OMG! ધોધના પાણીની વચ્ચે સળગતી રહે છે આગ, રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યા

એટર્નલ ફ્લેમ ફોલ્સ (Eternal Flame Falls) ની અંદર વર્ષોથી આગની જ્વાળા બળી રહી છે.

Mysterious Places in the World: આ દુનિયા વિચિત્ર રહસ્યો (Mysterious Falls)થી ભરેલી છે. આવું જ એક રહસ્ય અમેરિકા (United States News)માં છુપાયેલું છે. ન્યૂયોર્ક શહેરમાં એક અનોખો ધોધ (Eternal Flame Falls ) છે જ્યાં આગની જ્વાળા (Mysterious flame under falls) પાણીની વચ્ચે પણ સળગે છે. ધોધના વહેતા પાણીની અંદર આગ કોણે (Mystery of Eternal Flame Falls) અને કેમ લગાવી?

  • Share this:
કુદરતની અદ્ભુત (Natural Mystery) કળા છે. વિશ્વમાં અનેક રહસ્યમય સ્થળો છે જે તમને વિચારવા માટે મજબૂર કરે છે. યુએસના (United States) ન્યૂયોર્કના ચેસ્ટનટ રિજ પાર્ક (Chestnut Ridge Park) ખાતે પણ આવી જ કુદરતની અનોખી કળા જોવા મળી રહી છે. અહીં ધ ઇટર્નલ ફ્લેમ ફોલ (Eternal Flame Falls ) નામના ધોધની વચ્ચે આગની જ્યોત સળગતી દેખાય છે. આ સ્થળે જે પણ આવે છે તે આ વિચિત્ર દૃશ્ય (Mystery of Eternal Flame Falls) જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

ધ ઇટર્નલ ફ્લેમ ફોલ (Eternal Flame Falls )માં આખું વર્ષ પાણી વહેતુ રહે છે. પાણી ક્યારેય સુકાતુ નથી અને પાણીની અંદર આગની જ્યોત હંમેશાં સળગતી દેખાય છે. આ અદ્ભુત દ્રશ્યો જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. એ જ રીતે ભારતના હિમાચલ પ્રદેશમાં પણ જ્વાલાદેવી મંદિરમાં પણ આવો જ રહસ્યમય જ્યોત હંમેશા સળગતી જોવા મળે છે.

આ પણ વાંચો: આ નાના સ્ટારને ઓળખી બતાવો? એક હિન્ટ – અમિર ખાન સાથે એક સુપરહિટ ફિલ્મમાં કરી ચુક્યો છે કામ

લોકો માને છે દેવી શક્તિની વાર્તા
આ ધોધ વિશે મોટાભાગના લોકો માને છે કે અગ્નિની જ્યોત (Mysterious flame under falls) પાછળ જે પાણીની વચ્ચે ટકી રહે છે તે એક દૈવી ચમત્કાર છે. આ કુદરતનું વણઉકેલ્યું રહસ્ય છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે જ્યારે પૃથ્વી પર મહાપૂર જેવી આપત્તિ આવશે ત્યારે ધોધની આ જ્યોત બુઝાઈ જશે. જ્યોત સળગાતી રહેવાનો અર્થ એ છે કે બધું બરાબર છે.

આ પણ વાંચો: Tata મોટર્સે Bank of India સાથે કર્યો કરાર, ગ્રાહકોને મળશે ખાસ સુવિધા

વૈજ્ઞાનિકો પણ આ રહસ્યને ઉકેલવામાં લાગ્યા
એવું નથી કે આ રહસ્યને હલ કરવા માટે સંશોધન કરવામાં આવ્યું નથી. ઘણી વાર વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ આગ કેવી રીતે સળગે છે. સંશોધકોનું કહેવું છે કે આ જ્યોતનું કારણ અહીં સારી માત્રામાં રહેલો મિથેન ગેસ છે. ધોધ નીચે ગુફામાં મિથેન ગેસ નીકળે છે. ઘણા વર્ષો પહેલાં તેને આગ લગાડવામાં આવી હશે, અને ત્યારથી આગની જ્યોત પાણીની અંદર હોવા છતાં જીવતી છે.
Published by:Riya Upadhay
First published: