પશ્ચિમ બંગાળમાં મળ્યો બે માથાવાળો સાપ, દૂધ પીવડાવવા ભીડ ઉમટી

જંગલમાંથી બે માથાવાળો સાપ મળતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા, દૂધ પીવડાવવા હોડ લાગી

જંગલમાંથી બે માથાવાળો સાપ મળતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા, દૂધ પીવડાવવા હોડ લાગી

 • Share this:
  કોલકાતા : તમે બે મોં વાળા સાપ (snake) વિશે અનેકવાર સાંભળ્યું હશે અને શક્ય છે કે જોયો પણ હોય. પરંતુ આ વખતે જે સાપ જોવા મળ્યો છે તેના બે મોં નથી પરંતુ બે માથા છે. આ બે માથાના સાપ (two headed snake)ને જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે અને તેને દૂધ પીવડાવી રહ્યા છે.

  આ સાપ કોલકાતમાં બેલ્દાના જંગલ વિસ્તારમાં એકારૂખી ગામમાં જોવા મળ્યો છે. સ્થાનિક લોકો જ્યારે જંગલ તરફ જઈ રહ્યા હતા તો તેમણે બે માથાવાળો સાપ જોયો. આ પ્રકારનો સાપ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો એટલે લોકો તેને જોઈને હેરાન રહી ગયા.

  ત્યારબાદ સાપને જોવા માટે લોકોની ભીડ એકત્ર થવા લાગી. કેટલાક લોકો તો સાપને દૂધ પીવડાવવા લાગ્યા. ત્યારબાદ ત્યાં દૂધ પીવડાવવા માટે ભીડ એકત્ર થવા લાગી. કેટલાક લોકોએ વન વિભાગના અધિકારીઓને ફોન કરી દીધો અને ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

  ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ન્યૂ જર્સીના જંગલોમાં પણ આવો જ બે માથાનો સાપ જોવા મળ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોએ આ સાપનું નામ ડબલ ડૅવ (Double Dave) પાડ્યું હતું.

  ચીનમાં પણ જ્યારે આવા જ બે માથાનો સાપ જોવા મળતા સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ ગઈ હતી. ચીનના એક ખેડૂતને તેના ખેતરમાં આ બે માથાનો સાપ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ સાપ થોડા સમય બાદ લોકોની નજર ચૂકવીને જંગલમાં જતો રહ્યો હતો.

  આ પણ વાંચો, ફ્લાઇટમાં બની એવી ઘટના, મહિલા પેસેન્જરના પેન્ટમાં હતો વીંછી
  Published by:Mrunal Bhojak
  First published: