આખી દુનિયામાં માત્ર 100 લોકો તેવા છે, જે ઇચ્છે તો પણ સ્નાન નથી કરી શકતા

ટેસા, આ રોગથી પીડિત દર્દી

બિમારી દુનિયાના ખાલી 100 થી ઓછા લોકોને છે જેને એક્વાજેનિક યૂર્ટિકારિયા છે.

 • Share this:
  અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 21 વર્ષીય યુવતી વર્ષમાં 4 થી 5 વાર જ સ્નાન કરે છે. તે પણ મજબૂરી હોય તો જ! ટેસા હેન્સેન સ્મિથ નામની આ સુંદર યુવતીને રોવા અને પાણી સાથે કોઇ પણ પ્રકારનું કામ કરવા પર પ્રતિબંધ છે. કારણ કે ટેસાને દુનિયાની તેની દુર્લભ એલર્જી છે જે ભાગ્યેજ કોઇને હોય છે. ઉલ્લેખનીય છે કે ટેસાને જે બિમારી છે તેવી બિમારી દુનિયાના ખાલી 100 થી ઓછા લોકોને છે જેને એક્વાજેનિક યૂર્ટિકારિયા (Aquagenic urticaria) કહેવાય છે.

  ડેલીમેલમાં છપાયેલી ખબર મુજબ ટેસા જ્યારે નવ વર્ષની હતી ત્યારે પહેલીવાર તેને સ્નાન કરવાથી શરીર પર લાલ ચકામા પડ્યા હતા. અને તેના પછી તેને જે તે વિસ્તારમાં ખંજવાળ આવતી હતી. જેથી શરૂઆતમાં તેની માતાને લાગ્યું કે તેને કોઇ સાબુ કે શેમ્પુની એલર્જી હશે. પણ ટેમાને થોડીવારમાં જ માઇગ્રેન અને તાવ આવી ગયો. ટેસાની માં ડૉક્ટર હતી અને તેણે જોયું કે આવું વારંવાર થઇ રહ્યું છે. જો કે તપાસ કરાવતા ખબર પડી કે ટેસાને ખુબ જ દુર્લભ બિમારી છે.

  ટેસા


  જેમાં વ્યક્તિને પાણીથી એલર્જી થાય છે. આ એલર્જી ખાલી પાણીથી જ નહીં પણ પરસેવા, આંસુ અને થૂંકથી પણ થઇ શકે છે. દુનિયાભરમાં આવા ખાલી 50 થી 100 લોકો છે. અને આ બિમારી મહિલાઓને થવાની સંભાવના વધુ રહે છે. અને તે પણ તેવી મહિલાઓ જે ખાસ કરીને કિશોરઅવસ્થામાં પહોંચવાની હોય. આ એલર્જીમાં શરીર પર જે ડાઘ પડ્યા હોય તે 30 થી 60 મિનિટમાં ગુમ થઇ જાય છે. પણ તે પછી માઇગ્રેન અને તાવના કારણે દર્દીને મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.  જાણકારોનું માનીએ તો આ બિમારી કોઇ પણ વ્યક્તિને કોઇ પણ ઉમેરે થઇ શકે છે. વળી તેનો કોઇ ખાસ લક્ષણ કે પરિવારની પૃષ્ઠભૂમિ સાથે સંબંધ નથી. વળી આ દુર્લભ હોવાના કારણે તેના પર વધુ શોધ પણ નથી કરવામાં આવી. આ બિમારીથી પીડિત ટેસાનું કહેવું છે કે તે પહેલા 12 ગોળીઓ ખાતી હતી પણ હવે તે નવ ગોળી ખાય છે. જો કે આ નવ ગોળી ખાધા પછી પણ તેને એલર્જીથી થતા નુક્શાનને તે ખાલી ઓછું કરી શકે છે. પણ હંમેશા માટે થતું રોકી નથી શકતો. આ સિવાય આ બિમારીનો ઇલાજ અલ્ટ્રાવાયલેટ કિરણો, સ્ટેરૉઇડ્સ અને ક્રીમની મદદથી કરી શકાય છે.
  Published by:Chaitali Shukla
  First published: