આ કેવો જમણવાર! લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન, સસ્તી ભેટ લાવનાર ભૂખ્યા પરત ફર્યા

પ્રતીકાત્મક તસવીર

જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જેવી ગિફ્ટ, તેવુ જ જમવાનું આપવામાં આવશે! અત્યારે આ રેટ કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

  • Share this:
લગ્ન પ્રસંગનું નામ સાંભળતા જ નવા નવા કપડાં પહેરવા અને લિજ્જતદાર જમણ મગજમાં આવી જાય છે. પ્રસંગ પત્યા બાદ મહેમાનો ઘરે જઈ ખાવાના વખાણ કે ટીકા કરે છે. આવી સ્થિતિમાં કોઈ મોંઘવારીને ધ્યાનમાં લેતું નથી મોંઘવારીના આ યુગમાં લગ્નજીવનમાં થતા ખર્ચ પરસેવો પાડી દે છે. આવી સ્થિતિમાં એક વરરાજા ખર્ચ વસૂલવા માટે મહેમાનોને લગ્નના આમંત્રણ (Wedding Invitation) સાથે 'રેટ કાર્ડ' મોકલ્યું છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જેવી ગિફ્ટ, તેવુ જ જમવાનું આપવામાં આવશે! અત્યારે આ રેટ કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ રેટ કાર્ડ સોશિયલ મીડિયા સાઇટ રેડિટ (Social Media Platform Reddit) પર વાયરલ થઈ રહી છે. જેમાં દંપતીએ તેમના સંભવિત મહેમાનોને 'રેટ કાર્ડ' મોકલ્યું હોવાનું જાણવા મળે છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, તેને એક કપલે આમંત્રણ મોકલ્યું હતું. આ સાથે જ એક ચબરખી આપી હતી. જેમાં તે કેટલી મોંઘી ભેટ આપશે તે કહેવાનું હતું! ત્યારબાદ ગિફ્ટ મુજબ જમણ પીરસવાની વ્યવસ્થા કરાઈ હતી. જેની ભેટ સૌથી સસ્તી હતી એ લોકોએ તો ભૂખ્યા પેટે જ પરત જવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

આ નોટમાં લવિંગ લેવલ, સિલ્વર લેવલ (Silver Level), ગોલ્ડન લેવલ અને પ્લેટિનમ લેવલ એમ ચાર અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. ચારેય કેટેગરીમાં ડિનર માટે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ હતી. જેથી લગ્નની તારીખ પહેલા જ ફીડબેક આપવા જણાવાયું હતું.

ખેડૂતો માટે ખુશખબર! Income વધારવા મોદી સરકારે લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો કેવી રીતે વધશે આવક?

શુ લખ્યું હતું નોટમાં?

લગ્નના કાર્ડ સાથે જે ચબરખી આપવામાં આવી હતી તેમાં લખ્યું હતું કે, તમારું ગમતું ભોજન તૈયાર કરી શકીએ તે માટે, મહેરબાની કરી તમારા ગિફ્ટ લેવલ પર સર્કલ કરો.

250 ડોલર સુધીની ગિફ્ટ લાવનારને શું પીરસાયું?

કપલના મત મુજબ, 250 ડોલર સુધીની ગિફ્ટ લાવનાર મહેમાનને રોસ્ટ ચિકન, સ્વૉર્ડફિશ જેવી મોંઘી વાનગી આપવામાં આવનાર હતી. જોકે, કોઈ મહેમાન સ્મોકડ સૈલ્મન કે કાપેલો સ્ટેક પસંદ કરે તો તેને સિલ્વર લેવલ એટલે કે 500 ડોલર સુધીની ગિફ્ટ આપવા તૈયાર રહેવું જોઈએ.

હાય રે મોંઘવારી! ગુજરાતના આ મહાનગરમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 100 રૂપિયાને પાર

ગોલ્ડન લેવલની ગિફ્ટ પર આ ખાસ

1000 ડોલર સુધીની એટલે કે ગોલ્ડન લેવલ ગિફ્ટ આપનાર મહેમાન કોઈ પણ વસ્તુ ખાઈ શકશે. આવા મહેમાનને મિગ્નોન કે લૉબસ્ટર ખાવા મળશે.

પ્લેટિનમ લેવલ માટે જમાવટ

જે મહેમાન 1000 ડોલરથી 2500 ડોલર સુધીની ગિફ્ટ આપશે તેને પ્લેટિનમ લેવલ (Platinum Level)નું જમણ મળશે. તેમને બે પાઉન્ડ લૉબસ્ટર અને સ્મારીકા શેમ્પેન ગોલ્બેટ પીરસવામાં આવશે.

યુઝર્સ દ્વારા કોમેન્ટનો વરસાદ

રેડ્ડિટ પર આ 'રેટ કાર્ડ' પોસ્ટ કર્યા બાદ ઘણી કોમેન્ટ થઈ રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી કે 'ગિફ્ટ ભેગી કરવાની આ એક અનોખી રીત છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ ખૂબ જ શરમજનક વ્યવસ્થા છે.
First published: