Home /News /eye-catcher /Weird : પત્નીએ પતિ માટે બનાવ્યા છે ખતરનાક નિયમો, સાંભળીને ચોંકી જશો!
Weird : પત્નીએ પતિ માટે બનાવ્યા છે ખતરનાક નિયમો, સાંભળીને ચોંકી જશો!
પત્નીએ પોતાના પતિને બાંધીને રાખવા માટે તેના પર પૂરી રીતે કન્ટ્રોલ જમાવી રાખ્યો છે. (Credit- TikTok)
Rules for Husband: અત્યારસુધી તમે બોયફ્રેન્ડ કે પતિને પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ માટે રુલબુક બનાવતા જોયા હશે. પણ આજે એવી મહિલાની વાત કરવી છે જેણે પોતાના પતિ માટે કેટલાંક ખતરનાક નિયમો બનાવી રાખ્યા છે.
કોઇપણ સંબંધ ત્યાં સુધી જ સારી રીતે ટકી શકે છે, જ્યાં સુધી એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન (Relationship Tips) હોય. જ્યારે કોઈ એક પાર્ટનર બીજા પર કન્ટ્રોલ (Controlling partner) કરવા લાગે છે ત્યારે તેમના સંબંધમાં ખટાશ આવવા લાગે છે. એક ટેકનોસેવી પત્નીએ પોતાના પતિને બાંધીને રાખવા માટે (Rulebook for Husband) તેના પર પૂરી રીતે કન્ટ્રોલ (Wife sets weird rules for husband) જમાવી રાખ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે તે પોતાની આ ટોક્સિક રિલેશનશિપને સોશ્યલ મીડિયા (Wife sets strict rules for husband) પર પણ ફ્લોન્ટ કરી રહી છે.
@bmcpher નામના TikTok અકાઉન્ટથી બેલી નામની આ યુઝરે જણાવ્યું કે તેણે પોતાના પતિ પર લગ્નના કડક નિયમો થોપી રાખ્યા છે. આ શરતોમાં કેટલીક એવી શરતો પણ સામેલ છે, જે સામાન્ય રીતે જો કોઈ છોકરી પર પણ લગાવવામાં આવે, તો તે સહન નહીં કરી શકે. મહિલા ખ્રિસ્તી છે અને તેણે જણાવ્યું કે પતિ સાથે લગ્ન સારી રીતે નભે એ માટે તેને બધા નિયમોમાં બાંધી રાખ્યો છે.
તમે પણ જાણો ‘લગ્નની શરતો’
મહિલાએ લગ્નની શરતોનો ખુલાસો કરતા કહ્યું કે ઘણા લોકો અમારા લગ્ન અને મારા પતિ માટે બનાવેલા મારા નિયમોને લઈને નારાજ થઈ જશે. બેઈલીનો સૌથી મહત્વનો નિયમ એ છે કે તેનો પતિ કોઈ પણ સ્ત્રી સાથે મિત્રતા નહીં કરે. આ મિત્રતા ઓફિસમાં પણ નહીં થાય અને તે છોકરીઓની આસપાસ પણ નહીં ફરે. તેનો પતિ કોઈ છોકરીને ટેક્સ્ટ મેસેજ પણ નહીં કરે, જો તે આવું કરે તો પત્નીને કહેવું પડશે. આ સિવાય મહિલાએ જે સૌથી વિચિત્ર નિયમ બનાવ્યો છે તેના અનુસાર તે તેના પતિની પ્રાયોરિટીમાં ટોચ પર રહેશે. જો તેણે માતા-પિતા અને પત્ની વચ્ચે કોઈની પસંદગી કરવાની હોય, તો તે હંમેશા પત્નીને જ પસંદ કરશે.
મહિલાનો આ વીડિયો અત્યાર સુધીમાં 6 લાખ લોકો જોઈ ચૂક્યા છે. જેમણે પણ આ નિયમ સાંભળ્યો, તે વિચારમાં પડી ગયા. કેટલાક લોકોએ કોમેન્ટ સેક્શનમાં આ અંગે ચર્ચા પણ શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું કે આ અસુરક્ષાની ભાવના બોલી રહી છે. અન્ય યુઝરે તેને ગાંડપણ ગણાવ્યું. જોકે એવા લોકો હતા જેમણે આ મહિલાને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ આ નિયમો સાથે સંમત છે. હાલ તો જો તમારા પર જો જીવનસાથી તરફથી આવા નિયમો નથી, તો પછી તમારી જાતને નસીબદાર માનો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર