Home /News /eye-catcher /Weird traditions: પ્રિયજનોના મૃત્યુ પર સ્ત્રીઓએ કાપવી પડે છે પોતાની આંગળીઓ! રુવાંટા ઊંચા કરી દેશે વિચિત્ર પ્રથા

Weird traditions: પ્રિયજનોના મૃત્યુ પર સ્ત્રીઓએ કાપવી પડે છે પોતાની આંગળીઓ! રુવાંટા ઊંચા કરી દેશે વિચિત્ર પ્રથા

વિચિત્ર પ્રથા

Weird traditions: ઇન્ડોનેશિયા (Indonesia)માં એક એવી જનજાતિ છે જેની મહિલાઓ પોતાની આંગળી (Women cut off fingers)ઓ કાપી નાખે છે.

    દુનિયાભરમાં એવી ઘણી પ્રજાતિઓ અને જનજાતિઓ છે જેમની વિચિત્ર પ્રથાઓ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પહેરવેશથી લઈને ખોરાક અને ધાર્મિક વિધિઓ સુધી, દરેક જગ્યાએ બધું ખૂબ જ અલગ અને વિચિત્ર છે. વિશ્વના અનેક દેશોમાં આજે પણ સદીઓ જૂની માન્યતા (Weird traditions around the world)ઓ પ્રવર્તે છે. આ માન્યતાઓને આ દેશોની ખાસ જનજાતિના લોકો માને છે. આ માન્યતાઓ અને રીતરિવાજો શહેરી લોકોને વિચિત્ર લાગશે, પરંતુ આ માન્યતાઓ આ આદિવાસી (Tribal traditions) પરંપરાઓ માટે ખૂબ જ ખાસ છે.આવી જ એક માન્યતા ઇન્ડોનેશિયાની એક જનજાતિમાં પ્રચલિત છે, જેને જાણીને તમારું રૂંવાટા ઊભા થઈ જશે. આ જનજાતિની મહિલાઓ તેમના પ્રિયજનોના મૃત્યુ પછી તેમની આંગળીઓ (Indonesian tribal women amputate fingers) કાપી નાખે છે.

    ઇન્ડોનેશિયા (Indonesia)માં એક એવી જનજાતિ છે જેની મહિલાઓ પોતાની આંગળી (Women cut off fingers)ઓ કાપી નાખે છે. દુનિયાભરના અલગ-અલગ સમાજમાં મહિલાઓને રીત-રિવાજોના નામે અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આ તેમની માટે ખૂબ જ અલગ અને વિચિત્ર છે. ઈન્ડોનેશિયાની દાની જનજાતિ (Dani Tribe women cut off fingers after death) પરિજનોના મોત બાદ મહિલાઓની આંગળીઓ કાપવાનો રિવાજ છે. આ માન્યતાને ઇકીપલિન (Ikipalin) કહેવામાં આવે છે.

    પ્રિયજનોના મૃત્યુ પર સ્ત્રીઓએ કાપવી પડે છે પોતાની આંગળીઓ!


    સરકારે રોક લગાવ્યા બાદ પણ કથિત રીતે માન્યતા ચાલુ
    હિસ્ટરી ચેનલના એક અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાના જયાવિજયા પ્રાંતના વામિન શહેરમાં દાની જાતિના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ આદિવાસી જનજાતિમાં ઇકીપલિનની પ્રથા પર ઇન્ડોનેશિયાની સરકારે ઘણાં વર્ષો પહેલાં પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વૃદ્ધ મહિલાઓની આંગળીઓ જોઇને કહી શકાય કે તેઓ તેનું પાલન કરે છે અને હજુ પણ એવું માનવામાં આવે છે કે આ માન્યતા આ વિસ્તારમાં ચાલુ જ છે.

    આ પણ વાંચો: એ મહિલા જેલ! ઉકળતી ચાસણીમાં ડુબાડીને આપવામાં આવે છે સજા

    આ માન્યતા પાછળ શું છે કારણ
    કબીલાના લોકોનું માનવું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારની મહિલા તેની આત્માને શાંતિ આપવા માટે આંગળીઓ કાપી નાખે છે. સાથે જ આંગળી કાપવાથી એ પણ ખબર પડે છે કે મરનાર વ્યક્તિની વિદાયની પીડા આંગળીના દુખાવાની સામે કશું જ નથી અને તે આખી જિંદગી તેમની સાથે રહેશે. સામાન્ય રીતે આંગળીના ઉપરના ભાગને કાપવા માટે પથ્થરથી બનેલી બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: બોયફ્રેન્ડે યુવતીની મોંઘી બેગ પર કરી પેશાબ, કોર્ટે દર્દ સમજીને 91 હજારનું અપાવ્યું વળતર!

    કેટલાક કિસ્સામાં બ્લેડ વગર જ આંગળી કપાઈ જાય છે. લોકો આંગળી ચાવીને પછી તેને વચ્ચેથી દોરડા વડે જોરથી બાંધે છે, જેનાથી લોહીનો પ્રવાહ અટકી જાય છે. દોરડું બાંધ્યા બાદ જ્યારે લોહી અને ઓક્સિજનની કમી આવે છે ત્યારે આંગળી જાતે જ કપાઈ જાય છે અને પડી જાય છે. કપાયેલી આંગળીને કાં તો દફનાવવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Tradition, Viral news, અજબગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन