલો મોબાઇલ ફાટ્યા બાદ યુવકનું મોત

ડૉક્ટર કમલના જણાવ્યા પ્રમાણે બાદમાં માલુમ પડ્યું કે મહિલાના એમ્નિયોટિક બેગની આસપાસ એક બીજી બેગ પણ છે. આ સમયે લાગ્યું કે આ કદાચ ક્લૉટિંગ હોઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આ દર્ભલ બીમારીના દુનિયામાં ફક્ત અમુક જ કેસ જોવા મળ્યા છે. દુનિયામાં આવા કદાચ 200થી 250 બાળકો હશે આ પહેલા ભારતમાં દિલ્હી, પટના, મહારાષ્ટ્ર અને નાગપુરમાં આવે કેસ સામે આવી ચુક્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 18, 2020, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading