Home /News /eye-catcher /વિચિત્ર પરંપરા! અહીં છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી, નહીંતર મનાય છે અપશુકન

વિચિત્ર પરંપરા! અહીં છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી, નહીંતર મનાય છે અપશુકન

વિચિત્ર પરંપરા

Weird Tradition: માતા બનવું કે લગ્ન પહેલા સંતાન હોવું આપણા સમાજમાં ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવી જાતિ (Garasiya Jati) છે જ્યાં છોકરીઓને લગ્ન પહેલા સંતાન પ્રાપ્ત (Childbirth before marriage) કરવું પડે છે, નહીં તો તેને અશુભ માનવામાં આવે છે.

વધુ જુઓ ...
ભારત વિવિધતાઓમાં એકતાનો દેશ છે. અહીં અનેક પ્રકારની પરંપરા (Weird Custom)ઓ પ્રચલિત છે. ઘણી પ્રથાઓ વિચિત્ર હોય છે જેના વિશે જાણ્યા બાદ લોકો અચંબામાં મૂકાય જાય છે. પરંતુ આમે જે પ્રથા વિશે આજે તમને કહેવા જઈ રહ્યા છે તે પ્રથા વિશે સાંભળીને તમે વિશ્વાસ જ નહિ કરી શકો. જી હા, રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુરના સિરોહી અને પાલીમાં રહેતી ગરાસિયા જાતિ (Garasiya Jati)ની આ પરંપરા છે, જ્યાં આ અજીબોગરીબ પરંપરા 1000 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે.

આપણને લાગે છે કે લિવ ઈન રિલેશનશિપ એ વેસ્ટર્ન સંસ્કૃતિ છે પરંતુ આપણ દેશમાં પણ એવુ સ્થળ છે જ્યાં કેટલાય વર્ષોથી આ ચાલતું આવ્યું છે. વાસ્તવમાં, ગરાસિયા જાતિની મહિલાઓને લગ્ન પહેલા બાળકો પેદા કરવા પડે છે. આ માટે સ્ત્રી-પુરુષ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહે છે અને બાળકોના જન્મ પછી એકબીજા સાથે લગ્ન કરે છે.

ગરાસિયા જાતિ (Garasiya Jati) દર વર્ષે 2 દિવસ માટે મેળાનું આયોજન કરે છે. જ્યાં છોકરા-છોકરીઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કર્યા વિના સાથે રહેવા લાગે છે. અહીં કોઈપણ છોકરા કે છોકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. તેમને આ માટે દબાણ કરવામાં આવતું નથી. છોકરો અને છોકરી તેમની સંમતિથી સાથે રહેવા અને બાળકો પેદા કરવાનું નક્કી કરે છે. આ પછી, જો તેમને લાગે, તો તેઓ એકબીજા સાથે લગ્ન પણ કરે છે.

વિચિત્ર પરંપરા


આવી પરંપરા શા માટે છે?

હવે તમે વિચારતા હશો કે અહીં આવી પરંપરા શા માટે છે? તેથી માન્યતાઓ અનુસાર, ઘણા વર્ષો પહેલા આ જાતિના ચાર ભાઈઓ બીજે ક્યાંક રહેવા લાગ્યા હતા. તેમાંથી ત્રણના લગ્ન થઈ ગયા અને એક છોકરો લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યો. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા છોકરાને જ બાળકોનો જન્મ થયો હતો અને બીજા કોઈ ભાઈને ત્યાં બાળકો જન્મ્યા નહોતા. ત્યારથી, અહીંના લોકોનું માનવું છે કે લગ્ન પછી સ્ત્રી-પુરુષને સંતાન નથી થતું, તેથી તેઓ સાથે રહે છે અને લગ્ન પહેલા સંતાન પેદા કરે છે.

 આ પણ વાંચો: ભારતનું એવું ગામ જ્યાં કન્યા વિધવાના ડ્રેસમાં લે છે વિદાય, માતા-પિતા જ પહેરાવે છે સફેદ વસ્ત્રો

લગ્ન પહેલા એકસાથે રહી બાળકો પેદા કરવાની આ પ્રથાને દાપ પ્રાથ કહે છે. એટલું જ નહીં, આ પ્રથાની એક વિશેષતા એ છે કે અહીં લગ્નનો ખર્ચ વરનો પરિવાર ઉઠાવે છે અને લગ્ન પણ વરરાજાના ઘરે જ થાય છે. એટલે કે યુવતીના પરિવાર પર કોઈપણ પ્રકારનું દબાણ નથી.

છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી


 આ પણ વાંચો: ભારતનું એવું ગામ જ્યાં શૂઝ-ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, લોકો પર્સની જેમ લટકાવે છે હાથમાં

અહીં છોકરીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. જો મેળામાં સારો જીવનસાથી ન મળે, તો તે બીજા જીવનસાથીની શોધ પણ કરી શકે છે, જે તેને પ્રથમ ભાગીદાર કરતાં વધુ પૈસા આપશે.
First published:

Tags: OMG News, Rajasthan news, Viral news, Weird news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો